આ માણસને સલમાન ખાને કચડ્યો હતો કારથી, આજે આ હાલતમાં વિતાવી રહ્યો છે જીવન

આજે સલમાન ખાન ૫૩ વર્ષના થઇ ગયા છે. સલમાન ખાન બોલીવુડના એક એવા કલાકાર છે, જે કોઈપણ દિવસે કોઈ ને કોઈ કારણથી મીડિયાના સમાચારોમાં જળવાયેલા રહે છે. વિવાદ અને સલમાનનો સંતા કૂકડી જેવો સંબંધ છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ સલમાનને ગુસ્સો ઘણો જલ્દી આવે છે. તેવામાં તે પોતાના ગુસ્સાને કારણે જ મીડિયાના સમાચારોમાં રહે છે. તેનો ગુસ્સો વધુ સમય સુધી છુપાતો નથી. તેના ગુસ્સાનો ભોગ ઘણા ફેમસ બોલીવુડ સેલીબ્રિટીઝ પણ બની ચુક્યા છે. પરંતુ આજે અમે તમને સલમાન ખાનના પ્રસિદ્ધ હીટ એંડ રન કેસની એક વિકટીમ (પીડિત) વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

૨૦૦૨ માં થયો હતો હીટ એંડ રન કેસ :

સલમાનનું નામ તો આમ તો ઘણા વિવાદ સાથે જોડાયેલું છે, પરંતુ સૌથી વધુ તેને હીટ એંડ રન કેસ માટે ઓળખવામાં આવે છે. જણાવી દઈએ વર્ષ ૨૦૦૨ માં સલમાને ફૂટપાથ ઉપર સુઈ રહેલા થોડા લોકો ઉપર કાર ચડાવી દીધી હતી. જેમાંથી એકનું મૃત્યુ થઇ ગયું હતું અને ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. ત્યાર પછી સલમાન ખાન ઉપર હીટ એંડ રન કેસ ચાલ્યો. ઘણા લોકોએ કહ્યું કે સલમાન દારુ પી ને ગાડી ચલાવી રહ્યો હતો.

પરંતુ સલમાનના કહેવા મુજબ ન તો તેણે દારુ પીધો હતો અને ન તો તે ગાડી ચલાવી રહ્યો હતો. પરંતુ તે ચાર લોકોની ઉપર તે સમયે ગાડી ચડી હતી તે ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. આજની આ પોસ્ટમાં અમે તે ઘાયલ વ્યક્તિઓ માંથી એક વિષે વાત કરવા જઈ રહ્યા છીએ. આ વ્યક્તિનું નામ મોહમ્મદ કલીમ છે. અમે તમને જણાવીશું કે અકસ્માત પછી મોહમ્મદ કલીમના જીવનમાં કેવા પ્રકારનો ફેરફાર આવી ગયા છે.

જણાવી તે કાળી રાતની હકીકત :

મોહમ્મદ કલીમએ જણાવ્યું કે ૨૮ સપ્ટેમ્બરની રાત્રે તે અને તેના થોડા સાથીઓ ફૂટપાથ ઉપર સુઈ રહ્યા હતા. ત્યારે એક ઘણી ઝડપથી કાર આવી અને તેમને કચડીને નીકળી ગઈ. તેણે જણાવ્યું કે તેના સાથીનું તે સ્થળ ઉપર જ મૃત્યુ થઇ ગયું અને બીજા ઘણી ખરાબ રીતે ઈજાગ્રસ્ત થઇ ગયા. મોહમ્મદ કલીમના હાથ, પગ અને પીઠ ઉપર ઘણી ઊંડી ઈજા થઇ હતી ત્યાર પછી તેનો ઈલાજ કરાવવામાં આવ્યો તે મુંબઈ છોડીને હંમેશા માટે પોતાના ગામમાં આવી ગયો.

લાચાર જેવું જીવન જીવવા માટે છે મજબુર :

અકસ્માત પછી મોહમ્મદ કલીમ કોઈ કામ કરવાને લાયક નથી રહ્યો. તે લાચાર જેવું જીવન જીવવા માટે મજબુર થઇ ગયો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે આજે પણ તે પોતાના પગ ઉપર ઉભા રહેવામાં અસમર્થ છે. આ અકસ્માત પછી મોહમ્મદ કલીમને વળતર તરીકે રૂપિયા ૧.૫ લાખ મળ્યા હતા. પરંતુ તમે જ જણાવો શું કોઈના જીવની કિંમત માત્ર ૧.૫ લાખ રૂપિયા હોઈ શકે છે? શું ૧.૫ લાખ રૂપિયામાં વ્યક્તિ પોતાના એ દુ:ખને ભુલાવી શકે છે, જે તેને જીવનભર માટે મળ્યું છે? જણાવી દઈએ કે મોહમ્મદ કલીમના ઘરની હાલત આજે ઘણી ખરાબ છે. તેના ઘરમાં નાની નાની દીકરીઓ છે જેનું ભરણ પોષણ તેને કરવાનું છે. પરંતુ પૈસાની તંગી અને લાચારીને કારણે તે કાંઈ પણ કરી શકતા નથી.