સૈફની મૂંછ સરખી કરવાથી યુઝર્સે કર્યું કરીનાને ટ્રોલ, બોલ્યા – ‘તે તો પૈસા…’

સોસીયલ મીડિયા ઉપર અવાર નવાર અનેક પ્રકારના સમાચારો આવતા રહે છે અને તેમાં સૌથી વધુ સમાચારો જો આવતા હોય તો તે છે બોલીવુડના, જેમાં કોઈના જન્મ દિવસ, કે કોઈની ડેટ, કોઈના છૂટાછેડા કોઈના લગ્ન જેવા અનેક પ્રકારના સમાચારો આવતા રહે છે. આવા જ એક સમાચાર આજે અમે તમારી સામે લઈને આવી રહ્યા છીએ. જે સમાચાર હાલમાં સોશિયલ મીડિયા ઉપર ઘણા ધૂમ મચાવી રહ્યા છે.

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન બોલીવુડનું સુખી કપલ માનવામાં આવે છે. સૈફ અલી ખાન અને કરીના કપૂરના લગ્નના ૮ વર્ષથી વધુ સમય થઇ ગયો છે. સૈફ અલી ખાન અને તેની પત્ની કરીના કપૂર ખાનનો રોમાંસ જોવા જેવો છે. પબ્લિક અપીયરેંસ અને એવોર્ડ ફંક્શનમાં પણ ઘણી વખત બન્નેનો પ્રેમ જોવા મળે છે.

હાલમાં જ કાંઈક એવું જ જોવા મળ્યું. સોશિયલ મીડિયા ઉપર સામે આવેલા ફોટામાં કરીના સૈફ અલી ખાનની મૂંછો ઠીક કરતી દેખાઇ રહી છે. આમ તો બન્નેનું આ વર્તન ઘણું ક્યુટ છે, પરંતુ ઘણા યુઝર્સને કરીનાનું આવું વર્તન પસંદ ન આવ્યું અને તેમણે તેને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું.

એક યુઝરે બન્નેના ફોટા ઉપર કમેન્ટ કરતા લખ્યું – શું મળ્યું દીપિકા અને રણવીરની નકલ કરીને. એક વ્યક્તિએ લખ્યું – કરીના તે સૈફ અલી ખાન સાથે પૈસા માટે લગ્ન કર્યા છે.

એક વ્યક્તિએ લખ્યું – તૈમુર ક્યાં છે. જવા દો આ પહેલી ઘટના નથી, જયારે કરીનાને ટ્રોલ કરવામાં આવી રહી છે. તે પહેલા પણ કરીના ઘણી વખત ટ્રોલ થઇ ચુકી છે.

થોડા વર્ષો ડેટ કર્યા પછી સૈફ અલી ખાન અને કરીનાએ ૧૬ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ લગ્ન કરી લીધા હતા. તેમાં પહેલા સૈફ અલી ખાને અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. પાછળથી બન્નેના છૂટાછેડા થઇ ગયા. સૈફ અલી ખાન અને અમૃતાને બે બાળકો છે, સારા અલી ખાન અને ઈબ્રાહીમ અલી ખાન.

આવું કોઈને પણ ટ્રોલ કરવું કેટલું યોગ્ય છે? તમારું મંતવ્ય જણાવો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.