I Am Fine બોલવું થયું જૂનું, હવે આ 10 રીતે આપો આવા જવાબ શીખો નવું ઈંગ્લીસ

જયારે પણ કોઈ તમને અંગ્રેજીમાં “How are you?” (તમે કેમ છો?) પૂછે છે તો મોટા ભાગના લોકોનો એક જ જવાબ સામે આવે છે. અને એ જવાબ છે ‘I Am Fine’. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે “How Are You?” પૂછ્યા પછી ખરેખર કેમ આપણી જીભ ઉપર આ ત્રણ શબ્દ જ આવે છે? જરા વિચારીને જુવો. અઠવાડિયાના સાત દિવસ જો કોઈ તમને પૂછે કે તમે કેમ છો? તો શું રવિવાર સુધી ‘I Am Fine’ જવાબ આપતા રહેશો. નહિ ને…

એટલા માટે અમે તમારા માટે એવા અંગ્રેજી ૧૦ વાક્ય લઇને આવ્યા છીએ, જે વાંચીને તમે “How Are You?” નો જવાબ જુદી જુદી રીતે આપી શકો છો.

માની લો કે તમને સોમવારે કોઈ પૂછે છે “How are you?” તો તમે જવાબમાં ‘Gearing up for the week’ કહી શકો છો. આ વાક્યનો અર્થ છે કે હું આવનારા અઠવાડિયાની તૈયારી કરી રહ્યો/રહી છું, કે તૈયારી થઇ રહી છે.

તમે બીજો જવાબ ‘Same Old, Same Old’ પણ આપી શકો છો. આ વાક્યનો અર્થ છે બસ એ કામ, એ વસ્તુ. એટલે જે વસ્તુ પહેલા ચાલી રહી હતી તેવી જ આજે ચાલી રહી છે.

ત્રીજા જવાબ માં તમે ‘Feeling Grateful’ (એ જવાબ આપવાનો અર્થ છે તમારા જીવન માં બધું સારું ચાલી રહ્યું છે. તમે ખુશ છો. અને પોતાને નસીબદાર અનુભવી રહ્યા છો.)

તમે જવાબમાં ‘Trying To Stay Positive’ પણ બોલી શકો છો. જેનો અર્થ છે કે ‘સકારાત્મક રહેવાનો પ્રયાસ કરી રહ્યો છું.’ એટલે હું સારું વિચારવા અને રહેવાનો પ્રયાસ કરી રહ્યો છું.

આગળના જવાબમાં તમે ‘Better, now that you are here’ બોલી શકો છો. (તેનો અર્થ છે કે હવે સારું લાગી રહ્યું છે કે તમે અહિયાં છો. બીજા શબ્દોમાં કહીએ તો તમારા પૂછવા અને અહિયાં આવવા ઉપર મને ઘણું સારું લાગી રહ્યું છે. એ તમે તમારા કોઈ સ્નેહીને બોલી શકો છો.)

જરૂરી નથી કે તમે જવાબ જ આપો. તમે પ્રશ્ન પણ કરી શકો છો. જો તમને કોઈ પૂછે છે કે ‘how are you?’ તો તમે ઉલટું સામે વાળાને પણ એક પ્રશ્ન ઉમેરતા પૂછી લો. I Am/Was wondering, how you are? એટલે હું વિચારી રહ્યો/રહી હતી કે તમે કેમ છો?

આગળનો જવાબ ‘I Need Some Peace’ એટલે મને શાંત વાતાવરણ/ શાંતિ જોઈએ.

જેવું જ આખું અઠવાડિયું પૂરું થવાનું છે તો એનર્જી ડાઉન થઇ જાય છે. એટલે કોઈ પૂછી લે તો તમે જવાબમાં ‘I Am Bored To Death’ આપી શકો છો. તેનો અર્થ છે કે હું કામથી કંટાળી ગયો છું. મરવા જેવી હાલત થઇ ગઈ છે. તમે આ વાક્યનો ઉપયોગ તમારા મુડના હિસાબે કરી શકો છો. કરીને જુવો.

આગળનો જવાબ તમારો ‘Trying To Survive’ હોઈ શકે છે. જેનો અર્થ છે જીવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જીવન ચાલી રહ્યું છે, જીવન પસાર થઇ રહ્યું છે.

જો કોઈ તમને શનિવારના દિવસે આ પ્રશ્ન પૂછે છે, તો તમે બોલી શકો છો ‘Can’t wait to get drunk/sleep/get away’ બોલીને તમે આ જવાબ આપી દઈ શકો છો.

અને રવિવારના રોજ તમે ‘lazy sunday’ બોલીને જવાબ પૂરો કરી શકો છો. એટલે આજે કોઈ કામ નથી બસ આરામ જ આરામ છે. એટલે પછી તમે જવાબમાં ‘Eat,drink, sleep and repeat’ બોલીને તમારા કંટાળાથી ‘I am fine’ ને સારો અને અલગ બનાવી શકો છો.