સાવકી માં વિશે બોલી સારા અલી ખાન “નથી કરીના મારી માં બનવા માંગે છે અને ના હું તેમાં પોતાની…”

સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાનને હવે કોઈ ઓળખાણની જરૂરત નથી. હા, સારા અલી ખાનની બીજી ફિલ્મ સિમ્બા રિલીઝ થઇ ચુકી છે. દર્શકો દ્વારા તેને ખુબ પ્રેમ પણ મળી રહ્યો છે. ફિલ્મ કેદારનાથની જેમ આ ફિલ્મમાં પણ લોકો તેની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે. ફિલ્મના શરૂઆતના રીવ્યુ જોઈને આ અંદાજો લગાવી શકાય છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકો કરવાની છે. પહેલા જ દિવસ ફિલ્મએ બોક્સ ઓફિસ પર જબરજસ્ત શરૂઆત કરી છે. ફિલ્મ સિમ્બાની સ્ટોરીથી લઈને ગીત બધું લોકોને પસંદ આવ્યું છે. તો ચાલો જાણીએ અમારા લેખમાં શું ખાસ છે?

સારા અલી ખાનની બીજી ફિલ્મ સિમ્બા એ બોક્સ પર ધમાકો મચાવી દીધો છે. તો સારા પણ ઘણી ચર્ચામાં આવી ગઈ છે. સારા ખાન માટે ફિલ્મી કરિયર બનવાનું સરળ નહોતું. કારણ કે આની માટે તેમને ખુબ મહેનત કરવી પડી હતી. ફિલ્મ પ્રમોશનના સમયે સારા અલી ખાને ખુલાસો કરતા જણાવ્યું, કે મારા પિતા બિલકુલ ઇચ્છતા નહોતા કે હું એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવું. પરંતુ મેં તેમને મનાવી લીધા. સારા અલી ખાને આગળ જણાવ્યું કે પિતાએ સાફ રીતે જણાવ્યું હતું, કે પહેલા તું ભણતર પૂરું કરજે અને તેના પછી એક્ટિંગ વિષે વિચારજે. પરંતુ આ વચ્ચે મને કેદારનાથની સ્ક્રીપ્ટ મળી.

પિતા જોડેથી ઇતિહાસ શીખવા માંગુ છું : સારા અલી ખાન.

સારા અલી ખાને જણાવ્યું કે મને ન તો દેશની હિસ્ટ્રી વિષે ખબર છે, અને ન પોતાના પરિવારની હિસ્ટ્રી વિષે. એટલા માટે એના ક્લાસ પપ્પા સૈફ પાસેથી લેવા માંગે છે. સાથે જ સારા અલી ખાને જણાવ્યું કે, જયારે કેદારનાથની સ્ક્રીપ્ત મળી તો મેં પપ્પાને મનાવ્યા અને આની માટે ખુબ મહેનત કરવી પડી. પરંતુ છેવટે મેં મારા ધ્યેયને પ્રાપ્ત કર્યુ અને કેદારનાથ સાઈન કરી. સારાએ આગળ પોતાની ફિલ્મ સિમ્બાને લઈને પણ વાત કરી અને આના સિવાય પોતાના પરિવાર વિષે ખુલીને વાત કરી.

કરીનાને બાળપણથી પસંદ કરું છું : સારા અલી ખાન.

સારા અલી ખાનને જયારે તેના અને કરીનાના રિલેશનશીપ વિષે પુછવામાં આવ્યું તો તેણે જણાવ્યું, કે હું કરીનાને બાળપણથી પસંદ કરું છું. તેમનો કામ કરવાનો અંદાજ ખુબ સારો છે અને હું તેમના કામ કરવાની રીત શીખવા ઈચ્છું છું. આના સિવાય સારા અલી ખાને જણાવ્યું કે ન કરીના મારી માં બનવા માંગે છે, અને ન હું તેમનામાં બીજી માં શોધું છું. પણ હું અને તે તો ખુબ સારા મિત્ર છે.

માં એ પોતે પપ્પાને બીજા લગ્ન માટે તૈયાર કર્યા હતા : સારા અલી ખાન.

સારા અલી ખાને ફિલ્મ પ્રેમોશન દરમ્યાન ખુલાસો કર્યો, કે મારી માતા અને કરીના કપૂર વચ્ચે કોઈ લડાઈ ઝગડો થતો નથી. પણ જયારે પાપાના બીજા લગ્ન માટે તૈયારી થઇ રહી હતી, ત્યારે માં અમૃતાએ પોતે પાપાએ તૈયાર કર્યા હતા. માં અમૃતા પપ્પાની સાથે રહી. એટલું જ નહિ, સારા અલી ખાને આ પણ જણાવ્યું, કે કરીના અને તેમના વચ્ચે કોઈ સમસ્યા નથી, પણ અમે લોકો સાથે રહીએ છીએ અને અમારા વચ્ચે એક સુંદર સંબંધ છે.