SBI પૈસા જમા કરવા અને કાઢવા ઉપર લે છે ચાર્જ, જાણો દંડની યાદી.

SBI ખાતા ધારકોએ જરૂર જાણવા જોઈએ પૈસા કાઢવા, જમા કરવા વગેરેનું ચાર્જ લિસ્ટ. દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) તેમના કરોડો ખાતા ધારકો પાસે મોટો ચાર્જ વસુલી રહી છે. બેંક પૈસા જમા કરાવવાથી લઈને ઉપાડવા સુધી ફી લાગે છે. એક ચોક્કસ સમયગાળા પછી જો કોઈને બેંકમાં પોતાના ખાતામાં પૈસા જમા કરાવવા કે ઉપાડવા સુધીની લીમીટ પછી જો કોઈએ બેંકમાં તેમના ખાતામાં પૈસા જમા કરાવે કે ઉપાડે તો આ ફી ચૂકવવી પડે છે. તે ઉપરાંત એસબીઆઈએ તેમના ગ્રાહકો ઉપર પેનલ્ટી પણ લગાવી છે.

આ પેનલ્ટી સામાન્ય ભૂલો ઉપર વસુલવામાં આવે છે. તેવામાં જો તમારું પણ ખાતું એસબીઆઈમાં છે, તો સાવચેત રહો. કેમ કે એસબીઆઈ પેનલ્ટી વસુલવામાં મોડુ નથી કરતી. આવો જાણીએ કે એસબીઆઈ કેટલી ફી અને પેનલ્ટી વસુલ કરે છે.

સૌથી પહેલા જાણો પૈસા જમા કરાવવા ઉપર કેટલી આપવી પડશે પેનલ્ટી : એસબીઆઈ 1 ઓક્ટોબર 2019 થી પૈસા જમા કરવા ઉપર પેનલ્ટી વસુલ કરી રહી છે. બેંક બચત ખાતામાં મહિનામાં માત્ર 3 વખત જ પૈસા મફતમાં જમા કરવાની છૂટ આપવામાં આવે છે. જો ચોથી વખત તમે પૈસા જમા કરાવ્યા, તો તમારી ઉપર ચાર્જ લાગે છે. તે ચાર્જ પણ 50 રૂપિયા પ્રતિ ટ્રાંજેક્શન એટલે દરેક જમા ઉપર લગાવવામાં આવે છે. તે ઉપરાંત આ 50 રૂપિયા ઉપર તમારે જીએસટી પણ ચૂકવવી પડશે.

બીજી બ્રાંચમાં પૈસા જમા કરાવવાના નિયમ પણ બદલાયા છે : તે ઉપરાંત એસબીઆઈએ હોમ બ્રાંચ ઉપરાંત જો અન્ય બ્રાંચમાં પૈસા જમા કરવાના નિયમ પણ બદલ્યા છે. 1 ઓક્ટોબર 2019થી લોકો હોમ બ્રાંચની બહારની બ્રાંચમાં 1 દિવસમાં પોતાના ખાતામાં 2 લાખ રૂપિયાથી વધુ જમા નથી કરાવી શકતા. જો એમ કરે છે, તો તેણે બેંક મેનેજર પાસે વિશેષ મંજુરી લેવી પડે છે.

હવે જાણો પૈસા ઉપાડવા ઉપર કેટલી લાગે છે પેનલ્ટી : જો તમારા બેંક ખાતામાં સરેરાશ માસિક બેલેન્સ 25000 રૂપિયા સુધી છે, તો તમે માત્ર 3 વખત જ ફ્રી માં ખાતા માંથી પૈસા ઉપાડી શકો છો. જો તમારા એસબીઆઈ બેંક ખાતામાં સરેરાશ માસિક બેલેન્સ 25000 રૂપિયાથી લઈને 50000 રૂપિયા સુધી છે, તો તમે મહીને 10 વખત ખાતા માંથી ફ્રી માં પૈસા ઉપાડી શકો છો. અને 50000 થી લઈને 1 લાખ રૂપિયા સધી એવરેજ બેલેન્સ હોય, તો તમે 15 વખત ફ્રી માં પૈસા ઉપાડી શકો છો. તે ઉપરાંત જો તમારા એસબીઆઈ બેંક ખાતામાં 1 લાખ રૂપિયાથી વધુ એવરેજ બેલેન્સ છે, તો તમે ધારો એટલી વખત પૈસા ઉપાડી શકો છો.

