સાત રાશિઓ માટે શુભ સમાચાર લઈને આવ્યું છે આ અઠવાડિયુ, બીજા સામે ઉભા થશે પડકારો.

તમારી રાશિ તમારા જીવન ઉપર ઘણી અસર કરે છે. રાશિફળ દ્વારા ભવિષ્યમાં જીવનમાં થતી ઘટનાઓનું તમે પૂર્વાનુમાન લગાવી શકો છો. ઘણા બધા લોકોના મનમાં એ પ્રશ્ન થશે કે આવનારું અઠવાડિયુ તમારા માટે કેવું રહેશે? આ અઠવાડિયે આપણા તારા શું કહે છે? આજે અમે તમને આ અઠવાડિયાનું રાશિફળ જણાવી રહ્યા છીએ. આ અઠવાડિયામાં તમારા જીવનમાં થનારી એક અઠવાડિયાની ઘટનાઓનું ટૂંકમાં વર્ણન મળશે, તો જાણવા માટે વાંચો અઠવાડિયાનું રાશિફળ 21 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી.

મેષ રાશિ : આ અઠવાડિયે તમે કુટુંબીજનો અને ભાઈ-બહેનો સાથે આનંદપૂર્વક સમય પસાર કરી શકશો. કાર્યક્ષેત્રમાં તમે સારું કામ કરશો તેમ છતાં પણ તમને સંતુષ્ટિ નહિ મળે, અને તમે તમારા કામને બદલવાનો વિચાર કરશો. હરીફોને પરાજીત કરી શકશો. હરીફો પોતાની ચાલમાં જ નિષ્ફળ રહેશે. પોતાને અપડેટ કરવા માટે કોઈ નવો કોર્સ કરી શકો છો. ઉત્તેજનાથી કામ બગડશે. નુકશાનીમાં વધારો થશે.

પ્રેમની બાબતમાં : પ્રેમ જીવનમાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

કારકિર્દીની બાબતમાં : શેર બજારમાં રોકાણ ઉત્તમ છે. કારકિર્દીની નવી તકો મળી શકે છે.

આરોગ્યની બાબતમાં : આરોગ્યની દ્રષ્ટિએ લોહી સંબંધી ચેપને લઈને સાવચેત રહેવું પડશે.

વૃષભ રાશિ : કુટુંબનો સહકાર મળશે. તેનાથી તમારા કાર્યક્ષેત્રમાં તમને સારું પ્રદર્શન કરવામાં મદદ મળશે. તમારો વધુ પડતો ઉત્સાહ તમને તમારી મહેનતથી કમાયેલું ધન ગુમાવવા અને ભવિષ્યમાં પછતાવો કરવા માટે મજબુર કરી શકે છે. અભ્યાસમાં રસ ઘટશે. તમારે ધર્મ-કર્મમાં ધ્યાન રાખવું જોઈએ. મનને શાંતિ મળશે. કાર્યપ્રણાલીમાં સુધારો થશે.

પ્રેમની બાબતમાં : આ અઠવાડિયે જીવનસાથી સાથે મતભેદ થઇ શકે છે.

કારકિર્દીની બાબતમાં : કોઈ નવી યોજના કે કોઈ કાર્ય શરુ કરવા માગો છો તો તે હાલ ટાળવું જોઈએ. ભાગ્ય અનુકુળ નથી.

આરોગ્યની બાબતમાં : વૃષભ રાશિવાળા આરોગ્યમાં ત્વચા સંબંધિત રોગોથી પીડિત રહેશે.

મિથુન રાશિ : આ અઠવાડિયે તમે ભવિષ્ય માટે તમારી આર્થિક યોજનાઓ બનાવો અને તમારી યોજના અને લક્ષ્ય નિર્ધારિત કરવાનો પ્રયાસ કરો. માનસિક તકલીફોને કારણે કોઈ કામમાં મન નહિ લાગે. ધનની લેવડ-દેવડમાં થોડી એવી સાવચેતી રાખો. તમે બહારના લોકો સાથે વ્યવહાર કરી શકો છો. દુઃખી ન થશો. સગા-સંબંધીઓને ખુશ રાખો તેની સાથે તમારો મનમેળ તમારા મનને પ્રફુલ્લિત કરશે.

