સમુદ્ર મંથન માંથી નીકળ્યા હતા આ 14 રત્નો, જાણો આ રત્નો પાછળ છુપાયેલા અર્થ.

ધર્મ ગ્રંથો મુજબ, એક વખત મહર્ષિ દેર્વાસાના શ્રાપને કારણે સ્વર્ગ શ્રીહીન (એશ્વર્ય, ધન, વૈભવ વગેરે) થઇ ગયું. ત્યારે દેવતા ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુ એ તેને અસુરો સાથે મળીને સમુદ્ર મંથન કરવાનો ઉપાય જણાવ્યો અને એ પણ જણાવ્યું કે સમુદ્ર મંથનને અમૃત કાઢવું, જેણે ગ્રહણ કરી તમે અમર થઇ જશો.

આ વાત જયારે દેવતાઓ એ અસુરોના રાજા બલીને જણાવી તો તે પણ સમુદ્ર મંથન માટે તૈયાર થઇ ગયો. વાસુકી નાગના દોરડુ બનાવવામાં આવેલ અને મંદરાચલ પર્વતની મદદથી સમુદ્રને વાલોવામાં આવ્યો. સમુદ્ર મંથન થી ઉચ્ચેશ્વવા ઘોડા, એરાવત હાથી, લક્ષ્મી, ભગવાન ધન્વન્તરી સહીત ૧૪ હીરા નીકળ્યા.

કાલકૂટ વિષ :-

સમુદ્ર મંથન માંથી સૌથી પહેલા કાલકૂટ વિશ નીકળ્યું, જેને ભગવાન શિવ એ ગ્રહણ કરી લીધું. તેનો અર્થ છે કે અમૃત (પરમાત્મા) દરેક માણસના મનમાં રહેલું છે. જો આપણે અમૃતની ઈચ્છા છે. તો સૌથી પહેલા આપણે મનમાં મથવું પડશે. જયારે આપણે આપણા મનમાં મથીશું તો સૌથી પહેલા ખરાબ વિચાર જ બહાર નીકળશે. તે ખરાબ વિચાર વિષ છે. આપણે આ ખરાબ વિચારોને પરમાત્માને સમર્પણ કરી દેવા જોઈએ અને તેનાથી મુક્ત થઇ જવું જોઈએ.

કામઘેનુ :-

સમુદ્ર મંથનમાં બીજો નંબર નીકળી કામઘેનું. તે અગ્નિહોત્ર (યજ્ઞ) ની વસ્તુ ઉત્પન્ન કરવા વાળી હતી. એટલે બ્રહ્મવાદી ઋષીઓ એ તેને ગ્રહણ કરી લીધું. કામઘેનું પ્રતિક છે મનની નિર્મળતાનું. કેમ કે વિષ નીકળી ગયા પછી મન નિર્મલ થઇ જાય છે. એવી સ્થિતિ માં ઈશ્વર સુધી પહોચવા વધુ સરળ થઇ જાય છે.

ઉચ્ચેશ્વવા ઘોડો :-

સમુદ્ર મંથન દરમિયાન ત્રીજા નંબર ઉપર ઉચ્ચેશ્રવા ઘોડો નીકળ્યો. તેને અસુરોના રાજા બલીએ પોતાની પાસે રાખી લીધો. લાઇફ મેનેજમેન્ટની દ્રષ્ટિ એ જોવામાં આવે તો ઉચ્ચેશ્વતા ઘોડો મનની ગતીનું પ્રતિક છે. મનની ગતી જ સૌથી વધુ માનવામાં આવે છે. જો તમને અમૃત (પરમાત્મા) જોઈએ તો મનની ગતી ઉપર આરામ લગાવવો પડશે. ત્યારે પરમાત્મા સાથે મિલન શક્ય છે.

એરાવત હાથી :-

સમુદ્ર મંથનમાં ચોથો નંબર ઉપર એરાવત હાથી નીકળ્યો, તેને ચાર મોટા મોટા દાંત હતા. તેની ચમક કૈલાશ પર્વતથી પણ વધુ હતી. એરાવત હાથીને દેવરાજ ઇન્દ્ર એ રાખી લીધો. બુદ્ધી દ્વારા જ આપણે આ વિકારો ઉપર કાબુ રાખી શકીએ છીએ.

