શહીદોના શોકમાં મુસલમાન ભાઈઓએ કરાવ્યું મુંડન, ધર્મથી ઉપર ઉઠીને આપી વીર જવાનોને શ્રદ્ધાંજલિ

પુલવામામાં ભારતીય જવાનો પર થયેલા આતંકી હુમલા પછી ભારતમાં લોકો વચ્ચે ઘણો રોષ છે. લોકો આતંકવાદના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે. તેમજ દેશના તમામ લોકોએ શહીદ થયેલા જવાનોને વિવિધ રીતે શ્રદ્ધાંજલિ આપી છે. વાત જયારે દેશની આવે તો એના માટે લોકો ધર્મ, જાત-પાત કંઈ જોતા નથી. ત્યારે લોકોને એક જ ધર્મ હોય છે, અને એ છે રાષ્ટ્ર ધર્મ.

એવું જ કંઈક દેશના મુસ્લિમોએ કરી દેખાડ્યું છે. એમણે દેશના શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા, ધર્મથી ઉપર આવી પોતાનું માથું મૂંડાવ્યું છે. અને લોકો દ્વારા એને એક સાચી શ્રદ્ધાંજલિ ગણવામાં આવી રહી છે.

બિહારના અરરિયા જિલ્લાના સુલતાન પોખર મંદિરમાં શુક્રવારના દિવસે બે મુસ્લિમ કોંગ્રેસી નેતાઓએ પોતાના ધર્મથી ઉપર જઈને આતંકી હુમલાના નવમાં દિવસે પોતાનું માથું મૂંડાવ્યું છે. અને આમ કર્યા પછી શહીદ થયેલા જવાનોને જળ અર્પિત કરી એમને નમન કરી શ્રદ્ધાંજલિ આપી છે. માથું મૂંડાવનાર મુસ્લિમ નેતામાં પ્રદેશ મહાસચિવ ઇરશાદ સિદ્દીકી અને જાહિદ સિદ્દીકીએ કહ્યું, કે ભાજપ કયારેક “ભારત માતા કી જય” તો ક્યારેક “વંદે માતરમ” ના નામ પર ભારતના મુસ્લિમોને નિશાન બનાવે છે.

પોતાને રાષ્ટ્રવાદી ઘોષિત કરવા વાળા મુસલમાનો પાસે રાષ્ટ્રપતિ ભવનમાં પુરાવા માંગે છે. પણ એમણે દેશ ભક્તિ સાબિત કરવાની કોઈ જરૂરત નથી. જિલ્લા અધ્યક્ષ કરણ કુમાર પપ્પુએ કહ્યું, કે જે જવાન શહીદ થયા તે કોઈ ને કોઈ ખેડૂત પરિવારના દીકરા અને ભાઈ હતા. આ સંબંધે તેઓ અમારા પણ ભાઈ થાય છે. અમારા દ્વારા ભાઈના મૃત્યુ પર શ્રદ્ધાંજલિ આપવા માટે મુંડન સંસ્કાર કરવામાં આવ્યું છે.

કોઈ એ કરી પ્રશંસા તો કોઈ એ કહ્યું પોલિટિકલ સ્ટંટ : મુસ્લિમ નેતાઓએ હિંદુ રીતિ-રિવાજથી માથું મૂંડાવીને શ્રદ્ધાંજલિ આપી એની લોકોએ પ્રશંસા કરી છે, અને સેનાને સાચી શ્રદ્ધાંજલિ આપી એમ કહી એમની ભાવનાને સલામી આપી છે. તો ઘણા મુસ્લિમ સમુદાયના લોકો આ રીતને પોલિટિકલ સ્ટંટ જણાવી રહ્યા છે.

જો કોઈ મુસ્લિમ આવું કરે તો એ મુનાફિક : શરીયતમાં ક્યાંય એવું નથી કે કોઈના મૃત્યુ કે શહીદ થવા પર 9 માં દિવસે નખ-વાળ કાપીને માથું મૂંડવામાં આવે. જો કોઈ મુસ્લિમ આવું કરે છે, તો એને મુનાફિક (ન હિંદુ અને ન મુસ્લિમ) કહી શકાય છે.

ઇસ્લામમાં મરહૂમની આત્માની શાંતિ માટે કુરાન પાકની આયાતો વાંચવામાં આવે છે. અને એમના માટે દુઆ કરવામાં આવે છે. અથવા જો આર્થિક રીતે મજબૂત હોય તો મૃતક અથવા શહીદના નામથી અમુક રાશિ, ભોજન અથવા અન્ય કોઈ વસ્તુનું દાન કરવામાં આવે છે. મસ્જિદના મુફ્તી (ઇસ્લામી કાનૂનથી દંડાજ્ઞા કરનાર ધર્માચાર્ય), સૈફુલ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.