આ અઠવાડિયે આ 8 રાશિઓ પર વરસશે ભગવાન શિવની અપાર કૃપા, વાંચો સાપ્તાહિક રાશિફળ

મેષ રાશિ :

આ અઠવાડિયે તમે નકારાત્મક વિચારોને મનમાં ઉઠવા દેતા નહિ. ધર્મ-કર્મના કામમાં રુચિ લેવાથી ફાયદો થશે. જે લોકો સામાજિક સંગઠન સાથે જોડાયેલા છે, તેમણે સમાજમાં દરેક સાથે વ્યવહાર બનાવીને રાખવો જોઈએ. અધિકારીઓ અને વડીલ સાથે તાલમેલ બનાવી રાખો. ભાઈ-બહેનોની પણ મદદ મળશે. કાર્યક્ષેત્રમાં તમારા દરેક અટકેલા કામ પુરા થશે. પોતાના વ્યવસાય પર ધ્યાન આપો.

પ્રેમના વિષયમાં : આ અઠવાડિયે તમારો પ્રેમ તમારાથી દૂર જઈ શકે છે. લગ્ન સુખનો અભાવ રહેશે.

કરિયરના વિષયમાં : આર્થિક સ્થિતિ મજબૂત થશે. ઘન સાથે જોડાયેલ બાબતોમાં ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે.

સ્વાસ્થ્યના વિષયમાં : શારીરિક અને માનસિક રૂપથી તમે પોતાને તાજગીથી ભરપૂર અને પ્રસન્ન અનુભવશો.

વૃષભ રાશિ :

આ અઠવાડિયે પૈસાની લેવડદેવડ ના કરો. પોતાના કરતા વધારે અનુભવી અને વિશ્વાસપાત્ર વ્યક્તિની સલાહ લેવામાં સમજદારી છે. જે લોકો પ્રાઇવેટ નોકરી કરે છે, તેમને બોસ તરફથી પ્રશંસા મળી શકે છે. સાથે જ નોકરીમાં પ્રમોશનની શક્યતા પણ છે. કાર્યક્ષેત્રમાં તમારા કામને જોઈને ઉચ્ચ અધિકારી વર્ગના લોકો પ્રસન્ન થઈ શકે છે. આ અઠવાડિયે વાણી પર સંયમ રાખો અને વિવાદથી દૂર રહો.

પ્રેમના વિષયમાં : પ્રેમ સંબંધ મજબૂત થશે. તમે પોતાના પતિ અથવા પત્ની સાથે પ્રેમ ભરેલી ક્ષણોનો આનંદ લઈ શકો છો.

કરિયરના વિષયમાં : આ અઠવાડિયે બેરોજગારને નોકરીના સારા અવસર મળશે.

સ્વાસ્થ્યના વિષયમાં : આ અઠવાડિયું આરોગ્યની દ્રષ્ટિએ સારું રહેશે. કોઈ નાની-મોટી સમસ્યા દેખાઈ રહી નથી.

મિથુન રાશિ :

આ અઠવાડિયે તમારા સારા કામકાજને કારણે તમારી પ્રશંસા થઈ શકે છે. સમસ્યાને અજાણી ના કરો અને વસ્તુઓને હાથમાંથી નીકળવા ના દો. જે લોકો સંગીત અને ગીતના ક્ષેત્ર સાથે જોડાયેલા છે, તેમને કોઈ મોટી પ્રસિદ્ધિ મળી શકે છે. જે લોકો કોઈ કાયદાકીય વિવાદમાં ફસાયેલા છે, તેમણે વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. અન્ય લોકો તમારી પાસેથી શીખવા માંગશે અને કાર્યસ્થળ પર તમારી આસપાસ રહેશે.

પ્રેમના વિષયમાં : જો જીવનસાથી સાથે કોઈ પ્રકારની તકરાર થાય છે, તો તમે તેમને પ્રેમથી મનાવજો.

કરિયરના વિષયમાં : નોકરિયાત લોકો માટે વ્યવસાયિક સફળતા અને પ્રમોશનની ભવિષ્યવાણી કરવામાં આવે છે.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્ય નરમ રહેશે અને સુસ્તી રહેશે. ધ્યાન અને યોગ કરવા લાભદાયક રહેશે.

કર્ક રાશિ :

આ અઠવાડિયે તમારા મન પર છવાયેલા ચિંતાના વાદળ હટવાથી તમારા ઉત્સાહમાં વધારો થશે. તમે કોઈ મોટી કંપની સાથે કરાર કરી શકો છો. તમને સફળતા મળશે. પોતાના ઉત્સાહ અને આત્મબળથી મુશ્કેલ કામ પણ પુરા કરી શકશો. આધ્યાત્મિકતા તરફ વધારે રુચિ રહેશે. આ અઠવાડિયે તમે પોતાને એક લીડરની સ્થિતિમાં જોઈ શકો છો, જ્યાં તમારે આખી ટીમને સંભાળવી પડશે.

પ્રેમના વિષયમાં : પોતાના પ્રિયતમ સમક્ષ પ્રેમ વ્યક્ત કરવા માટે સમય યોગ્ય છે.