જો ઉપડ્યા વધુ વખત પૈસા તો ચૂકવો ચાર્જ : એસબીઆઈ મુજબ 1 ઓક્ટોબર 2019 પછીથી જો કોઈએ ઉપર જણાવેલી મર્યાદાથી વધુ વખત ખાતા માંથી પૈસા ઉપાડ્યા તો 50 રૂપિયા ચાર્જ લગાવવામાં આવી રહ્યો છે. આ ચાર્જ ઉપર જીએસટી પણ તમારે જ ચૂકવવાનું રહેશે.

હવે જાણી લો મીનીમમ બેલેન્સના નિયમ : એસબીઆઈએ પોતાના શહેરી ક્ષેત્રની બેંક શાખાઓ માટે 3000 રૂપિયા એવરેજ માસિક બેલેન્સની રકમ નક્કી કરી છે. પરંતુ જો તમારું એસબીઆઈમાં શહેરી ક્ષેત્રમાં બેંક ખાતું છે અને તમારું મીનીમમ માસિક બેલેન્સ અડધાથી ઓછું એટલે 1500 રૂપિયાથી નીચે જાય છે, તો તમારે 10 રૂપિયા પેનલ્ટી અને સાથે જીએસટી ચુકવવાની રહેશે. જો તમારું મીનીમમ માસિક બેલેન્સ 50 ટકાથી 75 ટકા વચ્ચે રહે છે, તો તમારે 12 રૂપિયા પેનલ્ટી ઉપરાંત જીએસટી ચૂકવવાની રહેશે. તે ઉપરાંત જો તમારું માસિક બેલેન્સ 75 ટકાથી નીચે જાય છે, તો તમારે 15 રૂપિયા પેનલ્ટી સાથે જીએસટી ચૂકવવી પડશે.

એસબીઆઈના અર્ધ શહેરી ક્ષેત્રની શાખાઓ માટે શું છે નિયમ : એસબીઆઈએ પોતાની અર્ધ શહેરી ક્ષેત્રની શાખાઓ માટે પણ એવરેજ બેલેન્સ વિષે નિયમ બદલી નાખ્યા છે. 1 ઓક્ટોબર 2019થી જો તમારા બેંક ખાતા એસબીઆઈ અર્ધ શહેરી ક્ષેત્રની બ્રાંચમાં છે, તો તમારી ઉપર કયો નિયમ લાગુ પડે છે. એસબીઆઈ અર્ધ શહેરી ક્ષેત્રની બ્રાંચમાં 2000 રૂપિયા મીનીમમ બેલેન્સની શરત લાગુ પડે છે. પરંતુ જો તમે આ મીનીમમ એવરેજ બેલેન્સ નથી રાખી શકતા તો તમારી ઉપર ચાર્જ લગાવવામાં આવી રહ્યો છે.

જો તમારું મીનીમમ માસિક બેલેન્સ ઓછું થઇને 50 ટકા છે, તો તમારી ઉપર 7.50 રૂપિયાની પેનલ્ટી લાગી રહી છે. આ પેનલ્ટી ઉપર જીએસટી પણ તમારે જ ચુકવવાની રહેશે. જો તમારું મીનીમમ માસિક બેલેન્સ 50 ટકાથી 75 ટકા સુધી ઓછું છે, તો તમારે 10 રૂપિયા પેનલ્ટી આપવાની રહેશે. તેની ઉપર જીએસટી અલગથી ચૂકવવું પડે છે. પરંતુ જો તમારી એવરેજ બેલેન્સ તેનાથી પણ ઓછું રહે છે, તો તમારી ઉપર 12 રૂપિયાની પેનલ્ટી લગાવવામાં આવી રહી છે. સાથે જ તે જીએસટી પણ વસુલવામાં આવે છે.

