સવારે શ્મશાને જઈને સળગાવી માતા-પિતાની ચિતા, સાંજે બન્યો વરરાજો.

પોતાના દીકરા બાબુના લગ્ન માટે છોકરી પસંદ કરવા વાળી કુશમાની ઈચ્છા એમના મૃત્યુ સાથે જ ચકચૂર થઇ ગઈ. દીકરાના લગ્નને લઈને ગામની મહિલાઓ સાથે પોતાની ઇચ્છાઓને જણાવતી, અને એમની ભાવનાઓમાં વહેતી વાતોને યાદ કરી ગામની મહિલાઓની આંખો ભરાઈ ગઈ હતી. આ દુઃખદાયક ઘટના ઉત્તરપ્રદેશના રાયબરેલી જિલ્લાના ડલમઉમાં બની છે. બુધવારથી ગુરુવારની સવારના 24 કલાક વચ્ચે એટલું બધું થઇ ગયું કે એના પર કોઈને વિશ્વાસ નહિ થાય.

શ્મશાને માતા પિતાને મુખાગ્નિ આપવા વાળા દીકરાની ગુરુવારે જાન જવાની હતી. પરંતુ એક સાથે માં અને બાપ બંનેના મૃત્યુથી તૂટી ગયેલા દીકરાને પરિવારના સભ્યોએ સમજાવ્યો, તો તે વરરાજો બનવા તૈયાર થઇ ગયો. લગ્નની વિધિઓ શરુ થઈ તો ગામની મહિલાઓની આંખો માંથી આંસુની ધારા વહેવા લાગી. ડૂસકાં ભરતા ભરતા વરરાજાની કાકી વિંદેશ્વરીએ બધી વિધિઓ પુરી કરી.

બેંડ બાજા વાળા આવ્યા પણ એમજ પાછા જતા રહ્યા :

માથા પર સહેરો (વરરાજાનો ખૂંપ) જોઈને ગામવાળા મૃતક રામનરાયન અને એમની પત્ની કુશમાની વાતોને યાદ કરીને ભાવુક થઇ રહ્યા હતા. લગ્ન માટે પહેલાથી બુક કરેલા બેંડ બાજા વાળા આવ્યા પણ વગાડ્યા વગર જ જતા રહ્યા. અહીંનો શોક જોઈને તે પણ પોતાના આંસુ રોકી નહિ શક્યા.

શ્મશાનમાં દીકરાની ફરજ બજાવીને આવ્યો અને સાંજે વરરાજો બન્યો :

આ વરરાજાના લગ્નમાં ન ફટાકડા ફૂટ્યા અને ન તો શરણાઈ વાગી. દિલમાં દુઃખ દબાવીને બધા રીતિ-રિવાજો નિભાવવામાં આવ્યા. વરઘોડામાં જવા માટે ગામવાળા તૈયાર નહિ થયા તો ફક્ત ઘરવાળા અને સંબંધીઓ જ વરઘોડો લઈને નીકળ્યા. બીજા દિવસે પણ ગામમાં ચૂલા સળગ્યા નથી.

ચારેય તરફ એક સાથે પતિ પત્નીનું મૃત્યુ થવાની ચર્ચા થતી રહી. ગામવાળા બાબુની મનોદશાને જોઈને દુઃખી હતા કે બાબુની નિયતિ હજી કેટલા રંગ દેખાડશે. બાબુ શ્મશાનમાં દીકરાની ફરજ બજાવીને આવ્યો અને સાંજે વરરાજો બન્યો.

માતા પિતાનું સ્થળ પર જ મૃત્યુ :

બુધવારે બાબુના માતા-પિતા બાઈક પર લગ્નનો સામાન ખરીદવા જઈ રહ્યા હતા. બાઈક એમનો ભાણજો ચલાવી રહ્યો હતો. લિંક રોડ પરથી બાઈક જેવી જ મુખ્ય માર્ગ કનહા પર પહોંચી, કે ડલમઊ તરફથી આવી રહેલા એક ટ્રકે બાઇકને જોરદાર ટક્કર મારી. આ દુર્ઘટનામાં બાબુના માતા-પિતાનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થઇ ગયું હતું.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.