કરિયરના વિષયમાં : પોતાની દરેક ક્ષમતાઓને નિખારીને બીજા કરતા ઉત્તમ બનવા પ્રયત્ન કરો.

સ્વાસ્થ્યના વિષયમાં : આવનારા દિવસોમાં પોતાના શરીરને નિરોગી અને તંદુરસ્ત રાખવાને પ્રાથમિકતા આપો.

સિંહ રાશિ :

તમારા માંગલિક કાર્યો પુરા થશે. પરિશ્રમમાં વધારો રહેશે. જે લોકો કોર્ટ કચેરીના કામ સાથે જોડાયેલા છે, તેમના કામ સારી રીતે પુરા થશે. તમને તમારા કામમાં પૂર્ણ રૂપથી સફળતા પ્રાપ્ત થશે. જો તમે કાર્યાલયમાં પોતાના વ્યવહાર અને પ્રકૃતિને નિયંત્રિત રાખો છો, તો તમે આગળ વધી શકો છો. પારિવારિક વાતાવરણ સારું થઈ શકે છે. વધારે શ્રમ કરવા છતાં પણ ફળની પ્રાપ્તિ ઓછી થશે.

પ્રેમના વિષયમાં : ભાવનાપ્રધાન યાદો તમારા પર છવાયેલી રહેશે. તમને સાચા પ્રેમનો અનુભવ થશે.

કરિયરના વિષયમાં : આ અઠવાડિયે તમને પોતાના કાર્યક્ષેત્રમાં અપાર વિજય પ્રાપ્ત થવાની સંભાવના છે.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારી સ્થિતિ ખરાબ રહેશે. રોગપ્રતિકારક શક્તિથી તમે પરેશાન રહેશો.

કન્યા રાશિ :

કોઈ પણ અજાણી વ્યક્તિ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો તમારા માટે યોગ્ય નથી. દરેક કામ સરળતાપૂર્વક સંપન્ન થતા દેખાશે. ઓફિસમાં તમારો પ્રભાવ વધતો દેખાશે. અનાથાશ્રમમાં બાળકોને કંઈક ભેટ આપો, બધા કામ સારી રીતે પુરા થશે. સારી વાત એ છે કે, આ અઠવાડિયે તમારી રાશિમાં ધન લાભના યોગ બનેલા છે. જીવનમાં આનંદની માત્રા વધી જશે.

પ્રેમના વિષયમાં : પરિણીત જીવનમાં આનંદ અને સહયોગ પ્રાપ્ત કરશો.

કરિયરના વિષયમાં : કાર્યક્ષેત્રમાં બીજા પર વિશ્વાસ ના કરો. કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્ય સંબંધી કોઈ ચિંતાની વાત નથી. તમે પોતાને ઉર્જા અને નવા આશાવાદથી ભરપૂર અનુભવશો.

તુલા રાશિ :

આ અઠવાડિયે કોઈ એવા વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે જે તમારી ભવિષ્યની યોજનાઓ માટે લાભદાયક સાબિત થશે અને તમારા અટકેલા કામમાં ગતિ લાવવામાં મદદરૂપ સાબિત થશે. પૈસા સાથે જોડાયેલી લેવડદેવડ કરવાથી તમારે બચવું પડશે. કોઈને સમજ્યા વિચાર્યા વગર પૈસા ઉધાર આપવાથી બચો. મિત્રોની મદદ મળશે. મનમાં જે દુવિધા છે તેનું નિરાકરણ મળી જશે.

પ્રેમના વિષયમાં : આ અઠવાડિયે તમે જીવનસાથી સાથે તાલમેલ બનાવવા પ્રયત્ન કરશો.

કરિયરના વિષયમાં : વ્યર્થ વસ્તુઓ પર અચાનક ખર્ચના સંકેત છે. તમારે કાર્યસ્થળ પર વધારે જવાબદારી ગ્રહણ કરવી પડશે.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્યને લઈને સ્થિતિ ઉતારચઢાવ ભરેલી હોઈ શકે છે.

વૃશ્ચિક રાશિ :

આ અઠવાડિયે સમયનો સદુપયોગ કરો. સમય બરબાદ કરવો જરા પણ યોગ્ય નથી. લોકો વચ્ચે તમારી લોકપ્રિયતા વધશે. નાના સ્તર પર વ્યાપાર કરવાવાળાને સારો લાભ થઈ શકે છે. તમે સર્જનાત્મક અને કલાત્મક પ્રવૃતિઓમાં કાર્યરત રહેશો. આ અઠવાડિયે પોતાના કામો પ્રત્યે સચેત રહો. બેદરકારી જરાપણ ઉચિત નથી. ધન સંબંધી વિષયોમાં સરળતા રહેશે.

પ્રેમના વિષયમાં : પોતાના પ્રેમ સાથે સારો સમય પસાર કરશો, જે તમારા હૃદયને શાંતિ આપશે.

કરિયરના વિષયમાં : કારોબાર સારો ચાલશે અને ધન લાભ રહેશે. સખત પરિશ્રમથી દરેક કામ સમય પર પુરા થશે.