જાણો ગ્રામીણ ક્ષેત્રોમાં શું છે પેનલ્ટી : જો તમારું એસબીઆઈ બેંક ખાતું કોઈ એવી શાખામાં છે, જે ગ્રામીણ ક્ષેત્રમાં આવે છે, તો તેની ઉપર પેનલ્ટી વસુલ કરવામાં આવી રહી છે. એવી શાખાઓમાં જમા કરવા વાળા ઉપર 1000 રૂપિયા માસિક બેલેન્સ રાખવાની શરત છે. જો તમારા એસબીઆઈ બેંક ખાતામાં એટલું માસિક બેલેન્સ નથી રહેતું, તો તમારી ઉપર પેનલ્ટી લગાવવામાં આવી રહી છે.

જો તમારા ખાતામાં મીનીમમ માસિક બેલેન્સ 50 ટકાથી ઓછું રહે છે, તો તમને તેની ઉપર 5 રૂપિયાની પેનલ્ટી લાગી રહી છે. તેની ઉપર જીએસટી અલગથી ચૂકવવું પડશે. અને જો તે મીનીમમ માસિક બેલેન્સ 50 ટકાથી 75 ટકા સુધી ઓછું થઇ જાય છે, તો તમારી પાસેથી 7.5 રૂપિયા પેનલ્ટી લેવામાં આવી રહી છે. તેની ઉપર જીએસટી અલગથી ચુકવવું પડશે. જો તમારું મીનીમમ માસિક બેલેન્સ 75 ટકાથી પણ નીચે હતું રહે છે, તો તમારે 10 રૂપિયા પેનલ્ટી અને જીએસટી લેવામાં આવે છે.

ફંડ ટ્રાંસફર ઉપર ચૂકવવો પડે છે ચાર્જ : એસબીઆઈ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાંસફર એટલે NFT ઉપર પણ ચાર્જ વસુલવામાં આવે છે. આમ તો તેઓ ઓનલાઈન ઉપયોગ સંપૂર્ણ ફ્રી છે. પરંતુ જો તમે તમારી એસબીઆઈની શાખામાં જઈને તેનો ઉપયોગ કરો છો, તો તમારી ઉપર ચાર્જ લગાડવામાં આવે છે. તે NFT ટ્રાંસફર ચાર્જ આ મુજબ રહેશે. 10000 રૂપિયા સુધી 2 રૂપિયા અને જીએસટી પ્રતિ ટ્રાંજેક્શન – 10 હજારથી 1 લાખ રૂપિયા સુધી 4 રૂપિયા અને જીએસટી પ્રતિ ટ્રાંજેક્શન – 1 લાખ રૂપિયા થી 2 લાખ રૂપિયા સુધી 12 રૂપિયા અને જીએસટી પ્રતિ ટ્રાંજેક્શન – અને 2 લાખ રૂપિયાથી વધુ ઉપર 20 રૂપિયા અને જીએસટી પ્રતિ ટ્રાંજેક્શન

આરટીજીએસના ચાર્જ પણ જાણી લો : એસબીઆઈના આરટીજીએસના ચાર્જ પણ સાથે જાણી લો. જો તમે 2 લાખ રૂપિયાથી વધુ 5 લાખ રૂપિયા સુધી આરટીજીએસથી પૈસા ટ્રાંસફર કરો છો, તો તમારી પાસેથી 20 રૂપિયા અને જીએસટી લેવામાં આવશે. અને જો તમે 5 લાખ રૂપિયાથી વધુ પૈસા આરટીજીએસથી ટ્રાંસફર કરો છો, તો એસબીઆઈ તમારી પાસેથી 40 રૂપિયા અને જીએસટી લેશે.

આ માહિતી ગુડ રિટર્ન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.