હવેથી આખા દેશમાં લાગુ થઈ જશે આ નવા નિયમ, જાણો કેવી રીતે તમારા ખિસ્સા ઉપર થશે સીધી અસર

૧ ઓક્ટોમ્બર એટલે મંગળવારથી દેશભરમાં નિયમોમાં પરિવર્તન થવાનું છે. અને તે પરિવર્તનથી દેશની અર્થવ્યવસ્થા સાથે સાથે તમારા ખિસ્સા ઉપર પણ સીધી અસર પડશે. જાણો શું છે તે ફેરફાર?

નિયમ બદલાવાથી દેશની અર્થવ્યવસ્થા સાથે સાથે તમારા ખિસ્સા ઉપર પણ સીધી અસર પડશે. ઘણા ક્ષેત્રોમાં જ્યાં રાહત મળશે અને થોડામાં સામાન્ય માણસના ખિસ્સા ઉપર બોજ વધી જશે. આવો જાણીએ આ ફેરફારો વિષે જે તમારી સાથે સીધા જોડાયેલા છે.

૧. પેટ્રોલ-ડીઝલ ઉપર નહિ મળે કેશબેક :

દેશની સૌથી મોટી સરકારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (ઇસીબીઆઈ) ના ક્રેડીટ કાર્ડથી પેટ્રોલ અને ડીઝલ ખરીદવા ઉપર હવે તમને કેશબેક નહિ મળે. કેમ કે ૧ ઓક્ટોબરથી આ સુવિધા બંધ થઇ રહી છે. તેના વિષે એસબીઆઈ પોતાના ગ્રાહકોને મેસેજો દ્વારા જાણ કરી રહી છે. અત્યાર સુધી એસબીઆઈના ક્રેડીટ કાર્ડથી પેટ્રોલ અને ડીઝલની ખરીદી ઉપર ગ્રાહકોને ૦.૭૫ ટકા સુધી કેશબેકના લાભો મળી જતા હતા. એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસીએ કેશબેક યોજના પાછી લેવાની રજૂઆત કરી હતી, ત્યાર પછી આ પગલું ભરવામાં આવ્યું છે.

૨. SBI આ ફેરફારથી ફાયદામાં તમે :

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ૧ ઓક્ટોબરથી નિર્ધારિત મંથલી એવરેજ બેલેન્સ ન જાળવી રાખવા ઉપર લગાવવામાં આવતા દંડમાં ૮૦ ટકા સુધી ઘટાડો કરવા જઈ રહ્યું છે. તેનાથી તમને સીધી અસર થશે. જો તમે મેટ્રો સીટીમાં રહો છો અને SBIના ખાતા ધારક છો, તો તમારા ખાતામાં ૧ ઓક્ટોબરથી મંથલી એવરેજ બેલેંસ (એએમબી) ની મર્યાદાને ત્રણ હજાર રાખવાની રહેશે.

શહેરી વિસ્તારોની એસબીઆઈ બેંક શાખાઓ ઉપર પણ આ નિયમ લાગુ થશે. ખાતામાં નિર્ધારિત રકમ કરતા જો બેલેન્સ ૭૫ ટકાથી ઓછું રહે છે, તો દંડ તરીકે ૮૦ રૂપિયા પ્લસ જીએસટી આપવાની રહેશે. ખાતામાં ૫૦ થી ૭૫ ટકા સુધી બેલેંસ રાખવા વાળાને ૧૨ રૂપિયા અને જીએસટી આપવાના રહેશે. ૫૦ ટકાથી ઓછા બેલેંસ ઉપર ૧૦ રૂપિયા દંડ પ્લસ જીએસટી ચૂકવવા પડશે.

૩. બદલાઈ જશે ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી :

દેશમાં પહેલી સપ્ટેબર ૨૦૧૯થી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયો છે, ત્યાર પછી ટ્રાફિક નિયમોમાં અવનવા ફેરફાર જોવામાં આવી રહ્યા છે. પરંતુ હવે તમારું ડ્રાઈવિંગ લાયસન્સ (ડીએલ) પણ બદલાવાનું છે. સરકાર ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરી રહી છે.

આ નિયમ ૧ ઓક્ટોબર ૨૦૧૯થી લાગુ થશે. આ નિયમ લાગુ થઇ ગયા પછી તમામ લોકોએ પોતાના ડીએલ બદલાવવા પડશે. નવા નિયમો મુજબ હવે ડીએલ અને આરસી નોંધણી પ્રમાણપત્ર એક જ રંગના થઇ જશે. એટલું જ નહિ હવે ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસીમાં માઈક્રોચીપ ઉપરાંત કયુઆર કોડ રહેશે.