કૌસ્તુભ મણી :-

સમુદ્ર મંથનમાં પાંચમાં નબર ઉપર નીકળી કૌસ્તુભ મણી, જેને ભગવાન વિષ્ણુ એ પોતાનું હ્રદય ધારણ કરી લીધું. કૌસ્તુભ મણી પ્રતિક છે ભક્તિનું. જયારે આપણા મન માંથી બધા વિકાર નીકળી જશે, ત્યારે ભક્તિ જ શેષ રહી જશે. આ ભક્તિ જ ભગવાન ગ્રહણ કરશે.

કલ્પવૃક્ષ :-

સમુદ્ર મંથનમાં છઠ્ઠા નંબરમાં નીકળે છે ઈચ્છા પૂરી કરવા વાળું કલ્પવૃક્ષ, તેને દેવતાઓ એ સ્ર્વગમાં સ્થાપિત કરી દીધું. કલ્પવૃક્ષ પ્રતિક છે તમારી ઇચ્છાઓનું. કલ્પવૃક્ષ સાથે જોડાયેલી લાઈફ મેનેજમેન્ટ સૂત્ર છે કે જો તમે તમારું અમૃત (પરમાત્મા) પ્રાપ્તિ માટે પ્રયાસ કરી રહ્યા છો, તો તમારી તમામ ઇચ્છાઓનો ત્યાગ કરી દે. મનમાં ઇચ્છાઓ હશે તો પરમાત્માની પ્રાપ્તિ શક્ય નથી.

રંભા અપ્સરા :-

સમુદ્ર મંથનમાં સાતમાં નંબરમાં રંભા નામની અપ્સરા નીકળી. તે સુંદર વસ્ત્રો અને ઘરેણા પહેરેલી હતી. તેની ચાલ મન ને લલચાવવા વાળી હતી. એ પણ દેવતાઓ પાસે જતી રહી. અપ્સરા પ્રતિક છે મનમાં છુપાયેલી વાસનાનું. જયારે તમે કોઈ વિશેષ ઉદેશ્યમાં લાગેલા હો છો, તો વાસના તમના મનને વિચલિત કરવાનો પ્રયાસ કરે છે. તે સ્થિતિમાં મન ઉપર નિયંત્રણ હોવું ઘણું જરૂરી છે.

દેવી લક્ષ્મી :-

સમુદ્ર મંથનમાં આઠમાં નંબર ઉપર નીકળે છે દેવી લક્ષ્મી. ઋષિ અગેરે બધા ઇચ્છતા હતા કે લક્ષ્મી તેને મળી જાય. પણ લક્ષ્મીને ભગવાન વિષ્ણુનું વરણ કરી લીધું. લાઈફ મેનેજમેન્ટની દ્રષ્ટિ એ લક્ષ્મી પ્રતિક છે ધન. વૈભવ, એશ્વર્ય અને બીજા સાંસારિક સુખનું. જયારે આપણે અમૃત (પરમાત્મા) પ્રાપ્ત કરવા માંગીએ છીએ, તો સાંસારિક સુખ પણ આપણે ને તેની તરફ ખેંચે છે, પરંતુ આપણે તેની તરફ ધ્યાન ન આપીને માત્ર ઈશ્વર ભક્તિમાં જ ધ્યાન લગાવવું જોઈએ.

વારુણી દેવી :-

સમુદ્ર મંથનમાં નવમાં નંબરમાં નીકળી વારુણી દેવી, ભગવાનની મંજુરીથી તેને દેત્યો એ લઇ લીધી. વારુણીનો અર્થ છે મદિરા એટલે નશો. એ પણ એક બુરાઈ છે. નશો કેવો પણ હોય તે શરીર અને સમાજ માટે ખરાબ જ હોય છે. પરમાત્માને મેળવવા માટે સૌથી પહેલા નશો છોડવો પડશે ત્યારે પરમાત્મા સાથે સાક્ષાત્કાર શક્ય છે.

