સવાર, બોપોર કે સાંજ જાણો કયો છે કેળાને ખાવાનો સાચો સમય?

જો તમને પણ કેળા પસંદ છે, તો જાણો કેળા ખાવાનો યોગ્ય સમય, જેથી તમને તેના પૂર્ણ ફાયદા મળી શકે

કેળું એક એવું ફળ છે, જે ખાવામાં વધારે મહેનત કરવી પડતી નથી. તેથી જ ઘણા લોકો તેમના નાસ્તામાં કેળાને પસંદ કરે છે. પરંતુ શું ભૂખ્યા પેટે કેળા ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નુકસાનકારક?

તેમાં કોઈ શંકા નથી કે કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તંદુરસ્ત હૃદય અને શરીરનો થાક દૂર કરવા માટે કેળા ખૂબ મદદગાર છે. કેળા બ્લડ પ્રેશર જાળવવામાં, તણાવ ઓછો કરવામાં, કબજિયાત અને અલ્સરની સમસ્યામાં રાહત અપાવવામાં પણ મદદ કરે છે. કેળા શરીરના તાપમાનને પણ નિયંત્રિત કરે છે.

કેળામાં આયરન ભરપુર માત્રામાં હોય છે, જે હિમોગ્લોબિન બનાવે છે અને એનિમિયા સામે લડવામાં મદદ કરે છે. કેળા પોટેશિયમ, ફાઇબર અને મેગ્નેશિયમનો એક ઉત્તમ વિકલ્પ છે, જે શરીરને જરૂરી ઘણા પોષક તત્વો પૂરા પાડે છે. કેળા ખાવાથી ઉર્જાનું સ્તર વધે છે. આ કારણોસર, દરેક વ્યક્તિએ દરરોજ કેળા ખાવા જોઈએ. પરંતુ કેળા ક્યારે અને કેવી રીતે ખાવા તે જાણવું પણ જરૂરી છે.

કેળામાં આયરન, ટ્રાઇટોફન, વિટામિન બી 6 અને વિટામિન બી પણ હોય છે. કેટલાક અભ્યાસથી આ વાત સામે આવી છે કે પોટેશિયમ, ફાઇબર અને મેગ્નેશિયમ સમૃદ્ધ હોવા છતાં, ભૂખ્યા પેટે કેળા ખાવા સ્વાસ્થ્ય માટે સારા નથી.

સવારના નાસ્તામાં કેળાનો સમાવેશ કરવો જોઈએ પરંતુ તે ખાલી પેટે ખાવા ન જોઈએ. ડ્રાય ફ્રુટસ, સફરજન અને અન્ય ફળોનો પણ ઉપયોગ કેળા સાથે કરવો જોઈએ, જેથી શરીરમાં એસિડિક પદાર્થોની માત્રા ઓછી થાય. કેળામાં રહેલું મેગ્નેશિયમ લોહીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના સ્તરોનું સંતુલન બગાડી શકે છે. તેનાથી આગળ જઈને રક્તવાહિની તંત્ર ઉપર પ્રતિકૂળ અસર પડી શકે છે.

સવારે ખાલી પેટે કેળા ખાવાથી ભૂખ મરી જાય છે. જે શરીર માટે સારું નથી. મોટાભાગના લોકો રાત્રે સૂતા પહેલા કેળા ખાય છે, જ્યારે આમ પણ ન કરવું જોઈએ. કારણ કે રાત્રે કેળા ખાવાથી તમે બીમાર થઈ શકો છો. રાત્રે કેળા ખાવાથી કફની સમસ્યા થઈ શકે છે.

આયુર્વેદ અનુસાર જો તમે નાસ્તા પછી કેળા ખાતા હોય તો તે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. અને કેળા ખાવાનો સારો સમય સવારે 8 થી 9 વાગ્યાનો હોય છે, પરંતુ જો તમે નાસ્તો કર્યો હોય તો.

આયુર્વેદ મુજબ, દરેક વ્યક્તિએ સવારે ભૂખ્યા પેટ ફળો ખાવાનું ટાળવું જોઈએ, નિષ્ણાતોના જણાવ્યા મુજબ ભૂખ્યા પેટે કેળા જ નહીં પરંતુ અન્ય ફળો પણ ખાવાનું ટાળવા જોઈએ.

આ માહિતી પકવાન ગલી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.