સરકાર તરફથી ગાઇડલાઇન મળવા છતાં શૂટિંગ ફરી શરૂ કરવા કલાકારોમાં છે ડર કહ્યું – ‘કોણ નક્કી કરશે કે સેટ ઉપર કોઈ કોરોના પોઝિટિવ નથી.

કોરોનાના ભયના કારણે શૂટિંગ કરવાથી ગભરાયા આ એક્ટર્સ જણાવ્યું : ‘કોણ નક્કી કરશે કે સેટ ઉપર કોઈ કોરોના પોઝિટિવ નથી’

મહારાષ્ટ્ર સરકાર પાસે સિને વર્કર્સની ફેડરેશન અને નિર્માતાઓના એસોસિએશન દ્વારા શૂટિંગ શરૂ કરવાની માંગણી કરવામાં આવી રહી હતી. હવે 16 પાનાની માર્ગદર્શિકા સાથે શૂટિંગ શરુ કરવાની મંજુરી સરકાર દ્વારા આપવામાં આવી છે. તેનાથી કેટલાક નિર્માતા અને પ્રસારણકર્તાઓ ખુશ છે, તો બીજી તરફ માર્ગદર્શિકાને કારણે એ નક્કી કરવું મુશ્કેલ છે, બની ગયું છે કે શૂટિંગ ક્યારથી શરૂ કરવામાં આવે.

નિર્માતાઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે : જેડી મજીઠીયા

તાજેતરમાં દૈનિક ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન ટીવી નિર્માતા જેડી મજીઠીયા જણાવે છે, “ઘણા અહેવાલો અનુસાર, ટીવી ઉદ્યોગ બે દિવસમાં શરૂ થઇ જશે જે શક્ય જ નથી. આ પ્રક્રિયા પૂર્ણ થવામાં લાંબો સમય લાગશે. બ્રોડકાસ્ટર્સ સૌથી પહેલા તેના ટીવી શોના શુટિંગ માટે જિલ્લાના જીલ્લા કલેક્ટર પાસે પરવાનગી મેળવશે.

થોડી વિગત ભર્યા પછી તેમણે પહેલા પરવાનગી લેવી પડશે. બની શકે છે કે કલેક્ટરને વધુ વિગતની જરૂર પડી શકે છે, જે ફરી વખત પૂરી પાડવી પડશે. તેમાં સમય લાગશે. મારા કહેવા મુજબ “ઓછામાં ઓછી આ પ્રક્રિયામાં બે અઠવાડિયા લાગશે. પરવાનગી મેળવવા માટે કદાચ એક અઠવાડિયુ લાગી જાય પછી તેને આગળ વધારવા માટે એક બીજું અઠવાડિયુ. જો કે આ માત્ર એક અનુમાન છે.”

ક્વારેંટાઈન સમયગાળામાં ફેરફાર કરવાની વિચારણા ચાલુ

જે.ડી.મજીઠીયાએ એમ પણ કહ્યું હતું કે, ક્વારેંટાઈન સમયગાળા જે સામાન્ય રીતે 14 દિવસનો હોય છે, તેમાં પણ ઘટાડો કરવા અંગે વાત ચાલી રહી છે. આ અંગે તે કહે છે, “14-દિવસનું ક્વારેંટાઈન રહેશે નહીં, અમે તે અંગે ચર્ચા કરી રહ્યા છીએ. ક્વારેંટાઈન સમયગાળો ટૂંકો હશે. બની શકે છે કે 2-3 દિવસનો હોઈ શકે, નહીં તો કામ શરૂ કરી જ નહીં શકીએ. હવે આ સ્થિતિને કેવી રીતે પાર પાડી શકીશું, તે અમારા બધા ઉત્પાદકોમાં ચર્ચા થઈ રહી છે.”

સૌમ્યા ટંડન : કેવી રીતે ખબર પડશે કે સેટ ઉપર કોઈ કોરોના પોઝિટિવ નથી?

સૌમ્યા ટંડન કહે છે, “માર્ગદર્શિકામાં મને બે મહત્વના મુદ્દા જોવા મળતા નથી. સૌ પ્રથમ નિર્માતાઓ આ સંપૂર્ણ આપવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરે છે કે નહીં, તેનું નિરીક્ષણ કોણ કરશે? બીજી વાત 33% ટીમ સાથે શુટિંગ કરવાની પરવાનગી છે પરંતુ આ એકમો જે શુટિંગ કરશે, તેઓ કોવિડ મુક્ત છે કે નહીં? તેની પુષ્ટિ કરવી ખૂબ જ જરૂરી છે આ રોગ એસિમ્પ્ટોમેટિક છે. કેવી રીતે ખબર પડશે કે જે લોકોની સાથે અમે કામ કરી રહ્યાં છીએ તેમને કોરોના વાયરસનો ચેપ નથી.

મારી બસ પ્રોડ્યુસરને એ વિનંતી છે કે જો તમે અભિનેતાઓ અને અન્ય એકમોને બોલાવી રહ્યાં છો, તો સૌ પ્રથમ કેવિડનું પરીક્ષણ કરો, જેથી અમને વિશ્વાસ આવે કે જેની સાથે અમે કામ કરી રહ્યા છીએ તે કોવિડ મુક્ત હોય. મારા ઘરમાં મારા વૃદ્ધ માં-બાપ છે અને નાના બાળકો પણ, અમારે દરેક બાબતોનું ધ્યાન રાખવું પડશે.”