૪. ઓછા થઇ જશે જીએસટી દર :

જીએસટી કાઉન્સિલની ગોવામાં ૨૦ સપ્ટેમ્બરના રોજ થયેલી ૩૭મી બેઠકમાં ઘણી વસ્તુઓ ઉપર ટેક્સ ઓછો કરી દેવામાં આવ્યો છે. ૧ ઓક્ટોબર ૨૦૧૯થી આ નિયમ લાગુ થઇ જશે. નવા ફેરફાર મુજબ, હવે ૧૦૦૦ રૂપિયા સુધી ભાડાની હોટલો ઉપર ટેક્સ નહિ લાગે. એટલું જ નહિ ૭૫૦૦ રૂપિયા સુધી ટેરીફ વાળા રૂમના ભાડા ઉપર માત્ર ૧૨ ટકા જીએસટી આપવાનો રહેશે. નાના વાહન માલિકોને રાહત આપવામાં આવી છે, અને ૧૦ થી ૧૩ સીટો સુધીના પેટ્રોલ અને ડીઝલ વાળા વાહનો ઉપરથી ટેક્સ ઘટાડી દેવામાં આવ્યો છે. સાથે જ સ્લાઈડ ફાસ્ટનર્સ (જીપ) ઉપર જીએસટી ૧૨ ટકા કરી દીધી છે.

૫. જીએસટી રીટર્નની નવી પદ્ધતિ થશે લાગુ :

જીએસટી કાઉન્સિલના નિર્ણય મુજબ, પાંચ કરોડ વાર્ષિકથી વધુ ટર્નઓવર વાળા વેપારીઓ માટે જીએસટી રીટર્નનું ફોર્મ કાલથી બદલાઈ જશે. આ વેપારીઓને જીએસટી એએનએક્સ-૧ ફોર્મ ભરવાનું રહેશે જે જીએસટીઆર-૧ નું સ્થાન લેશે. તે જરૂરી રહેશે. નાના વેપારીઓ માટે આ ફોર્મ દ્વારા જીએસટી રીટર્ન ફાઈલ કરવાનું રહેશે, પરંતુ તેના માટે એવું કરવું ૧ જાન્યુઆરી ૨૦૨૦થી ફરજીયાત રહેશે. હાલમાં, મોટા ટેક્સધારકો ઓક્ટોબર અને નવેમ્બરના જીએસટી રીટર્ન જીએસટીઆર ૩બી ફોર્મથી ભરશે.

૬. કર્મચારીઓના લાભમાં મોટો નિર્ણય, બદલાઈ જશે પેન્શન નિયમો :

કેન્દ્ર સરકાર ૧ ઓક્ટોબરથી કર્મચારીઓના પેન્શન નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. નવા નિયમ હેઠળ જો કર્મચારીની નોકરી સાત વર્ષ પુરા થયા પછી મૃત્યુ થઇ જાય છે, તો તેના આશ્રીતોને વધેલા પેન્શનનો ફાયદો મળશે. અત્યાર સુધી એવી સ્થિતિમાં છેલ્લા પગારના ૫૦ ટકાના હિસાબે જ પેન્શન મળતું હતું. નવા નિયમ લાગુ કરવા માટે કેન્દ્ર સરકારે નોટીફીકેશન પણ બહાર પાડી દીધી છે. સરકારના આ નિર્ણયને કર્મચારીઓના હિતમાં મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

૭. કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો :

ગઈ ૨૦ સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને કોર્પોરેટ ટેક્સમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરતા તેને ૩૦ ટકાથી ઘટાડીને ૨૨ ટકા કરી દેવામાં આવ્યું હતું. જાહેરાત મુજબ, ૧ ઓક્ટોબર ૨૦૧૯ પછી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પાસે ૧૫ ટકા ટેક્સ ભરવાનો વિકલ્પ હશે. ત્યાર પછી કંપનીઓ ઉપર સરચાર્જ અને ટેક્સ ઉપરાંત સરચાર્જ પણ આપવો પડતો હતો. વિદેશી કંપનીઓને ૪૦ ટકા ટેક્સ આપવો પડતો હતો. માનવામાં આવી રહ્યું છે કે સરકારના આ પગલાથી વેપારીઓના ધંધામાં તેજી આવશે અને આર્થિક નબળાઈમાંથી બહાર આવવામાં મદદ મળશે.

૮. અહિયાં વધશે જીએસટી પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ પણ :

નવા ફેરફારોની અસર રેલ ભાડા ઉપર પણ પડી શકે છે. સરકારે હેરફેર માટેના ડબ્બા અને વેગન ઉપર જીએસટીના દરોના પાંચ ટકાથી વધારીને ૧૨ ટકા કરી દીધો છે. જેની ઉપર ૧૮ ટકા જીએસટી હતી જે વધારીને ૨૮ ટકા કરી દેવામાં આવી છે. તેમાં ટેક્સ ઉપરાંત ૧૨ ટકાથી વધુ ટેક્સ પણ લગાવવામાં આવ્યો હતો. એટલું જ નહિ બે ઓક્ટોમ્બરથી સરકાર દેશભરમાં પ્લાસ્ટિક માંથી બનેલા પ્રોડક્ટનો ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે. ભારતમાં વધતા પ્રદુષણને જોતા આ પગલું ભરવામાં આવ્યું છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.