સખત તડકામાં પણ તમારી કારનું કેબીન રહશે ઠંડુ, અપનાવો આ 5 ટિપ્સ

આ ગરમીમાં અને તમારી ગાડી માટે થોડા ઉકેલ લઈને આવ્યા છીએ કે કેવી રીતે તમારી ગાડીને ઠંડી રાખી શકો છો.

દરેક વીતેલા વર્ષ સાથે હવામાનનું પરિવર્તન થવું અને તાપમાનમાં સતત વધારો થવો વાસ્તવિક છે. આ વર્ષ પણ કોઈ અલગ નથી અને દેશના અમુક ભાગમાં અત્યારથી જ સૌથી વધુ તાપમાન નોંધાયેલું છે, જે બધાને મુશ્કેલીમાં મૂકી શકે છે.

જે લોકો ગાડીઓમાં જાય છે અને અસહ્ય ગરમીથી બચવા માટે પોતાની કારના AC નો ઉપયોગ કરે છે. તે લોકો પણ આજે AC ચલાવવા છતાંપણ કારની કેબીનની અંદર ઉત્પન થતી ગરમીથી ઘણા દુઃખી છે. આ ગરમીમાં અમે તમારી ગાડી માટે થોડા ઉકેલ લાવ્યા છીએ કે કેવી રીતે તમે તમારી ગાડીને ઠંડી રાખી શકો છો.

AC ફિલ્ટરને બદલો કે સાફ કરો :-

ગરમી દરમિયાન તમારી કારની કેબીનને ઠંડી રાખવાનો સૌથી સારો ઉપાય એયર કંડીશન સીસ્ટમનું સારી રીતે કામ કરવું છે. તેનો અર્થ છે કે સમય સમયે સારી જાળવણી અને સર્વિસ થતી રહેવી જોઈએ. તે દરમિયાન તમારા માટે સૌથી પહેલા ચેક કરવાની જરૂર એ છે કે એયર ફિલ્ટર યુનિટ ચેક કરવા.

ગંદા ફિલ્ટર માત્ર સારી ગુણવત્તા વાળી હવા જ ફેલાવશે નહિ, જેનો અર્થ છે કે તમે માત્ર ખરા હવાને શ્વાસમાં લો છો, પરંતુ તે ઇંધણ ક્ષમતાને પણ ઓછી કરે છે. એટલા માટે તે સૌથી જરૂરી છે કે તમે હંમેશા તમારી કારના AC ફિલ્ટરને સાફ રાખો.

જો AC ચલાવતી વખતે તમારી કારના માઈલેજ ઉપર અસર પડી રહી છે, તો તમારા ફિલ્ટર બદલવાની જરૂર પડશે. હવે તમારી કાર ઉપર કામ કરવું કેટલું સરળ અને અઘરું છે, જેના આધારે ફિલ્ટરને તમારા દ્વારા બદલી શકાય છે કે તમારે સર્વિસ સેન્ટર ઉપર પણ જવાની જરૂર રહેશે. શું તમારા વાહનનું AC ફિલ્ટરને બદલવાની જરૂર છે, તે જોવા માટે તમે હંમેશા પોતેજ સામાન્ય તપાસ કરો.

AC ને Low મોડમાં શરુ કરો :-

હવે તમે ધોમ ધખતા તાપમાં તમારી કારમાં જેવા જ બેસો છો, તો તમે AC ને ફૂલ મોડમાં કરી દો છો, જે ખોટું માનવામાં આવે છે. AC ની શરૂઆત લો સ્પીડ ઉપર કરવી જોઈએ જેથી સીસ્ટમને લાંબા સમય સુધી જાળવી રાખવામાં મદદ મળે છે અને તમારા શરીરને ધીમે ધીમે બદલાતા ઠંડા તાપમાન મુજબ અનુકુળ થવા માટે અનુકુલન સાધી શકાય. AC ને ફૂલ મોડ ઉપર ચલાવવાથી માત્ર સીસ્ટમ ઉપર દબાણ પડે છે અને ગરમી દરમિયાન તમારી ઇંધણ ક્ષમતાને ઓછી કરે છે.

એટલા માટે અમારી સલાહ છે કે તમે જેવું AC ચાલુ કરો એટલે તરત જ બારીઓ ખોલી દો અને લો મોડ ઉપર AC ઓન કરી દો, જેથી પહેલા કેબીનની અંદર રહેલી બધી ગરમ હવા બહાર નીકળી જાય.

રી-સર્ક્યુલેશન મોડનો ઉપયોગ કરો :-

કેબીન એક વખત જરૂરી ઠંડી થઇ ગયા પછું તમે રી-સર્ક્યુલેશન મોડને ચાલુ કરો છો તો તે મદદ કરશે. એ નક્કી છે છે એયર કંડીશનીંગ સીસ્ટમ બહારથી હવા નહિ લે અને ફરીથી તેને ઠંડી કરશે. તે ઉપરાંત તે કેબીનમાં હવાનો ફરીથી ઉપયોગ કરશે, જેના માટે બધું તાપમાન ઓછું રાખવા માટે સીસ્ટમ ઉપર ઓછા દબાણની જરૂર રહે છે.

AC ને કરો બંધ :-

થંબ નિયમના હિસાબે તે નક્કી કરવું જોઈએ કે એન્જીન બંધ કરતી વખતે AC બંધ કર્યું કે કે નહિ. આમ તો પંખો ચાલુ રાખી શકો છો, જે કેબીનમાં રહેલી સુકી હવાને બહાર કાઢે છે અને તેનાથી જમા થયેલી ફૂગને સાફ કરવામાં મદદ મળે છે. આ પ્રક્રિયા નક્કી કરે છે કે કેબીનની અંદર કોઈ બેક્ટેરિયા ન બને. ખાસ કરીને તે સ્થાન ઉપર જ્યાં પહોચવું મુશ્કેલ હોય. તે ઉપરાંત AC બંધ થયા પછી પંખા થોડી મીનીટો માટે ઠંડી હવા સર્કુલેટ કરે છે, જે વધુ માઈલેજમાં મદદ કરે છે.

કુલેંટને કરો ચેક :-

સમય સમયે ચેક અને પાર્ટ્સ બદલવા ન માત્ર મોટું રીપેરીંગ ખર્ચને ઓછું કરે છે પરંતુ AC યુનિટ ઉપર લોડ ઓછો કરવામાં પણ મદદ કરે છે. હંમેશા તે નક્કી કરે છે કે ગરમીની શરૂઆત પહેલા જ તમારી કાર અને AC યુનિટનું સર્વિસ કરાવો જેથી આવતા થોડા મહિનામાં AC અને કાર બન્ને હળવા ચાલે.

કારના કુલેંટલેવલ ઉપર પણ ચેક કરો અને જુવો કે સીસ્ટમમાં રેફ્રીજરેંટને બદલવાની જરૂર છે કે નહિ. યાદ રાખો પાણીની બોટલ કેબીનમાં રાખવાનું ન ભૂલો કેમ કે પાણી માત્ર પવા માટે જ નથી પણ જરૂર પડે તો વાહનને ટોપ અપ પણ કરી શકે છે. તે ઉપરાંત કારના બટમાં પણ થોડા કુલેંટ હંમેશા રાખો.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.