ચંદ્રમા :-

સમુદ્ર મંથનમાં દસમાં નંબરમાં નીકળે છે ચંદ્રમા. ચંદ્રમાને ભગવાન શિવ એ પોતાના મસ્તક ઉપર ધારણ કરી લીધી. ચંદ્રમા પ્રતિક છે શીતળતાનું. જયારે તમારૂ મન માં ખરાબ વિચાર, લાલચ, વાસના, નશો વગેરે થી મુક્ત થઇ જશે. તે સમયે તે ચંદ્રમા ની જેમ શીતળ થઇ જશે. પરમાત્મા ને મેળવવા માટે એવું જ મન જોઈએ. એવા મન વાળા ભક્તો ને જ અમૃત (પરમાત્મા) પ્રાપ્ત થાય છે.

પારિજાત વૃક્ષ :-

ત્યાર પછી સમુદ્ર મંથન માંથી પારિજાત વૃક્ષ નીકળ્યું. આ વૃક્ષ ની વિશેષતા હતી કે તેને સ્પર્શવાથી થાક મટી જાય છે. તે પણ દેવતાઓના ભાગમાં ગયું. લાઈફ મેનેજમેન્ટની દ્રષ્ટિ એ જોવામાં આવે તો સમુદ્ર મંથનથી પારીજાત વૃક્ષના નીકળવાનો અર્થ સફળતા પ્રાપ્ત થતા પહેલા મળતી શક્તિ છે. જયારે તમે (અમૃત) પરમાત્માની એટલા નજીક પહોચી જાવ છો તો તમારો થાક સ્વયં જ દુર થઇ જાય છે અને મનમાં શાંતિનો અહેસાસ થાય છે.

પાંચજન્ય શંખ :-

સમુદ્ર મંથનમાં બારમાં નંબરમાં પાંચજન્ય શંખ નીકળ્યો. તેને ભગવાન વિષ્ણુ એ લઇ લીધો. શંખને વિજયનું પ્રતિક માનવામાં આવે છે સાથે જ તેનો અવાજ પણ શુભ માનવામાં આવે છે. જયારે તમે અમૃત (પરમાત્મા) થી એક ડગલું દુર રહો છો તો મન નું ખાલીપણું ઈશ્વરીય નાદ એટલે સ્વર થી ભરાઈ જાય છે. એ સ્થિતિ માં તમને ઈશ્વર નો સક્સાત્કાર થાય છે.

ભગવાન ધન્વન્તરી એટલે અમૃત કળશ :-

સમુદ્ર મંથનમાં સૌથી છેલ્લે ભગવાન ધન્વન્તરી પોતાના હાથમાં અમૃત કળશ લઇને નીકળ્યા. ભગવાન ધન્વન્તરી પ્રિતક છે નીરોગી આરોગ્ય અને નિર્મલ મનનું. જયારે તમારું આરોગ્ય અને મન નિર્મલ હશે ત્યારે તેની અંદર તમને પરમાત્મા ની પ્રાપ્તિ થશે. સમુદ્ર મંથનમાં ૧૪ માં નંબર એ અમૃત નીકળ્યું.

શું શીખ્યા :-

સમુદ્ર મંથન માં જો લાઈફ મેનેજમેન્ટ ની દ્રષ્ટિ એ જોવામાં આવે તો આપણે મેળવીશું કે સીધે સીધું કોઈ ને અમૃત (પરમાત્મા) નથી મળતું. તેના માટે પહેલા મનના વિકારોને દુર કરવા પડે છે અને પોતાની ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ કરવું પડે છે. સમુદ્ર મંથન માં ૧૪ નંબર ઉપર અમૃત નીકળ્યું હતું. આ ૧૪ અંકનો અર્થ છે કે તે પાંચ કામેન્દ્રિયો, પાંચ જનેન્દ્રીયો અને બીજી ૪ છે. મન, બુદ્ધી, ચિત્ત અને અહંકાર. આ બધા ઉપર નિયંત્રણ કર્યા પછી પરમાત્મા પ્રાપ્ત થાય છે.