17 સપ્ટેમ્બરે છે સર્વપિતૃ અમાસ અને 18 સપ્ટેમ્બરે શરૂ થઇ જશે અધિકમાસ, વાંચો આ અઠવાડિયના વ્રત અને તહેવાર

જાણો આ અઠવાડિયામાં આવનારા મહત્વપૂર્ણ વ્રતો અને તહેવારોની જાણકારી. 17 સપ્ટેમ્બરે જ્યાં પિતૃઓને વિદાય આપવામાં આવશે અને સર્વપિતૃ અમાસ સાથે શ્રાદ્ધ કર્મ સમાપ્ત થશે, ત્યાં જ 18 સપ્ટેમ્બરથી અધિક માસની શરૂઆત થઇ રહી છે. જયારે પણ સૂર્ય ગુરુની રાશિ ધનુ અથવા મીનમાં પ્રવેશ કરે છે, તો અધિક માસ લાગે છે, જે દર ત્રીજા વર્ષે આવે છે.

15 સપ્ટેમ્બર (મંગળવાર) : પહેલા (શુદ્ધ) ભાદરવા માસના કૃષ્ણ પક્ષની તેરસ રાત્રે 11 વાગ્યા સુધી, ત્યાર બાદ ચૌદશ. તેરસનું શ્રાદ્ધ.

16 સપ્ટેમ્બર (બુધવાર) : પહેલા (શુદ્ધ) ભાદરવા માસના કૃષ્ણ પક્ષની ચૌદશ સાંજે 7:57 વાગ્યા સુધી, ત્યાર બાદ અમાસ. ચૌદશનું શ્રાદ્ધ.

17 સપ્ટેમ્બર (ગુરુવાર) : પહેલા (શુદ્ધ) ભાદરવા માસની અમાસ સાંજે 4:30 સુધી, ત્યાર બાદ એકમ (પડવો). સર્વપિતૃ અમાસ.

vishnu
vishnu

18 સપ્ટેમ્બર (શુક્રવાર) : આસો અધિક માસ (મલમાસ) એકમ બપોરે 12:51 વાગ્યા સુધી, ત્યાર બાદ બીજ.

19 સપ્ટેમ્બર (શનિવાર) : આસો અધિક માસ બીજ સવારે 9:33 વાગ્યા સુધી, ત્યાર બાદ ત્રીજ રાત્રે 5:39 વાગ્યા સુધી.

20 સપ્ટેમ્બર (રવિવાર) : વિનાયકી શ્રી ગણેશ ચતુર્થી વ્રત.

21 સપ્ટેમ્બર (સોમવાર) : પુરુષોત્તમ માસની પાંચમ.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.