પ્રેમની બાબતમાં : પ્રેમની બાબતમાં અઠવાડિયું સારું રહેશે તમને તમારા પ્રિય સાથે સમય પસાર કરવાની તક મળશે.

કારકિર્દીની બાબતમાં : શિક્ષણ ક્ષેત્રમાં સારા પરિણામની આશા છે. ધંધો સામાન્ય રહેશે.

આરોગ્યની બાબતમાં : આરોગ્યમાં આ અઠવાડિયે હ્રદય રોગીઓએ સાવચેત રહેવું પડશે.

કર્ક રાશિ : આ અઠવાડિયે તમારા અને તમારા કુટુંબના લોકો માટે ભાગ્યશાળી સાબિત થવાનું છે. તમે આ તકનો લાભ ઉઠાવો અને બીજાને મદદ કરો. વાહન સાવચેતી પૂર્વક ચલાવો. કોઈ વાતથી મનમાં ગુસ્સો આવી શકે છે. પરંતુ વધુ દુઃખી ન થશો, તે જીવનની એક અવસ્થા હોય છે. તમે નોકરી સાથે જોડાયેલા કોઈ પણ કામમાં કોઈ મોટો નિર્ણય લેવા માંગતા હો તો ન લેશો.

પ્રેમની બાબતમાં : તમારા પ્રેમ જીવનમાં થોડી તકરાર ચાલતી રહેશે.

કારકિર્દીની બાબતમાં : નવી તકો વચ્ચે અડચણ ઉભી થઇ શકે છે. કોઈ ખોટા નિર્ણય આર્થિક તંગીનું કારણ બની શકે છે.

આરોગ્યની બાબતમાં : આ અઠવાડિયું આળસ અને થાકનો અનુભવ થઇ શકે છે.

સિંહ રાશિ : આ અઠવાડિયે તમારું મન આદ્યાત્મમાં લાગશે. સાધુ-સંતોના આશીર્વાદ મનમાં ઉર્જાનો સંચાર કરશે. મિત્રો સાથે કાંઈ કરતી વખતે તમારા હિતોને ધ્યાન બહાર ન કરો, બની શકે છે કે તેઓ તમારી જરૂરિયાતોને વધુ ગંભીરતાથી ન લે. કોઈ તમારા અંગતને તમારી જરૂર પડી શકે છે. જીવનસાથી પાસેથી કંઈક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. ઘરમાં આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે, સાથે જ કોઈ કાર્યક્રમનું આયોજન પણ થઇ શકે છે.

પ્રેમની બાબતમાં : તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ અજાણી વ્યક્તિ માથાકૂટનું કારણ બની શકે છે.

કારકિર્દીની બાબતમાં : વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ અને પોતાની તૈયારીને મજબુત કરવી પડશે.

આરોગ્યની બાબતમાં : આરોગ્ય સાથે જોડાયેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે એટલા માટે નિયમિત કસરતને દિનચર્યામાં સામેલ કરો.

કન્યા રાશિ : કોઈ નવા કાર્યોની શરુઆત કરવા માટે આ અઠવાડિયું સારું રહેશે. કોઈ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. તમારા મનથી વિચારીને જ કોઈ નિર્ણય લો. વાણીને કારણે કોઈ કામ બગડી શકે છે. કોઈ મિત્રની મદદથી અટકેલા કામ પુરા થશે. મિત્રો સાથે મનમેળ જાળવીને ચાલો. મહેનતથી સકારાત્મક પરિણામ જરૂર મળશે. ધંધો સારો ચાલશે.

પ્રેમની બાબતમાં : પ્રેમ જીવન માટે અઠવાડિયું ઘણું અનુકુળ છે. તમારા પ્રિય સાથે સારો સમય પસાર કરશો.

