સરકારે આપી રાહત, દીકરીઓના નામ પર 31 જુલાઈ સુધી ખોલાવો આ ખાતું.

31 જુલાઈ સુધીમાં પોતાની દીકરીઓના નામ પર ખોલાવી શકો છો આ ખાતું, જાણો તેના ફાયદા અને અન્ય વિગતો

કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા ખોલાવતા વાળાને મોટી રાહત આપી છે. સરકારે કોરોના સંકટને કારણે આ છૂટ આપી છે. સરકાર તરફથી બહાર પાડવામાં આવેલી નોટિફિકેશન મુજબ હવે 25 માર્ચથી 30 જૂન 2020 ની વચ્ચે જે પણ દીકરીઓ 10 વર્ષની ઉંમર પૂર્ણ કરી રહી છે. તે પોતાનું ખાતું ખોલી શકે છે.

હકીકતમાં, લોકડાઉનને કારણે આ યોજનામાં જે પણ માતાપિતા તેમની પુત્રીનું ખાતું નથી ખોલી શક્યા, તે હવે 31 જુલાઇ સુધીમાં સરળતાથી ખોલાવી શકે છે. અગાઉના નિયમો અનુસાર, જન્મ થયા પછી 10 વર્ષની ઉંમર પૂરી કરે તે દીકરીને જ સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવવાની મંજૂરી આપવામાં આવતી હતી.

પરંતુ લોકડાઉન દરમિયાન માતા-પિતા તેમની પુત્રીઓનું સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવી શક્યા ન હતા. આવા માતા-પિતાને રાહત આપવા સરકારે વયમર્યાદામાં રાહત આપી છે. આ સંદર્ભમાં પોસ્ટ ખાતાએ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જો કે, આ છૂટનો લાભ 31 જુલાઇ 2020 પહેલાં ખાતું ખોલાવવા ઉપર જ મળશે.

હાલમાં, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 7.6 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. આ યોજનામાં ખાતું ખોલાવતી વખતે જે વ્યાજ દર રહે છે. તે જ દરે તમને તમારા સંપૂર્ણ રોકાણો ઉપર વ્યાજ મળે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ મે 2020 સુધીમાં 1.6 કરોડથી વધુ ખાતા ખુલી ગયા છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 અને મહત્તમ 1.50 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. માતાપિતા મહત્તમ 2 પુત્રીના નામે ખાતા ખોલાવી શકે છે.

યોજના શું છે?

સુકન્યા સમૃદ્ધિ ખાતું એક ડિપોઝિટ સ્કીમ છે, જેમાં તમે પુત્રીના નામે ખાતું ખોલાવી શકો છો.

ઓછામાં ઓછું રોકાણ : 250 રૂપિયા

મહત્તમ રોકાણ : 1.5 લાખ રૂપિયા

વ્યાજ દર : વાર્ષિક 7.6% (દર વર્ષે પુનરાવર્તન)

સમયગાળો કેટલો છે?

પુત્રી 10 વર્ષનું થાય તે પહેલાં ખાતું ખોલાવી શકાય છે.

પ્રારંભિક 14 વર્ષ સુધી ખાતામાં ભંડોળ જમા કરાવવું પડે છે.

આ યોજના 21 વર્ષ પછી પરિપક્વ થાય છે.

કર બચતનો લાભ

આવકવેરા કાયદાની કલમ 80 સી હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીના કરમાં છૂટ. જમા થયેલ રકમ ઉપર મળેતા વ્યાજ ઉપર કોઈ ટેક્સ લાગતો નથી.

રોકાણના ફાયદા

અન્ય તમામ યોજનાઓની સરખામણીમાં આમાં વ્યાજ દર વધુ મળે છે. પુત્રીના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન પ્રસંગ માટે બચત કરી શકો છો. પરિપક્વતા ઉપર જે રકમ પ્રાપ્ત થાય છે. તેની ઉપર કર લાગુ પડતો નથી.

ક્યાં ખોલાવવું ખાતું

નજીકની પોસ્ટ ઓફિસ અથવા સરકારી બેંકો ઉપર જાવ, આ સુવિધા તમારી રાહ જોઇ રહી છે, ખાનગી બેંકોમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા ખોલવામાં આવી રહ્યા છે.

જો કે, ત્યાં એક નિયમ છે, 50% જેટલી રકમ ફક્ત ત્યારે જ ઉપાડી શકાય છે જ્યારે બાળકી 18 વર્ષની થઇ જાય. એક બાળકીના નામ ઉપર ફક્ત એક જ ખાતું ખોલાવી શકાય છે અને વધુમાં વધુ બે ખાતા ખોલવાની મંજુરી છે. જો જોડિયા અથવા ત્રણ છોકરીઓના જન્મ એક સાથે થાય છે, તો ત્રીજા બાળકને તેનો લાભ મળશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.