ભારતીય નારી તને સલામ : પતિ પછી હવે દીકરાને પણ કરી દીધો દેશના નામે…બનાવ્યો આર્મીમાં ઓફિસર

દેશ ભક્તિની ભાવના દરેક દેશના નાગરિકમાં હોય છે. પણ આપણા ભારતના નાગરિકોની તો વાત જ કઈંક અલગ છે. આપણા ભારતીય લોકો માટે સૌથી પહેલા દેશ આવે છે. આપણા વીર જવાનો મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં હિમ્મતથી દુશ્મનોનો સામનો કરે છે. એટલે જ આપણે લગભગ દરેક યુદ્ધમાં વિજય મેળવ્યો છે. દેશ માટે કોઈ જવાન શહીદ થાય તો એમના પરિવાર વાળાને સૌથી વધારે દુઃખ થાય છે. અને સૌથી વધારે ગર્વ પણ એમને થતો હોય છે. એમના પરિવારની દુઆઓ એમને દુશ્મનો સામે લડવાની શક્તિ આપે છે.

આપણા દેશમાં આર્મીમાં ફરજ બજાવતા દરેક જવાનનો પરિવાર જાણે છે, કે એમનો દીકરો કે દીકરી એકવાર દેશની સેવા માટે ઘરમાંથી નીકળી ગયા તો જરૂરી નથી કે તે જીવિત પાછા આવે. કોઈ પણ સમયે તે વીરગતિ પામી શકે છે. છતાં પણ તેઓ પોતાના કાળજાના ટુકડાને દેશની સેવા કરવા માટે મોકલે છે. આપણે ત્યાં ઘણા બધા પરિવાર એવા છે, કે જેમાંથી કોઈ વ્યક્તિ શહીદ થયું હોય તો એના જ ઘરના બીજા વ્યક્તિ દેશની સેવામાં જોડાય છે. આજે અમે એવો જ એક કિસ્સો તમારી સામે લઈને આવ્યા છીએ. આવો તમને એના વિષે વિસ્તારથી જણાવીએ.

19 વર્ષ પહેલા સરહદ પર ભારતીય સેનાના બહાદુર જવાનોએ દુશ્મનોને હરાવીને કારગિલ પર વિજયની ગૌરવ ગાથા લખી. એમાં ઘણા વીર સપૂતોએ પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. આ શહીદોમાં એક BSF ના ડેપ્યુટી કમાન્ડેન્ટ અને રાષ્ટ્રપતિ દ્વારા ગૈલેંટ્રી એવોર્ડથી સમ્માનિત રહેલા કોટા રાજસ્થાનના સુભાષ શર્મા પણ શામેલ હતા.

કારગિલ યુદ્ધમાં દેશની રક્ષા કરતા જયારે સુભાષ શહીદ થયા, ત્યારે એમની પત્ની બબીતા શર્મા અને 9 મહિનાનો દીકરો ક્ષિતિજ એકલા પડી ગયા. એમના માટે આ એક દુર્ઘટનાથી ઓછું ન હતું. બાળકને તો હજી પિતાનો અર્થ પણ ખબર ન હતો. સામાન્ય રીતે એક દૂધ પીતા બાળક સાથે એકલી મહિલા જીવનના સંઘર્ષોમાં દમ તોડી છે.

પણ બબીતા શર્માની પ્રબળ ઈચ્છા શક્તિ અને સમર્પણની આગળ નિયતિ જ એમની માર્ગદર્શક અને સહાયક બની ગઈ. ત્યારથી લઈને આજ સુધી ઘણા વર્ષો વીતી ગયા, પણ બબીતાજીની આંખો સામે એમની પ્રતિબદ્ધતા (કમિટમેન્ટ) દરેક ક્ષણે જીવિત રહી છે.

પતિના શહીદ થવા પર લેવામાં આવેલું એમનું પ્રણ થોડા દિવસો પહેલા ત્યારે સાકાર થયું, જયારે એમનો 22 વર્ષનો દીકરો ક્ષિતિજ IMA દેહરાદૂનથી આર્મી ઓફિસર બન્યો. ક્ષિતિજ એ જ વાદીઓમાં દેશની રક્ષા માટે ગયો છે, જ્યાં ક્યારેક એમના વીર પિતાની બંદુકો ગરજતી હતી. બબીતા શર્માને એમના સમર્પણ અને આ દેશ માટે કરવામાં આવેલા બલિદાન માટે શત શત નમન છે. આવી વીરાંગનાઓ અને વીર માતાઓને દેશ સલામ કરે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.