આ અઠવાડિયે આ 6 રાશિઓ પર વરસશે ગણેશજીની કૃપા, રંગ લાવશે તમારા પ્રયત્ન

મેષ રાશિ :

આ અઠવાડિયે સમસ્યા અને વિવાદ પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. દરરોજના કામમાં સફળતા મળશે. મિત્રો સાથે પહેલા મતભેદ થયા છે તો આ અઠવાડિયે તે દૂર થઇ જશે. તમે વિચારેલા કામ સરળતાથી પુરા થશે. આશા દેખાય તો નવા વેપારની શરૂઆત કરી દો. રોકાયેલા નાણાં ફરીથી મળવાના યોગ છે. આર્થિક પક્ષ પહેલાની અપેક્ષાએ મજબૂત રહેશે. મિત્રો અને સંબંધીઓ સાથે સમય પ્રસન્નતાપૂર્ણ વ્યતીત થશે.

પ્રેમના વિષયમાં : તમારા બંનેના એકબીજા પ્રત્યેના સ્નેહમાં વૃદ્ધિ થઇ શકે છે.

કરિયના વિષયમાં : કામના સંબંધમાં તમારી આવક વધવાની શક્યતા છે.

સ્વાસ્થ્યના વિષયમાં : શારીરિક રૂપથી થાક અનુભવશો. સ્વાસ્થ્ય ખરાબ થવાની સંભાવના છે.

વૃષભ રાશિ :

આ અઠવાડિયે તમને કોઈ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થશે. કોઈ મોટા કામને કરવાનું મન થશે. કેટલાક ખોટા નિર્ણયોથી ભૂતકાળમાં શરુ કરેલા કેટલાક કામમાં સમસ્યા આવવાથી કામ બગડી શકે છે. નસીબ તમારી સાથે રહેશે. વેપારમાં અચાનક ધન લાભ થઇ શકે છે. ઓફિસમાં બધાનો સાથ મેળવવા માટે થોડી મુશ્કેલીઓ થઇ શકે છે. સરળ કામ પૂરું કરવામાં પણ ઘણો સમય લાગી શકે છે, જેનાથી કામનું દબાણ તમારા પર વધી શકે છે.

પ્રેમના વિષયમાં : પ્રેમ સંબંધોને લઈને તણાવપૂર્ણ સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.

કરિયરના વિષયમાં : આ અઠવાડિયે પોતે પ્રયત્ન કરેલ કામમાં જ સફળતા મળશે.

સ્વાસ્થ્યના વિષયમાં : ખાવા-પીવા પર ધ્યાન આપો. જૂનો રોગ પરેશાન કરી શકે છે.

મિથુન રાશિ :

આ અઠવાડિયે તમારા રોકાયેલા કામ પુરા થઇ શકે છે. મિત્રો અને ભાઈઓના મદદથી ધન લાભ થઇ શકે છે. અધિકારીઓ સાથે સંબંધ મજબૂત થશે. ગુસ્સાથી તમે પોતાનું જ નુકશાન કરી શકો છો. ધૈર્ય રાખો તો સારું રેહેશે, તમારી સાથે બધું સારું જ થશે. કોઈ જૂની વાત તમને પરેશાન કરી શકે છે. પરિવારમાં સુખ શાંતિ બની રહેશે. પરિવારના બધા સભ્યોનો તમને સાથ મળશે. કિંમતી વસ્તુઓ સંભાળીને રાખો.

પ્રેમના વિષયમાં : પ્રેમીઓ સાથે સંબંધ મધુર થવાની સંભાવના વધારે છે.

કરિયરના વિષયમાં : વ્યવસાયિક ગતિવિધિઓમાં અડચણો આવી શકે છે, પરંતુ ખુબ મહેનતથી કામમાં સફળતા મળશે.

સ્વાસ્થ્યના વિષયમાં : તમારું શારીરિક સ્વાસ્થ્ય તમારી ચિંતાનું કારણ બની શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

કર્ક રાશિ :

આ અઠવાડિયે તમને શૈક્ષણિક કામોમાં સુખદ પરિણામ મળશે. જે લોકો માર્કેટિંગ સાથે જોડાયેલા છે તેમને આશાથી વધારે ધન લાભ મળશે. ઓફિસનું કોઈ જરૂરી કામ અટકી શકે છે. કેટલીક ગંભીર બાબતોમાં તરત નિર્ણય લેવો પડી શકે છે. જરૂરી કામો માટે કેટલાક સમય માટે ઘરથી દૂર જવું પડી શકે છે. તમારું અટકેલું કામ દરેક રીતે પૂર્ણ થશે. સંસ્કારિક કામોમાં ભાગીદારી નિભાવી શકો છો.

પ્રેમના વિષયમાં : પ્રેમ જીવનમાં પરસ્પર તાલમેલ બનાવી રાખવો અને એક બીજાની મદદ કરવી જરૂરી છે.