ભારતી સિંહ : ભયંકર રોગથી પોતાને કેવી રીતે બચાવી શકીશું?

ભારતી સિંહ કહે છે “સાચું કહું તો બહારનું વાતાવરણ જોઇને એક ડર તો રહે છે, મનમાં કે આ ભયંકર રોગથી પોતાને કેવી રીતે બચાવી શકીશું. સ્વાભાવિક છે કે તમામ પ્રકારની સાવચેતી રાખીશું પરંતુ તે એટલું સરળ પણ નહીં હોય. કામ તો શરૂ કરવાનું જ છે, પણ ડર પણ લાગી રહ્યો છે. આ બે મહિના હું કામ કરી જ રહી હતી. ઘરે બેસીને મેં અને હર્ષે બે શો કર્યા, પરંતુ તે લોકોનું શું જે અમારી સાથે સંકળાયેલા છે.

અમારા સ્પોટબોયઝ, હેરસ્ટાઇલિસ્ટ્સ, મેકઅપ આર્ટિસ્ટ્સ, આ બધાના પગાર અમારા કામ સાથે જોડાયેલા છે. વિશ્વાસ રાખો હું તેમના માટે વહેલી તકે શુટિંગ શરુ કરવા માગું છું. એકમાત્ર આશા એ છે કે સરકાર તરફથી મળેલી માર્ગદર્શિકાનું પાલન નિર્માતા યોગ્ય રીતે અનુસરે કારણ કે કલાકારો અને આખું એકમ તેમના ઉપર નિર્ભર છે.”

અંબિકા રંજંકર : કામ કરવું જરૂરી છે, નહીં તો ઘર કેવી રીતે ચાલશે

‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’ માં શ્રીમતી કોમલ હાથીની ભૂમિકા ભજવનારી અંબિકા રંજંકર કહે છે, “આજે નહી તો કાલે અમારે શૂટિંગ તો કરવું જ પડશે. દરેક કલાકારનો પહેલો દિવસ તો આવશે જ. મારી ગણતરી મુજબ ડરીને રહેવાઓ હવે કોઈ અર્થ નથી. આપણે હવે આપણા ઘરની બહાર નીકળવું જ પડશે. એક ટીમ સાથે આવીને દરેક સાવચેતીને અનુસરવી પડશે.

સાથે જ આ સ્થિતિમાંથી બહાર આવવા માટે કોઈ સમાધાન પણ શોધી કાઢવું પડશે, કામ કરવું જરૂરી પણ છે. અન્યથા ઘર કેવી રીતે ચાલશે? અમને કલાકારોને ઘરેથી કામ કરવાની સુવિધા નથી. મેદાનમાં ઉતરવું જ પડશે, બસ પોતાને સ્વસ્થ જાળવી રાખવા પડશે, જેથી આપણે આ રોગનો સામનો કરી શકીએ.

રિયા શર્મા : એક ડર તો છે કે કેવી રીતે આ વાતાવરણમાં પોતાને સુરક્ષિત રાખીશું

યે રિશ્તા હૈ પ્યાર કે માં મુખ્ય પાત્ર ભજવનારી રિયા શર્મા કહે છે, “હાલ જે સ્થિતિ છે, તે સ્થિતિ આપણા માટે ફાયદાકારક નથી. પણ આપણે કરી પણ શું શકીએ છીએ. કામ કરવું જરૂરી છે. દરેકની જેમ મને પણ સરકાર તરફથી મળેલી માર્ગદર્શિકાઓ ઉપર પૂરો વિશ્વાસ છે.

જો આપણે આ દિશાનિર્દેશોનું યોગ્ય પાલન કરીએ તો કદાચ આપણે પોતાનું રક્ષણ કરી શકીશું. પરંતુ કેટલું શક્ય છે કે તે તો શૂટિંગ શરૂ થયા પછી જ જાણી શકાશે. સાચી વાત કહું તો એક ડર તો છે કે કેવી રીતે આપણે આ વાતાવરણથી પોતાનું રક્ષણ કરી શકીશું. એક રીતે ડર હોવો જરૂરી છે, જેથી આપણે વધારે સાવચેતી રાખી શકીએ.

નિર્ભય વાધવા : બની શકે છે કે આજુબાજુના લોકો કાળજી ન રાખે

સીરીયલ ‘કહત હનુમાન જય શ્રી રામ’ માં બાલીનો રોલ કરનાર નિર્ભય વાધવા કહે છે, “3 મહિનાથી મેં કામ નથી કર્યું, ઘરનું ભાડુ ચૂકવ્યું નથી. આજ નહિ તો કાલે મારે ઘરનું ભાડુ તો ભરવું જ પડશે. જો હું કામ નહીં કરું તો પૈસા ક્યાંથી કમાઇશ? મારી પાસે થોડી ઘણી બચત હતી, તેમાંથી ઘર ચાલી ગયું પરંતુ આગળનું શું?

પૈસા કમાવા માટે ઘરની બહાર નીકળવું જ પડશે, તેના સિવાય બીજો કોઈ રસ્તો નથી. એક ડર પણ છે કારણ કે હું તો કાળજી લઈશ પરંતુ એ પણ બની શકે છે કે આસપાસના લોકો કાળજી ન રાખે. કોઈ બીજાની બેદરકારીને લીધે શૂટિંગ ફરી બંધ થઈ શકે છે. કામ કરવું એક મજબૂરી બની ગઈ છે, નહીં તો મુંબઈ જેવા શહેરમાં ગુજરાન કેવી રીતે ચલાવીશું?

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.