સ્વાસ્થ્યના વિષયમાં : તમને સારા સ્વાસ્થ્યનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. તમે પોતાને ઘણા ઉર્જાવાન અનુભવ કરશો.

ધનુ રાશિ :

મહેનત કરવાથી ફળની પ્રાપ્તિ થશે. જે લોકો લોખંડ વગેરેનો બિઝનેસ કરે છે, તેમના કામનો વિસ્તાર થઇ શકે છે. તમને તમારી બહેન દ્વારા કામમાં મદદ મળી શકે છે. જે લોકો ભણી રહ્યા છે તેમના માટે આ અઠવાડિયું થોડી મુશ્કેલીઓ વાળું રહેશે. જો તમે કોઈ નવું કામ શરુ કરવા માંગો છો, તો આ સમય તમારા માટે યોગ્ય છે. ભાગીદારો સાથે આંતરિક મતભેદ વધશે.

પ્રેમના વિષયમાં : આ અઠવાડિયે પ્રેમી પોતાના પ્રેમને એક પગલું આગળ વધારશે.

કરિયરના વિષયમાં : આ અઠવાડિયે પરિસ્થિતિઓ કઠિન થઇ શકે છે. ગેરસમજ થવાની સંભાવના છે.

સ્વાસ્થ્યના વિષયમાં : તમારા સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ થઇ શકે છે, નાની-મોટી બીમારીઓ અને થાકની સંભાવના છે.

મકર રાશિ :

આ અઠવાડિયે તમારે સામાન્યથી વધારે મહેનત કરવી પડી શકે છે. તમારે બદલતા વાતાવરણમાં તમારું ધ્યાન રાખવું પડશે. કોઈ બગડેલા કામમાં વડીલોની સલાહ લેવું સારું રહેશે. પોતાના કામનું મૂલ્યાંકન કરો. પોતાની સાથે વાત કરો. પરિવારને સમય આપવો જોઈએ તેનાથી સંબંધમાં મજબૂતાઈ આવશે અને પ્રેમ વધશે. નોકરી ધંધામાં પરિસ્થિતિ અનુકૂળ રહેશે.

પ્રેમના વિષયમાં : તમારા ખાનગી સંબંધમાં સુધારો આવશે. કુંવારા માટે લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.

કરિયરના વિષયમાં : તમારે નિષ્ફળતાઓના કારણે નિરાશ થવાની જરૂર નથી. સકારાત્મક રહો.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્ય સારું રહેશે, છતાં પણ તમારે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે.

કુંભ રાશિ :

આ અઠવાડિયે તમારે કોઈપણ વ્યક્તિ સાથે પણ વાત કરતા સમયે શબ્દો પર ધ્યાન આપવું જોઈએ. કોઈ તમારા શબ્દનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. તમારા સંબંધીઓ સાથે કે મિત્રો સાથે ઝગડો થઇ શકે છે. તેના માટે જરૂરી છે કે તમે પોતાની વાતોને સમજદારી પૂર્વક પસંદ કરો. આકસ્મિક ધન ખર્ચ થઇ શકે છે. કોઈ કારણે બહાર જવાનો પ્રસંગ થઇ શકે છે.

પ્રેમના વિષયમાં : જો તમે તમારા લવ પાર્ટનરને લાઈફ પાર્ટનર બનાવવા માંગો છો તો તમારી આ ઈચ્છા પુરી થઇ શકે છે.

કરિયરના વિષયમાં : કારોબાર ખુબ લાભકારક રહેશે. રોકાણને કારણે અચલ સંપત્તિથી આર્થિક લાભની સંભાવના છે.

સ્વાસ્થ્યના વિષયમાં : આ અઠવાડિયે હૃદય રોગી ખાસ સાંભળીને ચાલો.

મીન રાશિ :

આ અઠવાડિયે કોઈ પણ વ્યક્તિ પર આંખ બંધ કરી વિશ્વાસ કરવાથી બચો. તમારા બધા કામ સરળતાથી પુરા થઇ જશે. મહિલાઓ માટે આ અઠવાડિયું ખુબ જ સારું રહેશે. તમે રોકાણ કરવા માંગો છો તો આ અઠવાડિયું તમારા માટે યોગ્ય નથી. એટલા માટે રોકાણ કરવાથી બચો. પ્રતિસ્પર્ધીઓ સાથે વિવાદ કરવાથી બચો. વેપારીઓને નાણાં લેવડ-દેવડ સંબંધમાં પ્રવાસ કરવાથી લાભ થશે.

પ્રેમના વિષયમાં : આ અઠવાડિયે તમે તમારી લવ લાઈફનો ખુબ આનંદ માણશો.

કરિયરના વિષયમાં : તમે તમારા વિરોધીઓથી 2 પગલાં આગળ રહેશો. સારી ઓળખ મળશે અને પ્રશંસા થશે.

સ્વાસ્થ્યના વિષયમાં : તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આ સમયે તમે પોતાને ઉર્જાવાન અનુભવશો.