કરિયરના વિષયમાં : કારોબાર સારો ચાલશે અને નોકરીમાં પ્રમોશનનો યોગ બની રહ્યો છે. મિલકતમાં રોકાણ કરવાનું વિચારશો.

સ્વાસ્થ્યના વિષયમાં : આ અઠવાડિયે પોતાને ફિટ અનુભવશો.

સિંહ રાશિ

આ અઠવાડિયે ખુશીઓ તમારા જીવનમાં પ્રવેશ કરવાની છે. પરિવારજનોનો સહયોગ પ્રાપ્ત થશે. તમારા સારા કામના કારણે તમને લાભ અને ઓળખાણ મળશે. સમાજમાં સારા વર્તનથી તમારી કીર્તિ વધશે. સરળ કામ પુરા કરવામાં પણ થોડો સમય લાગી શકે છે. જેનાથી કામનું દબાણ વધી શકે છે. મહેનતથી કામ કરશો તો સફળતા જરૂર મળશે. રચનાત્મક કામ સફળ રહેશે. સંગીત વગેરેમાં રસ રહેશે.

પ્રેમના વિષયમાં : જો તમે કોઈને પ્રેમ કરો છો તો તેને વ્યક્ત કરવાની તક પ્રાપ્ત થઇ શકે છે.

કરિયરના વિષયમાં : બેરોજગારોને રોજગારની તક પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યના વિષયમાં : શારીરિક માનસિક સ્વસ્થતા રહેશે. પણ છાતીમાં દુ:ખાવો કે અન્ય કોઈ વિકારથી સમસ્યા અનુભવશો.

કન્યા રાશિ :

ઘણા બધા કામ કરવા માટે આ એક સારું અઠવાડિયું છે. તમારા ભોગ-વિલાસમાં વૃદ્ધિ થશે. પગાર ધરાવનારા લોકોને આ અઠવાડિયું લાભ આપશે. આર્થિક લાભનો સંકેત છે. તમે ધાર્મિક અનુષ્ઠાનો પર નાણાં ખર્ચ કરી શકો છો. પોતાના દરરોજના કામોમાં મસ્તી કરવાનું વિચારશો. પોતાના અને પોતાની આસપાસના ચહેરા પર ખુશી લાવો. જમીન અને મકાન વગેરેના ખરીદ-વેચાણની યોજના બનશે.

પ્રેમના વિષયમાં : લગ્ન જીવન સામાન્ય રહેવાની સંભાવના છે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે.

કરિયરના વિષયમાં : વ્યવસાય-ધંધામાં આર્થિક લાભ અને નોકરીમાં સફળતાનાં યોગ રહેશે.

સ્વાસ્થ્યના વિષયમાં : જુના રોગ દૂર થઇ શકે છે. સ્વાસ્થ્ય માટે આ અઠવાડિયું સારું રહેશે.

તુલા રાશિ :

પારિવારિક જીવન શાંતિપૂર્ણ રહેશે. મહેનતનો પુરે પૂરો ફાયદો મળશે. આસપાસના લોકોનો પણ સહયોગ મળશે. વ્યવસાયિક રીતે પોતાના સારા કામની ઓળખ મળી શકે છે. તમે બીજા પર વધારે ખર્ચ કરી શકો છો. તમારે પરિવાર તરફ ધ્યાન આપવાની જરૂર છે. તમે પોતાની જવાબદારીઓ પ્રત્યે સહજ રહેશો. કામ માટે દૂર જઈને અમુક નવા પ્રોજેક્ટ પર પણ કામ કરવું પડશે.

પ્રેમના વિષયમાં : દામ્પત્ય જીવનને લઈને સ્થિતિઓ પ્રતિકૂળ રહેવાની છે.

કરિયરના વિષયમાં : નોકરી અથવા બિઝનેસમાં ધનલાભની સંભાવના બની રહી છે.

આરોગ્યના વિષયમાં : આ અઠવાડિયે તમે તન-મનથી સ્વસ્થ અને પ્રતિકૂળ રહેશો.

વૃશ્ચિક રાશિ :

નોકરી કરતા લોકો માટે સમય ઠીક રહેશે. નવા ઉપક્રમની શરૂઆત કરવી તમારા ભવિષ્ય માટે ફાયદાકારક થશે. તમે પોતાના વ્યવસાયિક સહયોગીઓ સાથે સંધર્ષ વિકસિત કરી શકો છો. તમારું પારિવારિક જીવન સામાન્ય રહેશે. તમારા યોગદાન માટે તમારા વખાણ થઈ શકે છે. ના ગમતી યાત્રા ના કરો તો સારું રહેશે. કાર્યક્ષેત્રમાં આશા કરતા વધારે સફળતા મળી શકે છે.

પ્રેમના વિષયમાં : નાની-નાની વાતોને લઈને પતિ-પત્ની વચ્ચે પરસ્પર અંતર વધી શકે છે.

