‘સડક 2’ ના ટ્રેલર પર લાઈક કરતા વધારે મળી ડિસ્લાઇકસ, ફેન્સ બોલ્યા – સુશાંત માટે કાંઈ પણ કરશું

મહેશ ભટ્ટની ફિલ્મ ‘સડક 2’ ને લાવી દેશે સડક પર, સુશાંતના ફેન્સ તેમના માટે કાંઈ પણ કરવા તૈયાર

સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસ પછી સોશિયલ મીડિયા પર બોલીવુડમાં થતા નેપોટિઝ્મ (ભાઈ – ભત્રીજાવાદ) પર એક વિવાદ છેડાઈ ગયો છે. આરોપ છે કે, બોલીવુડના ઘણા મોટા સ્ટાર સુશાંત સાથે સારી રીતે વર્તન કરતા ન હતા. એક આઉટસાઈડર (ફિલ્મી પરિવાર સિવાયના વ્યક્તિ) હોવાને લીધે તેમણે ભેદભાવનો શિકાર થવું પડ્યું હતું. એવામાં સુશાંતના ફેન્સે એ નિર્ણય લીધો કે, તે નેપોટિઝ્મને વધારતા દરેક સ્ટાર્સ અને ફિલ્મ મેકર્સને બાયકોટ કરશે. બસ આ ચક્કરમાં મહેશ ભટ્ટ દ્વારા નિર્દેશિત ‘સડક 2’ નો ભયકંર લેવલે બહિષ્કાર થઈ રહ્યો છે.

હમણાં થોડા દિવસો પહેલા જ ‘સડક 2’ નું પોસ્ટર રિલીઝ થયું હતું. ત્યારે પણ લોકોએ સ્પષ્ટ કહી દીધું હતું કે, તેઓ આ ફિલ્મને જોશે નહિ. જણાવી દઈએ કે, આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, સંજય દત્ત અને આદિત્ય રોય કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ ફિલ્મ કોરોના મહામારીને કારણે ડિજિટલ પ્લેટફોર્મ ડિઝની પલ્સ હોટસ્ટાર પર રિલીઝ થઈ રહી છે. અમુક ફેન્સ તો હોટસ્ટાર એપ પણ પોતાના ફોનમાંથી એટલા માટે અનઇન્સ્ટોલ કરી રહ્યા છે, કારણ કે તેના પર ‘સડક 2’ ફિલ્મ રિલીઝ થઈ રહી છે.

ટ્રેલરને લાઈક કરતા વધારે ડિસ્લાઇકસ મળી :

સડક 2 એક થ્રિલર રોમાન્સ ફિલ્મ છે. હાલમાં તેનું ટ્રેલર પણ રિલીઝ થયું છે. જોકે ફેન્સને આ ટ્રેલર પસંદ નથી આવી રહ્યું. તે નેપોટિઝ્મ વાળો ગુસ્સો આ ટ્રેલર પર કાઢી રહ્યા છે. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે, આ ટ્રેલરને લાઇક્સ કરતા ઘણી વધારે ડિસ્લાઇકસ મળી રહી છે. આ આર્ટિકલ લખવા સુધીમાં આ ટ્રેલરને 3 લાખ 33 હજારથી વધુ લાઈક અને 6.1 મિલિયન (61 લાખ) થી વધારે ડિસ્લાઇકસ મળી છે. એક અનુમાન લગાવવામાં આવે તો લાઈકની સરખામણીમાં ડિસ્લાઇકસ દસ ગણી વધારે છે.

સંજય નહીં સુશાંત છે કારણ :

સામાન્ય રીતે કોઈ પણ ફિલ્મના ટ્રેલરને લાઈકની સરખામણીમાં આટલી વધારે ડિસ્લાઇકસ નથી મળતી. પણ અહીં લોકો સુશાંતના કેસ પછીથી જ મહેશ ભટ્ટ, કરણ જોહર, સલમાન ખાન વગેરે ફિલ્મ મેકર્સથી નારાજ છે. એવામાં જયારે મહેશ ભટ્ટની ફિલ્મ સડક 2 આવી રહી છે, તો તેના પર લોકોનો ગુસ્સો દેખાઈ રહ્યો છે. એક યુઝરે તો કમેન્ટમાં લખ્યું પણ કે, ‘તમે એમ ન સમજતા કે ડિસ્લાઇકસનું કારણ સંજય દત્ત છે, પણ અમે આ સુશાંત માટે કરી રહ્યા છીએ.’

જણાવતા જઈએ કે, સડક 2 ની સ્ટોરી 1991 માં આવેલી સડક ફિલ્મ સાથે જોડાયેલી છે. પહેલી ફિલ્મમાં આપણને સંજય દત્ત અને પૂજા ભટ્ટનો રોમાંસ જોવા મળ્યો હતો, જયારે સડક 2 માં આદિત્ય રોય કપૂર અને આલિયા ભટ્ટ રોમાંટિક અંદાજમાં જોવા મળશે.

તમને આ ફિલ્મનું ટ્રેલર કેવું લાગ્યું એ કોમેન્ટ કરી જણાવજો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.