સવારે ખાલી પેટ ગોળ અને હુંફાળું પાણી પીવાથી મૂળ માંથી દૂર થઇ જાય છે આ રોગો

ભારતમાં હંમેશા લોકો ભોજન કર્યા પછી ગળ્યું ખાવાનો શોખ ધરાવે છે. પરંતુ કેટલાક લોકો હેલ્થ કોન્સસ હોવાના કારણે ગળ્યું ભોજન નથી ખાતા. પરંતુ જો તમે આરોગ્ય સાથે બાંધછોડ કર્યા સિવાય ગળ્યું ખાવા માંગો છો, તો ગોળ એક હેલ્દી વિકલ્પ હોઈ શકે છે. ગોળનો ઉપયોગ લોકો પ્રાચીન સમયથી કરતા આવી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં તેનું પોતાનું એક અલગ મહત્વ છે.

આવો જાણીએ ગોળ ખાવાના થોડા મહત્વના ફાયદા :

ખાંડ અને ગોળ બંને શેરડીના રસ માંથી બને છે. પરંતુ ખાંડ બનાવતી વખતે તેમાં રહેલા આયરન તત્વ, પોટેશિયમ ગંધક, ફોસ્ફરસ અને કેલ્શિયમ વગેરે તત્વો નાશ પામે છે. પણ ગોળ સાથે આવું નથી બનતું. ગોળમાં વિટામીન એ અને વિટામીન બી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. એક સંશોધન મુજબ તો ગોળનું નિયમિત રીતે સેવન તમારી અનેક પ્રકારની આરોગ્ય સંબંધિત સમસ્યાઓ માંથી તમને છૂટકારો અપાવી શકે છે.

ગોળ ખાવાના ફાયદા :

ગોળ પાચન ક્રિયાને સારી રાખે છે. ગોળ શરીરનું લોહી સાફ કરે છે, અને મેટાબોલિઝમ સારું કરે છે. રોજ એક ગ્લાસ પાણી અથવા દૂધ સાથે ગોળનું સેવન કરવાથી તે પેટને ઠંડક આપે છે. તેનાથી ગેસની સમસ્યા થતી નથી. જે લોકો માટે ગેસની તકલીફ છે તે રોજ લંચ અથવા ડિનર પછી થોડો ગોળ જરૂર ખાવ.

ગોળ આયરનનો મુખ્ય સ્રોત છે. તેથી તે એનીમિયાના દર્દીઓ માટે ઘણો ફાયદાકારક છે. ખાસ કરીને સ્ત્રીઓ માટે તેનું સેવન ખૂબ જ વધુ જરૂરી છે.

ત્વચા માટે ગોળ ખૂબ ફાયદાકારક હોય છે. ગોળ લોહી માંથી ખરાબ ટૉક્સિન દૂર કરે છે, જેથી ત્વચા ચમકે છે અને ખીલ મુંહાસેની સમસ્યા થતી નથી.

તેનું સેવન જુકામ અને કફમાંથી આરામ અપાવે છે. જુકામ દરમ્યાન જો તમે કાચો ગોળ નથી ખાવા માંગતા, તો ચા અથવા લાડુમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો.

ખૂબ વધારે થાક અને નબળાઇ અનુભવવા ઉપર ગોળનું સેવન કરવાથી તમારો ઊર્જા સ્તર વધે છે. ગોળ ઝડપથી પચી જાય છે અને તેનાથી શુગરનું સ્તર પણ વધતું નથી. તે ઉપરાંત જો ખાલી પેટ ગોળ ખાઈને હુંફાળું પાણી પીવામાં આવે તો તે ખૂબ ફાયદાકારક હોય છે.

ખાલી પેટ ગોળ ખાઈને હુંફાળું પાણી પીવાથી ગેસ, એસીડીટી, પેટમાં દુ:ખાવો, કબજિયાત વગેરે સમસ્યાઓ દૂર થાય છે. જો સવારે તમારું પેટ સારી રીતે સાફ નથી થતું તો તેનું સેવન શરુ કરી દો.

તેનું સેવન ખાલી પેટ કરવાથી ત્વચા અને સ્નાયુઓ મજબૂત અને શક્તિશાળી બને છે. તે લોહીને પણ સાફ કરી દે છે. એટલું જ નહીં, તેના સેવનથી બ્લડ સર્ક્યુલેશન પણ સામાન્ય બને છે જે હૃદયની બિમારીઓને દૂર કરે છે.

જો તમે ખાલી પેટ રોજ ગોળ અને હુંફાળા પાણીનું સેવન કરશો, તો તમારું વજન પણ નિયંત્રણમાં રહેશે. તે તમારા શરીરમાં જામેલી ચરબીને ઓગાળવાનું પણ કામ કરે છે. જો તમારૂ વજન વધારે છે અને તમે તેને ઓછું કરવા માંગો છો તો દરરોજ તેનું સેવન શરૂ કરો.