સરકાર આપી રહી છે 22,500 રૂપિયાની સોલર સિસ્ટમ ફક્ત 7,500 રૂપિયામાં આ રીતે કરો એપ્લાય.

દેશમાં લોકોને વીજળીની સમસ્યાથી છુટકારો અપાવવા માટે સરકાર સોલર હોમ લાઇટિંગ સિસ્ટમ લઈને આવી છે. ભારતના ઘણા ગામ અને શહેર એવા છે. જ્યાં દિવસમાં ઘણી વાર લાઈટ જતી રહે છે. એને જોતા હરિયાણાની સરકારે બધા જિલ્લાઓમાં મનોહર જ્યોતિ હોમ લાઇટિંગ સિસ્ટમનું અનુદાન પર વિતરણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યુ છે.

આ પ્રણાલીમાં 150 વોટનું સોલર મોડ્યુલ, 80 એએચ – 12.8 વોલ્ટ લિથિયમ બેટરી, 2 એલઇડી લાઈટ, 1 ટ્યુબ લાઈટ અને એક પંખો શામેલ છે. દિવસમાં બેટરીને 150 વોટના સોલર મોડ્યુલથી ચાર્જ કરવામાં આવશે. આ ઉપકરણોનો ઉપયોગ વીજળી રહિત ઘરો અને ક્ષેત્રોમાં કરવામાં આવશે.

સોલર હોમ સિસ્ટમની કિંમત :

આમ તો સોલર હોમ સિસ્ટમની કિંમત 22,500 રૂપિયા છે, પણ હરિયાણાની સરકાર એના પર લગભગ 15,000 રૂપિયાનું અનુદાન આપી રહી છે. જેનાથી લાભાર્થીઓએ એના માટે પોતાના ખીસા માંથી ફક્ત 7,500 રૂપિયા ખર્ચ કરવા પડશે.

આવી રીતે કરવી અરજી :

અરજી “અંત્યોદય સરલ કેંદ્ર” ના માધ્યમથી ફક્ત સરલ પોર્ટલ પર ઓનલાઇન કરી શકાય છે.

એના સિવાય કોમન સર્વિસ સેંટર માંથી પણ અંત્યોદય સરલ પોર્ટલ પર ઓનલાઇન અરજીની સુવિધા છે.

સોલર સિસ્ટમ માટે યોગ્ય અરજદાર :

વિદ્યુત રહિત વિસ્તારમાં રહેવા વાળા પરિવાર.

અનુસૂચિત જાતિમાં આવતા પરિવાર.

ગરીબી રેખાની નીચે આવવા વાળા પરિવાર.

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ/શહેરી) ના લાભપાત્ર.

શહેરી મહિલા વસ્તીમાં રહેવા વાળા વિદ્યુત રહિત પરિવાર.

મહિલા મુખિયા વાળો પરિવાર.

ગ્રામીણ પરિવાર, જેમાં સ્કૂલે જવા વાળી વિદ્યાર્થીની હોય.

ગ્રામીણ પરિવાર :

જણાવી દઈએ કે ઉપરની શ્રેણીઓમાં આવતા અરજદાર જ અરજી કરી શકે છે. આ ઉપકરણ “પહેલા અરજી – પહેલા સેવા” ના આધાર પર આપવામાં આવશે. જેમાં ઉપરોક્ત શ્રેણીઓમાં પહેલા 5 નંબર વાળાને પ્રાધાન્યતા આપવામાં આવશે.

જરૂરી દસ્તાવેજ :

અરજી કરવા માટે અરજદારો પાસે જરૂરી દસ્તાવેજ હોવા ઘણા જરૂરી છે. જેમાં રાશન કાર્ડ / આધારકાર્ડ / પેન કાર્ડ / વીજળીનું બિલ / ગરીબી રેખા કાર્ડ / અનુસૂચિત જાતિ પ્રમાણ પત્ર / બેંક ખાતું હોવું જરૂરી છે.

આ સોલર સીસ્ટમ માટે અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન જ છે. માટે અંત્યોદય સરલ કેંદ્ર પર જઈને તેની સંપૂર્ણ માહિતી લઇ શકો છો. જરૂરી દસ્તાવેજોની નકલ સાથે રાખવી જેથી કેંદ્ર પર રહેલા અધિકારી તમારા દસ્તાવેજો તપાસી તમને સોલર સીસ્ટમ માટે અરજી કરવામાં મદદ કરી શકે. વધુ માહિતી માટે http://saralharyana. gov .in/ ની મુલાકાત લેવી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.