કારકિર્દીની બાબતમાં : વિદ્યાર્થીઓએ મહેનત કરવાની જરૂર છે. આવક વધારવા માટે ચિંતિત રહી શકો છો.

આરોગ્યની બાબતમાં : આરોગ્ય અંગે વધુ ચિંતા ન કરો તમે એકદમ તંદુરસ્ત રહેશો.

તુલા રાશિ : આ અઠવાડિયું નસીબ તમને સાથ આપશે. બિનજરૂરી ખર્ચા ઓછા કરવામાં સમજદારી દેખાડી શકો છો. તમને નોકરી સાથે જોડાયેલા કોઈ સારા સમાચાર મળી શકે છે. કુટુંબની કોઈ મહિલા આગળ આવીને તમારી મદદ કરી શકે છે. જાહેર જીવનમાં અપયશ ન મળે તેનું ધ્યાન રાખો. તમને ભાઈ-બહેનનો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થશે. વેપારી પૈસાની લેવડ-દેવડ સમજી વિચારીને કરે, નુકશાન થઇ શકે છે.

પ્રેમની બાબતમાં : પ્રેમ જીવનમાં મુશ્કેલી ભરેલા સમયમાંથી પસાર થયા પછી તમને થોડી રાહતનો અનુભવ થશે.

કારકિર્દીની બાબતમાં : વેપારમાં રોકાણ કરી શકો છો. નોકરી ધંધાવાળા લોકોને બઢતી મળવાના યોગ છે.

આરોગ્યની બાબતમાં : આરોગ્ય ઉપર ધ્યાન આપવાની જરૂર છે. તમને તમારી તંદુરસ્તીની બાબતમાં શુભ સમાચાર મળશે.

વૃશ્ચિક રાશિ : દિનચર્યાની બાબતમાં અડચણો વધી શકે છે. થાક અને થાકનું સ્તર પ્રબળ થઇ શકે છે. નવી તકો જીવનમાં પરિવર્તન લાવશે. પોતાના લોકોનો સહકાર મળશે, મિત્ર પણ સાથ આપશે. કોઈ કામ પુરા થવાથી મનમાં આનંદ રહેશે. બોલવાની નિપુણતા અને બુદ્ધીથી કાર્ય સફળ થશે. કાર્યક્ષેત્રમાં અટકેલા તમામ કામ ઘણી સારી રીતે અને સરળતાથી પુરા થઇ જશે.

પ્રેમની બાબતમાં : પ્રેમી જોડીઓ માટે આ અઠવાડિયું રોમાન્સથી ભરેલું રહેશે.

કારકિર્દીની બાબતમાં : વૃશ્ચિક રાશિના લોકોની નવી નોકરીની શોધ પૂરી થઇ શકે છે.

આરોગ્યની બાબતમાં : આરોગ્ય નબળું રહેવા તરફ સંકેત કરી રહ્યું છે એટલા માટે તમારા આરોગ્યની વિશેષ કાળજી રાખો.

ધનુ રાશિ : આ અઠવાડિયે તમારા વડીલો સાથે નાની-મોટી માથાકૂટ તમને નિરાશ કરશે. તમારા કાર્યક્ષેત્રમાં ઉતાર-ચડાવની સ્થિતિ આવી રહી છે જેથી તમે તમારી નોકરી બદલવા વિષે વિચાર કરી શકો છો. સમાજમાં તમારું માન-સન્માન વધશે. સારું રેહેશે કે તમારી સફળતાના રસ્તામાં બીજાને વચ્ચે ન આવવા દો. તમે તમામ પ્રકારની પરિસ્થિતિઓ સામે લડવા માટે તૈયાર રહો. લોકો વચ્ચે તમારી પ્રસંશા થશે.

પ્રેમની બાબતમાં : તમે તમારી રોમાન્ટિક લાઈફમાં એક નવી ઉર્જાનો અનુભવ કરશો.

કારકિર્દીની બાબતમાં : જે લોકો બેરોજગાર છે તેને કોઈ નવી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે.

આરોગ્યની બાબતમાં : આરોગ્ય પ્રત્યે વિશેષ સાવચેતી રાખો. ઋતુની મારથી તમે દુઃખી થઇ શકો છો.

