આ સરળ અને ઘરેલું રીતથી સફેદ વાળ મૂળમાંથી થશે કાળા જાણો ઘરેલું ઉપાય

વધતી ઉંમર સાથે વાળ સફેદ થવા સામાન્ય વાત છે, પણ આજકાલ ઘણા લોકો નાની ઉંમરમાં જ સફેદ વાળની સમસ્યાનો સામનો કરતા હોય છે. જાણકાર મુજબ આપણા વાળનો કાળો રંગ મેલેનીન નામના પીગમેંટ ને કારણે થાય છે. તે પીગમેંટ વાળના મૂળના સેલ્સમાં મળી આવે છે. જયારે મેલનીન બનવાનું બંધ થઇ જાય છે કે ઓછું બનવા લાગે છે, તો વાળ સફેદ થવા લાગે છે. આં તકલીફને આપણે થોડા ઘરેલું ઉપાય અજમાવીને નિયંત્રણ કરી શકીએ છીએ. આયુર્વેદના જાણકારો જણાવી રહ્યા છે એક એવા ઘરેલું નુસખા જે અજમાવવાથી સફેદ વાળને કાળા કરી શકાય છે.

કેમ બંધ થઇ જાય છે મોલોનીન બનવાનું ?

જાણકારો કહે છે કે વધતી ઉંમર, હાર્મોનલ ફેરફાર, ડીપ્રેશન, સ્ટ્રેસ, પોલ્યુશન કે ન્યુટ્રીશન્સ ની ઉણપ ની કાળા વાળ ઉપર ખરાબ અસર કરે છે. એવામાં મેલોનીનનું બનવાનું ઓછું થવા લાગે છે જેને કારણે વાળ સફેદ થવા લાગે છે. પણ જો યોગ્ય સમયે તેની સારવાર કરવામાં આવે તો તે તકલીફને નિયંત્રણ કરી શકાય છે.

એક પછી એક જાણો વાળ કાળા કરવાના નુસખા બનાવવાની રીત .

(1) કોકોનેટ મિલ્ક ને ગરમ કરીને તેલ કાઢી લો.

(2) દોઢ કપ કોકોનેટ તેલમાં અડધો કપ આંબળા અને એલોવેરા જેલ મિક્સ કરી લો.

(3) તૈયાર મિશ્રણને 8 થી 10 મિનીટ ઉકાળો.

(4) ઠંડુ થાય એટલે તેને ગાળીને તડકામાં 10 થી 12 દિવસ રાખો.

(5) તૈયાર નુસખા થી દર બે દિવસે વાળની મસાજ કરો.