સર્વાઈકલ પેન એટલે કે ગળાનો દુઃખાવો જાણો, તેનાથી છુટકારો મેળવવાનો રામબાણ ઘરેલુ નુસખો

આપણા જીવનધોરણથી લઇને બોડી પોશ્ચર સુધી બધું જ આપણા શરીરને અસર કરે છે. આજકાલના જીવનધોરણમાં ઓફીસથી લઇને ઘર સુધી, મોટાભાગના લોકો દિવસ આખો ખુરશી ઉપર બેસી રહે છે. ઘણા લોકોની ખુરશી અને સોફા ઉપર બેસવાની પદ્ધતિ ઘણી વિચિત્ર હોય છે. તે નાની નાની ટેવો ઘણી વખત ગંભીર રોગોને આમંત્રિત કરી દે છે, જેની આપણેને ખબર પણ નથી પડતી.

વાચક મિત્રો, તમે એકલા વાંચીને આ ઉપાયો અજમાવો એ સારી વાત છે પણ સાથે સાથે તમે એક વાત ભૂલી જાઓ છો, જેને ખરેખર આ ઉપાયોની જરૂરિયાત છે અને ઘણા હેરાન પરેશાન થઇ ગયા છે એવા વ્યક્તિ સુધી આ ઉપાયોને પહોચાડવું એ તમારા હાથમાં છે, બસ ફક્ત લાઇક અને શેયર કરો અને હા, જો આ ઉપાયોથી તમને ફાયદો થયો હોય તો કોમેન્ટમાં તમારો અનુભવ પણ લાખો.

દિવસ આખો બેસી રહેવાથી, ખુરશી કે સોફા ઉપર વાંકા ચુકા બેસવાથી, સીધા ન ચાલી શકવા અને થોડી પણ મહેનતને કારણે ઘણી વખત આપણી કમર, ગરદન અને કરોડરજ્જુના હાડકાઓ પ્રભાવિત થાય છે અને તેની અંદર દુ:ખાવો શરુ થઇ જાય છે. એવો જ દુ:ખાવો છે, સર્વાઇકલ પેન એટલે ગરદનનો દુ:ખાવો, જેનાથી આજકાલ વડીલો સાથે સાથે નાના બાળકો પણ પ્રભાવિત થઇ રહ્યા છે.

ગરદનથી શરુ થતા આ દુ:ખાવાને ધ્યાન બહાર કરતા રહેવાથી કે દુ:ખાવાની સામાન્ય દવાઓના ઉપયોગથી ટાળી દેવાથી ધીમે ધીમે વધી જાય છે. ગરદન પછી કમર અને પગ સુધી પહોચી જાય છે. દુ:ખાવો વધુ હોય તો ડોક્ટરની સલાહ જરૂરી છે. તે ઉપરાંત થોડા ઘરેલું નુસખાથી પણ સર્વાઇકલ પેનમાં રાહત મળે છે.

હળદર :

હળદરમાં ઘણા ઔષધીય તત્વ હોય છે. તે એક કુદરતી પેન કિલર છે અને તે સોજાને પણ ઓછો કરે છે. હળદર બ્લડ સર્ક્યુલેશનને ઝડપી કરે છે, એટલા માટે તેના સેવનથી દુ:ખાવામાં રાહત મળે છે અને તેનાથી ગરદનની અકડ પણ ઓછી થઇ જાય છે.

જો તમને સર્વાઇકલ પેન છે, તો એક ગ્લાસ દેશી ગાયના દૂધમાં એક ચમચી હળદર નાખીને ઉકાળી લો. ત્યાર પછી તેને ઠંડું કરી તેમાં એક ચમચી મધ ભેળવી લો. તેને રોજ દિવસમાં બે વખત પીવાથી ગરદન સાથે સાથે શરીરના કોઈ પણ દુખાવામાં રાહત મળે છે.

તલ :

તલ ઘણા સ્વાદિષ્ટ હોય છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, જીંક, ફોસ્ફરસ, વિટામીન ડી અને વિટામીન કે મળી આવે છે. એટલા માટે હાડકાઓ સાથે સાથે તલ આખા શરીર માટે ઘણા ફાયદાકારક છે. સર્વાઇકલ પેનથી છુટકારો મેળવવા માટે તલનું તેલ હુંફાળું કરીને તેને રોજ દિવસમાં બે વખત માલીશ કરો.

તલનું સેવન કરવાથી પણ આ દુ:ખાવામાં લાભ મળે છે. તેના માટે શકેલા તલને ગોળની ચાસણીમાં ભેળવીને લાડુ બનાવીને ખાવ. તે ઉપરાંત તમે શેકેલા તલને ગરમ દૂધમાં નાખીને રોજ પી શકો છો.

લસણ :

લસણના ઔષધીય ગુણોને કારણે દુ:ખાવો, સોજો અને બળતરાને ઓછા કરે છે. સર્વાઇકલ પેનમાં પણ લસણના ઉપયોગથી રાહત મળી શકે છે. તેના માટે સરસીયા, તલ કે એરંડીના તેલમાં લસણની ત્રણ ચાર કળીઓ નાખી દો અને શેકી લો. શેક્યા પછી આ તેલ માંથી લસણ કાઢીને ખાઈ શકો છો.

લસણ સાથે પાકેલા આ તેલ વડે દુ:ખાવા વાળી જગ્યા ઉપર માલીશ કરવાથી દુ:ખાવામાં રાહત મળે છે. તે ઉપરાંત સવારે ખાલી પેટ લસણની બે કળીઓ હુફાળા પાણી સાથે ખાશો તો તમને સર્વાઇકલ પેન નહિ થાય, પેટ સાફ થેશે અને મોટાપો ઝડપથી ઘટશે.

ગરદનનો શેક :

દુ:ખાવા માંથી તરત રાહત મેળવવાની સૌથી સારી રીત પ્રભાવિત જગ્યાએ શેક કરવો છે. ગરદનમાં દુ:ખાવાને કારણે ઘણી વખત સોજો પણ આવી જાય છે. એટલે એક લીટર પાણીમાં અડધી ચમચી મીઠું ભેળવીને ઉકાળી લો. હુંફાળું થઇ ગયા પછી આ પાણીને બોટલમાં ભરીને પ્રભાવિત જગ્યાએ શેક કરો કે તે પાણીમાં રૂમાલ પલાળીને પણ શેક કરો. તેનાથી ગરદનનો દુ:ખાવો, બળતરા અને સોજા દુર થશે.

વાચક મિત્રો, તમે એકલા વાંચીને આ ઉપાયો અજમાવો એ સારી વાત છે પણ સાથે સાથે તમે એક વાત ભૂલી જાઓ છો, જેને ખરેખર આ ઉપાયોની જરૂરિયાત છે અને ઘણા હેરાન પરેશાન થઇ ગયા છે એવા વ્યક્તિ સુધી આ ઉપાયોને પહોચાડવું એ તમારા હાથમાં છે, બસ ફક્ત લાઇક અને શેયર કરો અને હા, જો આ ઉપાયોથી તમને ફાયદો થયો હોય તો કોમેન્ટમાં તમારો અનુભવ પણ લાખો. જય હિન્દ…