આયુર્વેદમાં મહત્વનું સ્થાન ધરાવતા સરસીયાના તેલમાં છુપાયેલ છે સ્વસ્થ જીવનનું સિક્રેટ

 

સરસીયાનું તેલ દરેક ઘરમાં ઉપયોગ થાય છે. સાથે જ તેલ જુના સમયથી આયુર્વેદમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે. કડવુંતેલ એટલે સરસીયાનું તેલમાં ઘણા ગુણ છે જે તમારા આરોગ્ય અને ઉંમર બન્ને માં ઘણો જ ફાયદો પહોચાડે છે. સરસીયાનું તેલ દર્દનાશક હોય છે જે ગઠીયા કાનના દુખાવામાંથી રાહત આપે છે તેથી સરસીયાનું તેલ કોઇ ઔષધી કરતા ઓછું નથી. આજે અમે તમને સરસિયાના તેલના આ ગુણો ને એક એક કરીને જણાવીશું. જેથી તમને સરસિયાના તેલના ફાયદા મળી શકે.

સરસિયાના તેલના ફાયદા

૧. કેન્સરને અટકાવે

સરસિયાના તેલમાં કેન્સરને અટકાવવાના ગુણ ગ્લુકોજીલોલેટ હોય છે, જે કેન્સરના ટ્યુમર અને ગાંઠને શરીરમાં બનવાથી અટકાવે છે સાથે જ કોઈપણ જાતના કેન્સરને શરીર ઉપર થવા નથી દેતું.

૨. વજન ઓછું કરવું

સરસિયાના તેલમાં રહેલ વિટામીન જેવા કે થિયામાઇન, ફોલેટ અને નિયાસીન શરીરના મેટાબાલીજ્મ ને વધારે છે જેથી વજન સરળતાથી ઓછું થવા લાગે છે.

૩. વધતી ઉંમરને અટકાવે

સરસિયાના તેલમાં વિટામીન એ, સી અને કે વધુ પ્રમાણમાં હોય છે જે વધતી જતી ઉંમરથી થતી કરચલીઓ એટલે રીન્કલ અને નિશાન ને દુર કરે છે. સરસિયાના તેલમાં એન્ટીઓક્સીડેંટ પણ હોય છે. જેથી ત્વચા ટાઈટ બનેલી રહે છે.

૪. દુખાવામાં રાહત

સરસિયાના તેલના માલીશથી ગઠીયા રોગ અને સાંધાના દુખાવા ઓ પણ ઠીક થઇ જાય છે. ઠંડીના દિવસોમાં સરસિયાના તેલ ગરમાવા માટે રામબાણ ઈલાજ છે, અને તેનાથી દુખાવામાં રાહત મળે છે. હળવા ગરમ તેલના માલીશથી સુકી એવી ચામડી પણ નરમ, મુલાયમ અને સુવાળી થઇ જાય છે.

૫. કોલેસ્ટ્રોલ ઓછું કરે

સરસીયામાં વિટામીન બિ નું પુષ્કળ પ્રમાણ મળી આવે છે. જેનાથી કોલેસ્ટ્રોલ ઓછું કરવાના ગુણ મળી આવે છે, જે આર્ટરીજ ને અથેરોક્લેરોસીસ થી બચાવે છે જેથી લોહીનો પ્રવાહ સારો રહે છે, અને શરીરને ઊંચા લોહીનું દબાણ થતું નથી.

૬. લાંબા વાળ માટે

સરસિયાના તેલથી માથામાં માલીશ કરવાથી વાળનો ગ્રોથ તો સારો થાય જ છે લોહીનું સર્ક્યુલેશન પણ વધે છે. તેલ લગાવ્યા પછી પ્લાસ્ટિક બેગ કે ગરમ ટુવાલ લપેટી દો, તેનાથી તેલ સારી રીતે વાળમાં અબ્સોર્બ થઇ જશે. તેને અડધો કલાક માટે રાખી દો પછી તેને શેમ્પુથી ધોઈ લો.

૭. મેલેરિયાથી બચાવ

મેલેરિયા મચ્છર કરડવાથી થાય છે. તેવામાં સરસીયાનું તેલ રાત્રે સુતા પહેલા તમારા શરીર ઉપર લગાવીને સુવો. આ ઉપાયથી મેલેરિયાના મચ્છર નહી કરડે.

૮. ત્વચા માટે

સરસીયામાં સલ્ફર મળી આવે છે, જે એક એન્ટીફંગલ તત્વ છે, જે શરીરના કોઇપણ ભાગમાં ફંગસને વધતા અટકાવે છે જેથી ત્વચાને ઇન્ફેકશનનો ભય ઓછો થઇ જાય છે અને તે ત્વચા ને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે.

૯. ઈમ્યુનીટીવધારે

સરસીયામાં આયરન, મેગેઝીન અને કોપર જેવા તત્વ મળી આવે છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે.

૧૦. શક્તિ વધારે

સરસિયાના તેલને ઘણા લોકો દવા તરીકે પણ ઉપયોગ કરે છે. તે શરીરની કાર્ય ક્ષમતા વધારીને શરીરની નબળાઈ ને દુર કરવામાં મદદ કરે છે. આ તેલના માલીશ પછી સ્નાન કરવાથી શરીર અને ત્વચા બન્ને સ્વસ્થ રહે છે.

11. હ્રદય રોગનો ભય ઓછો કરે

સરસિયાના તેલનો ઉપયોગ કરવાથી કોરોનરી હાર્ટ ડીસીઝ નો ભય પણ ઓછો થાય છે. તેથી સરસિયાના તેલને ખાવામાં જરૂર ઉમેરો કરો.

૧૨. ભૂખ વધારે

ભૂખ ન લાગવા ઉપર સરસીયાનું તેલ તમારા માટે ઘણું ફાયદાકારક સાબિત થઇ શકે છે. જો ભૂખ ન લાગે તો ખાવાનું બનાવવામાં સરસીયાના તેલનો ઉપયોગ કરો. શરીરમાં પાચનતંત્રને પણ સારું રાખવામાં પણ ફાયદાકારક હોય છે.

૧૩. સરસિયાના દાણાનું ચૂર્ણ દિવસમાં એક એક ચમચી ત્રણ વખત લેવાથી બ્લડશુગર કંટ્રોલમાં આવે છે અને ઇન્સ્યુલીનની જરૂરિયાત પણ દુર થઇ જાય છે.

૧૫. કમરના દુખાવા માં

કમર ના દુખાવાથી છુટકારો મેળવવા માટે સરસિયાના તેલમાં અજમો, લસણ અને થોડી હિંગ ભેળવીને કમર ઉપર માલીશ કરો.

૧૬. દાંતના દુખાવામાં આરામ આપે છે સરસીયાનું તેલ

સરસિયાના તેલમાં મધ ભેળવીને દુખાવા વાળા ભાગ ઉપર મસાજ કરવાથી દાંતોનો દુખાવો ઓછો થઇ જાય છે દરરોજ આમ કરવાથી દાંતનો દુખાવો દુર થઇ જાય છે.

૧૭. અસ્થમા ને અટકાવે

નિયમિત રીતે અસ્થમા થી પરેશાન લોકોએ સરસીયાનું તેલ ખાવામાં ઉપયોગ કરવો જોઈએ. સરસિયાના બીજમાં મેગ્નેશિયમ વધુ હોય છે. તે ઉપરાંત આ તેલ શિયાળામાં અને બ્રેસ્ટ માં થતી તકલીફોને દુર કરે છે.