મકર રાશિ : એક આધ્યાત્મિક શિક્ષક કે કોઈ બીજા વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. માનસિક રીતે તણાવમાં રહેશો. ખર્ચામાં વધારો થશે. દાંપત્ય જીવનમાં આનંદ મળશે અને કાર્યક્ષેત્રમાં સ્થિતિ તમારા પક્ષમાં રહેશે. તમારું આળસુ જીવન તમારા સાથીને તણાવ આપશે. વાણીમાં સભ્યતા રહેશે, પરંતુ ચીડિયાપણું પણ રહેશે. વેપાર સંબંધિત કાર્ય કરવાવાળાને લાભ મળશે.

પ્રેમની બાબતમાં : આ અઠવાડિયે પ્રેમી જોડીઓના સંબધો સારા રહેશે.

કારકિર્દીની બાબતમાં : ધંધાના સોદા સફળ થઇ શકે છે. પૈસાની સ્થિતિ સકારાત્મક રહેશે.

આરોગ્યની બાબતમાં : થાક અને આળસ રહેશે. શરીરમાં દુઃખાવો પણ થઇ શકે છે.

કુંભ રાશિ : આ અઠવાડિયે નાણાકીય બાબતો ગંભીરતાથી ઉકેલો. કાર્યક્ષેત્રમાં તમને કામનો લાભ મળશે. સુખ સંપત્તિ વધશે. વેપારની બાબતમાં કોઈ પ્રવાસ સારો રહેશે. તમારા ભવિષ્ય તરફ ધ્યાન રાખીને તમારા જીવનના નિર્ણય કરવાના રહેશે. વેપારમાં ભાઈઓનો સહકાર મળશે. પિતા સાથે વૈચારિક મતભેદ થઇ શકે છે. કામમાં શોર્ટકટથી દુર રહો.

પ્રેમની બાબતમાં : પ્રેમની બાબતમાં તમારી જીભ ઉપર કાબુ રાખો, નહી તો મુશ્કેલી પડી શકે છે.

કારકિર્દીની બાબતમાં : ઓછી મહેનતમાં ફાયદો થઇ શકે છે. કામમાં સફળતાના યોગ ઉભા થઇ રહ્યા છે.

આરોગ્યની બાબતમાં : આરોગ્યની બાબતમાં આ અઠવાડિયું તમારી તરફેણમાં નહિ રહે.

મીન રાશિ : આ અઠવાડિયે તમારા આર્થીક પ્રયત્નો સફળ થઇ શકે છે. કામની બાબતમાં તમને સારા પરિણામ મળશે અને ભાગ્ય તમારું પ્રબળ રહેશે. કુટુંબની સફળતાથી આનંદ અને મન પ્રફુલ્લિત રહેશે. કોઈ મિત્ર તમારા લક્ષ્ય પ્રાપ્ત કરવામાં તમને પ્રોત્સાહિત કરશે, તેની સાથે જ તમને સાથ પણ આપશે. માતા તરફથી કોઈ વાતને લઈને વિવાદ થવાની આશંકા છે.

પ્રેમની બાબતમાં : દાંપત્ય જીવનમાં સારા પરિણામ પ્રાપ્ત થશે. જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે.

કારકિર્દીની બાબતમાં : નોકરી અને ધંધાના સ્થળ ઉપર વાતાવરણ અનુકુળ રહેશે.

આરોગ્યની બાબતમાં : પેટમાં દુઃખાવાની સમસ્યાને લઈને મુશ્કેલી થઈ શકે છે.

તમારા સાપ્તાહિક રાશિફળ 21 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બરની તમામ રાશિઓનું રાશિફળ વાંચ્યું. તમને સાપ્તાહિક રાશિફળ 21 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બરનું આ રાશિફળ કેવું લાગ્યું? કમેંટ કરીને તમારો અભિપ્રાય જરૂર આપો અને અમારા દ્વારા આપવામાં આવેલું આ રાશિફળ તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરો.