આ છે સવારે ઉઠવાનો શ્રેષ્ઠ સમય, આ સમયમાં ઉઠશો તો 90-100 વર્ષ સુધી બિંદાસ થઈને જીવશો.

આજકાલના દોડધામ વાળા જીવનમાં લોકો પાસે પોતાના આરોગ્ય માટે પણ સમય રહેતો નથી અને સતત દોડધામ કરતા રહે છે અને પોતાના શરીરને પણ જરૂરી આરામ અને ઊંઘ પણ પૂરતા પ્રમાણમાં આપી શકતા નથી અને મોડે રાત સુધી જાગતા રહે છે, અને કામ કરતા રહે છે.

દરેક વ્યક્તિનું ઉઠવા અને સુવાનો સમય અલગ અલગ હોય છે. કોઈ વહેલા સુઈ જાય છે તો કોઈ મોડેથી ઉઠે છે. પરંતુ તમારી ઊંઘ તમારા મૃત્યુના સમયને પણ નક્કી કરે છે. આપણા શાસ્ત્રોમાં પણ રાત્રે ઊંઘવાનો અને સવારે ઉઠવાનો એક સમય નક્કી કરેલો છે. જો આપણે એ નિયમોનું પાલન કરીએ તો એનાથી આપણને સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા થાય છે. અને રાત્રે મોડે સુધી જાગીને બીજા દિવસે સવારે મોડા ઉઠવાની જીવનશૈલી આપણી નથી. એ તો વિદેશની દેન છે. જેનું આપણે આંધણું અનુકરણ કરીએ છીએ.

દુનિયામાં ઘણા બધા વ્યક્તિઓને મોડી રાત સુધી જાગવાની ટેવ હોય છે, અને સવારે ઘણું મોડે સુધી સુતા રહે છે. એવા લોકોનું મૃત્યુ ૪૫-૫૦ વર્ષની વચ્ચે થઇ જાય છે. ઘણા એવા પણ હોય છે, જે સવારે ઘણા વહેલા ઉઠી જાય છે. વ્યક્તિએ પોતાની ઊંઘ પૂરી લેવી જોઈએ. જો આપણે મોડી રાત સુધી જાગીને કામ કરીએ છીએ, તો આપણા આરોગ્ય ઉપર અસર પડી શકે છે.

સારા આરોગ્ય અને દેવી દેવતાઓની કૃપા મેળવવા માટે આપણે રોજ સવારે બ્રહ્મ મુહુર્તમાં જ પથારી છોડી દેવી જોઈએ. એ જૂની માન્યતા છે. બ્રહ્મનો અર્થ પરમ તત્વ કે પરમાત્મા અને મુહુર્ત એટલા શુભ સમય. સામાન્ય રીતે રાતનો છેલ્લો સમય એટલે સવારે ૪ થી ૫.૩૦ વાગ્યા સુધી ના સમય ને બ્રહ્મ મુહુર્ત માનવામાં આવે છે.

આપણી દિનચર્યા સવારે ઉઠતા જ શરુ થાય છે. એટલા માટે સવારે વહેલા ઉઠવું દિનચર્યાનો સૌથી પહેલો અને મહત્વનો ભાગ છે. તે કારણે આપણી પ્રાચીન પરંપરામાં સવારે ઉઠવાનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. તે છે બ્રહ્મ મુહુર્ત. આ સમયે જાગવાથી વ્યક્તિ ને ૧. સુંદરતા, ૧. લક્ષ્મી, ૩. બુદ્ધી, ૪. આરોગ્ય, ૫. આયુષ્ય વગેરેની પ્રાપ્તિ થાય છે. એમ કરવાથી શરીર કમળ જેવું સુંદર થઇ જાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.