જોક્સ :- સંતા પાકિસ્તાનમાં બોમ્બ મુકતા પકડાઈ ગયો,પાકિસ્તાન સરકારે એને પૂછ્યું, તે આવું શા માટે કર્યુ?

જીવન જો મજામાં પસાર થાય છે, તો હસતા રમતા રહેવું જોઈએ. મોટા મોટા વીર પુરુષોએ પણ કહ્યું છે કે જે વ્યક્તિ પોતાના જીવનનો એક પણ દિવસ હસ્યા વગર પસાર કરે છે. તે પોતાના જીવનનો એક દિવસ નકામો કરી દે છે. જીવવું છે તો હસીને જીવો, જીવનમાં એક પળ પણ રડવું નહિ. હસના હી તો હે જિંદગી, રો રો કે જીવન યે ખોનાના. જાણીતા ફિલ્મોના ગીતકાર આનંદ બક્ષીની આ પંક્તિઓ ખરેખર જીવનની સાર્થકતા દર્શાવે છે. વાત તો સાચી છે. હાસ્યના ફુવારાથી જ તનાવ દુર થાય છે, જીવન સારું બને છે.

વિદ્વાનોના જણાવ્યા મુજબ હાસ્ય અનમોલ છે. હાસ્ય દુ:ખમાં આપણેને ઉર્જા પૂરી પાડે છે, જે આઘાત ભરેલા જીવનને સામાન્ય બનાવી દે છે. જીવનનો આનંદ ઉઠાવવો પણ એક કળા છે. ઘણા લોકો પોતાનું આખું જીવન માત્ર તનાવ અને દુ:ખી થઈને પસાર કરી દે છે. જો જીવન પસાર કરવું છે. તો આનંદથી પસાર કરવું જોઈએ. હસતા રહેશો તો જીવન આમ પણ આંનંદમય બની જશે. તમારા માટે લાવ્યા છીએ એવા જ જોરદાર જોક્સ જે વાંચીને તમારું હસવાનું નહિ અટકે.

આ ટુચકા હમણા સોસીયલ મીડિયામાં ખાસ્સા ટ્રેડીંગમાં છે. અમને વિશ્વાસ છે કે આ મજેદાર ટુચકાઓ વાંચીને તમારો આખા દીવસનો થાક ઉતારી જશે.

1.  ગામડાની એક મહિલા ટ્રેનમાં પોતાના બાળકનો લંગોટ બદલી રહી હતી.

આ જોઇને એક શેહરી મહિલા બોલી…

શેહરી મહિલા : huggies નથી કે શું?

ગામડાની મહિલા : નહી દીદી, ફક્ત ‘મુતીસ’ છે.

2.  પાણીને દારૂ બનાવી દઈએ.

દારૂને પેગ બનાવી દઈએ.

અમે પીતા નથી.

નહી તો પાકિસ્તાનને બીયર બાર અને

ઇમરાનને પાણી બનાવી દઈએ.

3.  એક મુસાફર ટ્રેનથી ઉતાર્યો, તેને પપ્પુને પૂછ્યું…

“આ કયું સ્ટેશન છે?”

પપ્પુ હસ્યો, અને જોર જોરથી ખુબ હસ્યો,

અને બહુ મહેનતથી પોતાને કાબુ કરી બોલ્યો.

પાગલ આ ‘રેલવેસ્ટેશન’ છે.

4.  કોઈને ખબર છે, ભૂલ ઉપર નાખવાનો પડદો ક્યાં મળે છે?

અને કેટલા મીટર લેવો પડે? ફક્ત પૂછો એકવાર.

5.  પપ્પુ : બેટા બે પથારી કેમ પાથરી?

પુત્ર : ઘરે બે મહેમાન આવાના છે.

પપ્પુ : કોણ કોણ?

પુત્ર : મમ્મીના ભાઈ અને મારા મામા

પપ્પુ : તો પછી એક વધારે પાથર

મારો સાળો પણ આવી રહ્યો છે.

6. એક માણસ વકીલ બની ગયો.

એને પહેલો કેસ મળ્યો.

ગુનેગાર (વકીલને) : કોશિશ કરજે ઉમ્રકેદ થાય, ફાંસી ના થાય.

વકીલ : તું ચિંતા ના કર, હું છુ ને.

ચુકાદા પછી કોર્ટની બહાર

પત્રકાર શું થયું?

વકીલ : બહુ મહેનતથી ઉમર કેદ થઇ છે, ને

જજ તો નિર્દોષ છોડી મુકતો હતો.

7. એક છોકરી પાણી પૂરી ખાઈ રહી હતી.

15-20 પાણી પૂરી ખાધા પછી તેણે એના બોય ફ્રેન્ડને પૂછ્યું…

છોકરી : ડાર્લિંગ, 10 વધારે ખાઈ લઉં?

છોકરો(ગુસ્સામાં) : નાગણ, ખાઈ લે…

છોકરીએ જોરદાર તમાચો માર્યો અને કહ્યું…

છોકરી : નાગણ કોને કહ્યું?

છોકરો : શું કામ મારી રહી છો? મેં કીધું, “ના ગણ, ખાઈ લે”

8.  છોકરો : લગ્ન કરી લે મારી સાથે.

છોકરી : કેમ?

છોકરો : મારા પપ્પા ગામના સૌથી મોટા માણસ છે.

લગ્ન પછી ખબર છોકરીને ખબર પડી કે છોકરાનો બાપ 105 વર્ષનો છે.

9. સંતા : બેટા તારી પરિક્ષા કેવી રહી?

પપ્પુ : એ લોકોએ એવા સવાલ પૂછ્યા કે મને ખબર જ ના હતા.

સંતા : તો…

પપ્પુ : તો મેં પણ એવા જવાબ લખ્યા કે જે એમને નહિ ખબર હોય.

10.  એક ગામમાં સિંહ ઘુસી ગયો.

ખબર છે પછી શું થયું?

જે કામ સરકાર વર્ષોથી નોહતી કરી શકી એ કામ એક સિંહે ત્રણ દિવસમાં કરી દીધું.

ગામ વાળાની ખુલ્લામાં સંડાસ જવાની આદત બદલી નાખી.

આને કેહેવાય “સ્વચ્છ ભારત અભિયાન”

11.  ઉત્તર પ્રદેશના વિધાર્થી કન્ફ્યુજ…

આ વર્ષે ધોરણ 12 ની પરિક્ષા આપવા વાળાને ચિંતા થાય છે.

ખબર નહિ આ વખતે લેપટોપ મળશે કે ભાગવત ગીતા.

12. સંતા અને બંતા એક વાર અંગ્રેજીમાં કોઈ ફોર્મ ભરી રહ્યા હતા.

એમાં એક પ્રશ્ન હતો, “જોડીએક સાઇન”

બંતાને એનો મતલબ ખબર ના હતી, તે એણે બંતાના ફોર્મમાં જોયું.

સંતાએ લખ્યું હતું : કૈન્સર

હવે બંતા શું કરે, એણે પણ લખી નાખ્યું “લુજ મોસન”

13. જોક્સ :- સંતા પાકિસ્તાનમાં બોમ્બ મુકતા પકડાઈ ગયો,

પાકિસ્તાન સરકારે એને પૂછ્યું, તે આવું શા માટે કર્યુ?

સંતને એ સમયે કઈ સુજ્યું નહિ, તો એણે

ઉતાવળમાં કહી નાખ્યું…

સંતા : મેં અહી પાકિસ્તાનમાં બોમ્બ ચડાવાની બાધા(માનતા) રાખી હતી.

પછી શું? પાકિસ્તાની સરકાર બેહોસ…