સમયનો ખેલ… શ્રી મંતાયી રોફમાં ક્યારેય ગાડીઓમાં ફરવા વાળીની, ભીખ માંગતા થયું મૃત્યુ.

સમયની એવી બલિહારી… સાહેબી અંદાજમાં એક સમયે ગાડીઓમાં ફરવા વાળી ભીખ માંગવા લાગી ગઈ

પતિના મૃત્યુ પછી ઉદયપુરમાં આશરો આપનારા યુવાનના હાથે બરબાદ થઈ ગયેલી સ્ત્રીએ રોડ ઉપર ભીખ માંગતા શ્વાસ છોડી દીધો. એક સમયે મોંઘી ગાડીઓમાં ફરીને સાહેબ જેવું જીવન જીવવા વાળી આ મહિલા એ ગુરુવારે અહિયાં નિરાશ્રિત ગૃહમાં જીવન પસાર કરી રહેલી નવ વર્ષની દીકરીએ મુખાગ્નિ આપી.

તે શમશાનમાં શબને જોઈને જ બેબાકળી થઇ ગઈ. પાલનપુર ગુજરાત માંથી મૃતકની બહેન અને ભાણેજ પણ અહીં આવી પહોંચ્યા. તેમણે મહિલાની દુઃખ ભરી વાટ સાંભળી તો બધાની આંખો આંસુથી ભરાઈ આવી.

મંડાર આબુરોડ (સિરોહી) નિવાસી ગુલાબ કંવર ઉર્ફ આસમા ખાં ત્રણ દિવસ પહેલા સુખાડીયા સર્કલ ઉપર ઈજાગ્રસ્ત અવસ્થામાં મળ્યો હતો. હોસ્પિટલ લાવવાથી જીવ છોડી દીધો. ગુરુવારે પોલીસને આવશ્યક કાર્યવાહી પછી શબને અંતિમ સંસ્કાર માટે મહારાણા પ્રતાપ સેનાને સોંપી દીધો.

સેનાના મોહનસિંહ, માનવ સેવા સમિતિ સમિતિના અજીત બમ્બ, પ્રેમશંકર, લલિત ધારુ શબને આશોક નગર, શમશાનઘટ લઇ ગયા. હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ રાણાવત અને વિજયલક્ષ્મી મૃતકની નવ વર્ષની દીકરીને લઇને ત્યાં આવી પહોંચ્યા. સીડબલ્યુસી પ્રમુખ ડૉ. પ્ર્રીતિ જૈન અને સભ્ય બીકે ગુપ્તા એ દીકરીને માં ના અંતિમ દર્શન કરવા મુખાગ્નિ અપાવી.

દુઃખ ભરી વાત સાંભળી સરી પડ્યા આંસુ :-

મૃતકની મોટી બહેન ગીતા બેન અને સુરતથી ભાણેજ કૃષ્ણપાલ સિંહ ઉદયપુર પહોચ્યા. ગીતા બેનએ સીડબ્લ્યુસીએ જણાવ્યું હતું કે મંડાર નિવાસી ગુલાબ કંવરના લગ્ન 25 વર્ષ પહેલાં અબુરોડમાં એક સમૃદ્ધ કુટુંબમાં થયા હતા. તેની પાસે કરોડોની સંપત્તિ હતી. લગ્ન પછી તેને બે દિકરીઓ થઈ. મોટી દીકરી 21 અને નાની 9 વર્ષની છે. 7 વર્ષ પહેલાં પતિના મૃત્યુ પછી તે મોટી દીકરીને ભણાવવા માટે જયપુર લઇ હતી.

આ કુટુંબ ઉદયપુર ફરવા આવ્યું હતું, જ્યાં શાખર નામના એક છોકરા સાથે ઓળખાણ થઇ ગઈ. તેણે સંપત્તિ હડપવા માટે ગુલાબ કંવર સાથે નિકાહ કરી લીધું અને પછી તેને નશાનો બંધાણી બનાવી દીધો. તે દરમિયાન તેણે મોટી પુત્રીના ઉદયપુરમાં જ કોઈ મુસ્લિમ યુવાન સાથે નિકાહ કરાવી દીધું. થોડા સમય પછી જ્યારે ગુલાબ કંવર બીમાર થઇ, તો શાખીરએ તેની બધી સંપત્તિ હડપ કરીને તેને પુત્રી સહિત ઘર માંથી કાઢી મૂકી.

નશાની બંધાણી બની ચુકેલી ગુલાબ કંવર હોસ્પિટલ વિસ્તારમાં ભીખ માંગીને ખાવા લાગી. પછી ખબર પડવાથી સીડબ્લ્યુસીએ બાળકીને મીરા નિરાશ્રિત ગૃહમાં રખાવીને તેને શાળામાં પ્રવેશ કરવામાં આવ્યો અને માતાને હોસ્પિટલમાં ભરતી કરાવી, પરંતુ તે રસ્તાઓ ઉપર ફરીને ભીખ માંગીને ગુજરાન ચલાવવા લાગી છે.

બાળકીના સંપૂર્ણ હિતમાં અને તેના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કાયદેસર રીતે. જે હક હશે તેના માટે બાળ કલ્યાણ સમિતિ, જિલ્લા કલેક્ટર અને અધ્યક્ષ બાળ સંરક્ષણ વિભાગને ભલામણ કરશે.

ડૉ. પ્ર્રીતિ જૈન, અધ્યક્ષ, બાળ કલ્યાણ સમિતિ અધ્યક્ષ