કરિયરના વિષયમાં : આવકના સાધનોમાં વૃદ્ધિ થશે. વ્યાપારમાં વૃદ્ધિ અને લાભ થશે.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું તમારા માટે વધારે ફાયદાકારક છે, પેટ સંબંધિત બીમારી તમને પરેશાન કરી શકે છે.

ધનુ રાશિ :

આ અઠવાડિયે કોઈ એવા કામની યોજના સામે આવી શકે છે, જેનાથી તમારી પ્રસિદ્ધિ વધી શકે છે. અટકેલા પૈસા મળવાના યોગ છે. પગારદાર લોકો માટે આ સારું અઠવાડિયું હશે. તમારા સિનિયર તમારાથી પ્રસન્ન રહેશે. જે લોકો સાહિત્ય સાથે જોડાયેલા છે, તેમની રચનાઓની દરેક જગ્યાએ પ્રશંસા થશે. તમારું બાળક તમારા પર પ્રેમ અને સ્નેહ વરસાવશે. તમારી લોકપ્રિયતા વધશે.

પ્રેમના વિષયમાં : પ્રેમીજનોની એક બીજાથી અલગ થવાની સ્થિતિ પણ ઉત્પન્ન થઈ શકે છે.

કરિયરના વિષયમાં : વ્યવસાયિક ગતિવિધિઓમાં નાની-નાની અડચણો આવી શકે છે.

સ્વાસ્થ્યના વિષયમાં : આ અઠવાડિયાના અંતમાં માથાનો દુઃખાવો તમને પરેશાન કરી શકે છે.

મકર રાશિ :

ભૂમિ ભવનના કામ થશે. તમે પોતાના પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો. સંપત્તિ સાથે જોડાયેલ બાબતોમાં લાભ થશે. તમારું પારિવારિક જીવન સુમેળભર્યું રહેશે. નવા વિચારોથી પરિપૂર્ણ રહેશો અને તમે જે કામ કરવા માટે પસંદ કરશો તે તમને આશા કરતા વધારે ફાયદો અપાવશે. કોઈ સારા સમાચાર પણ તમને મળી શકે છે. જે કામને તમે શરુ કરશો, તે સમય કરતા પહેલા પુરા થઈ જશે.

પ્રેમના વિષયમાં : પ્રેમીજનને ઉપહાર આપવું જોઈએ અને મધુર સંબંધ માટે પ્રયત્ન કરવો જોઈએ.

કરિયરના વિષયમાં : ધન સાથે સંબંધિત દરેક સમસ્યા આ અઠવાડિયે દૂર થઈ જશે. કારોબાર સારો ચાલશે.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો, કોઈની સંભળાવેલી વાતો પર વિશ્વાસ અને અમલ ના કરો.

કુંભ રાશિ :

આ અઠવાડિયે તમે પોતાની ગુમાવેલી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી લેશો. મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. જયારે તમે બીજાની સલાહ પર કામ કરો તો સાવધાન રહો. તમે પોતાના કામને લઈને ચિંતિત રહી શકો છો. લગ્ન યોગ્ય વ્યક્તિઓને સારો પ્રસ્તાવ મળી શકે છે. આ અઠવાડિયે તમે કંઈક નવું કરવાના મૂડમાં રહેશો. આજે તમારી રુચિ રચનાત્મક કામોમાં વધારે રહેશે. સમાજના લોકો વચ્ચે તમારી છબી સારી રહેશે.

પ્રેમના વિષયમાં : એક બીજા સાથે તકરાર થવાને કારણે જુદા પડવાની સ્થિતિ પણ ઉત્પન્ન થઈ શકે છે.

કરિયરના વિષયમાં : નોકરીમાં પ્રમોશન થશે. સરકારી કામોમાં સફળતા મળશે.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્યના વિષયમાં ધ્યાન રાખવાની ગણેશજી સલાહ આપે છે.

મીન રાશિ :

આ અઠવાડિયું વિદ્યાર્થીઓ માટે સારું રહેશે, નવી વસ્તુઓ શીખવામાં પોતાની રુચિ દેખાડી શકો છો. સંપત્તિના કામ લાભ આપશે. આવકના નવા રસ્તા ખુલશે. આ અઠવાડિયે અધૂરા કામોને પણ સફળતાપૂર્વક પુરા કરી શકશો. તમારે પોતાની ક્ષમતાઓને નિખારવા માટે મહેનત કરવાની જરૂર છે. ઉચિત મહેનતથી તમે પોતાને વધારે ઉત્તમ બનાવી શકો છો. આર્થિક લાભની સારી સંભાવના રહેશે. તમે લોકો સાથે મેળ-મિલાપ કરશો.

પ્રેમના વિષયમાં : તમારા બંને વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિને કારણે સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે.

કરિયરના વિષયમાં : પોતાના પ્રયત્નથી સફળતા પ્રાપ્ત કરશો. બેદરકારીથી તમને નુકશાન થઈ શકે છે.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્યમાં કોઈ સમસ્યા દેખાઈ નથી રહી. દરેક રીતે તમે એકદમ ફિટ દેખાશો.