સરદારજીએ કાર પાર્કિંગ માટે લગાવ્યો એવો જુગાડ, કે આનંદ મહિન્દ્રા પણ થઈ ગયા ચકિત, જુઓ વિડીયો

ભારતમાં હંમેશા લોકો પોતાના કામ પુરા કરવા માટે જુગાડનો સહારો લે છે. ઘણા લોકો જુગાડ ઉપર જ પોતાના કામ કરે છે અને એવી રીતે તે પોતાનું જીવન જીવે છે. પરંતુ અમે અહિયાં તમને એક એવા જુગાડ વિષે જણાવીશું જેમણે કાર પાર્ક કરવા માટે કાઢ્યો અને તેની પ્રસંશા મહિન્દ્રા ગ્રુપના ચેરમેને પણ પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર કરી છે.

એટલું જ નહિ તે આ વાયરલ વિડીયો જોઇને ઘણા આશ્ચર્યચકિત રહી ગયા. સરદારજીએ કાર પાર્ક માટે એવો જુગાડ લગાવ્યો હતો. જેનો વિડીયો લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. આવો જાણીએ તે જુગાડ અને તેના વિડીયો વિષે વિગતવાર.

કાર પાર્ક માટે સરદારજીએ લગાવ્યો આવો જુગાડ

બિજનેસમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા ઉપર ઘણા એક્ટીવ રહે છે અને ટ્વીટર ઉપર તે ક્યારે પણ રીપ્લાઈ માટે અવેલેબલ રહે છે. તેની દરેક પોસ્ટ લોકો પસંદ કરે છે, તે ટ્વીટર ઉપર ફની વિડીયોજ પણ શેર કરે છે. આ વખતે તેમના વ્હોટસઅપ વન્ડર બોક્સથી મજાના વિડીયો આવ્યા. જે તેમણે પોતાના ટ્વીટર ઉપર શેર કર્યા. આ વિડીયોમાં એક સરદારજી છે.

જે ઘણી વિચિત્ર રીતે કાર પાર્ક કરી રહ્યા છે અને આ માણસના આવા જુગાડને જોઇને આનંદ મહિન્દ્રા આશ્ચર્યચકિત રહી ગયા. તેમણે ટ્વીટ કરીને આ માણસને ચાલક ગણાવ્યો છે.

વિડીયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કાર ઘરની અદંર પ્રવેશ થવા માટે જઈ રહી છે અને પાર્કિંગની જગ્યાએ એક પૈડા વાળો લોખંડનો ટ્રેક રાખ્યો છે, આ માણસે ટ્રેકને બહારની તરફ કાઢ્યો અને ડ્રાઈવિંગ કરી રહેલા માણસ આ ટ્રેક ઉપર કારને ચડાવી દે છે.

પછી ઉતરીને ધક્કો આપીને ટ્રેકને પાછી અંદરની તરફ કરી દે છે. ટ્રેક દ્વારા કાર અંદરની તરફ આરામથી ઉભી રહી જાય છે. તેને તમે જુગાડ જ તો કહેશો. જે માત્ર એક ભારતીય જ કરી શકે છે. આ વિડીયોને રોહિત અગ્રવાલે પોતાના ટ્વીટર ઉપર શેર કર્યો.

રોહિત અગ્રવાલ નામના આ ટ્વીટ યુઝરે જે વિડીયોને ટ્વીટ કર્યો હતો. તેને આનંદ મહિન્દ્રાએ રી-ટ્વીટ કર્યો અને લખ્યું, આ ઘણો બુદ્ધિશાળી છે. જયારે તમારી પાસે ઓછી જગ્યા છે તો શું કરવું જોઈએ? તેણે જણાવ્યું. અડચણોને પહોચી વળવા માટે બુદ્ધિશાળી રીતો શોધવી એક ભારતીયની પ્રતિભા છે.

રોહિત અગ્રવાલ દ્વારા શેર કરવામાં આવેલા આ વિડીયોમાં અત્યાર સુધી ૨ લાખ વ્યુઝ થઇ ગયા છે અને આનંદ મહિન્દ્રાની પોસ્ટ ઉપર ૧૦ હજાર લાઈક્સ અને એક હજાર રી-ટ્વીટ થયા છે. લોકોને આ વિડીયો ઘણો પસંદ આવી રહ્યો છે અને એક યુઝરે લખ્યું, અમારી પાસે તેના માટે એક શબ્દ છે. જે તેનો પર્યાય છે તે જુગાડ છે. અને એક બીજા યુઝરે લખ્યું, જરૂરિયાત જ શોધની જનની છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.