ભારતના બીજા સૌથી સમૃદ્ધ વ્યક્તિ અજીમ પ્રેમજીએ પરોપકારમાં દાન કર્યા 52 હજાર કરોડ

ભારતના બીજા સૌથી સમૃદ્ધ વ્યકિત એવા અજીમ પ્રેમજીએ ગયા બુધવારના રોજ પોતાની કંપની વિપ્રો લિમિટેડના 34 ટકા શેર્સ સામાજિક કાર્યો માટે દાન કરવાની જાહેરાત કરી છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ શેર્સની કિંમત 52,750 કરોડ રૂપિયા છે. તેની સાથે જ પ્રેમજી દ્વારા કરવામાં આવેલા સામાજિક કાર્યોની કુલ અક્ષયનિધિ વધીને 1.45 લાખ કરોડ રૂપિયા થઇ ગઈ છે, જેમાં વિપ્રો લિમિટેડની 67 ટકા આર્થિક ભાગીદારી પણ સામેલ છે.

અજીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા રજૂ કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘તેમના શેર્સથી થવામાં આવતા તમામ લાભોનો ઉપયોગ પરોપકારી કામગીરીમાં કરવામાં આવશે. એટલે તેમની પાસે રહેલા વિપ્રોના લગભગ 34 ટકા શેર્સથી થનારા આર્થિક લાભોનો ઉપયોગ પરોપકારીમાં કરવામાં આવશે.

આ 34 ટકા શેર્સ કેટલીક બીજી સંસ્થાઓના છે અને તેની ઉપર અજીમ પ્રેમમજીનું નિયંત્રણ છે. અજીમ પ્રેમજીએ વિપ્રોના 67 ટકા શેર માંથી થતી આવકને ચેરીટેબલ ફાઉન્ડેશનને દાન કરવાની કટિબદ્ધતા દર્શાવી છે.

વિપ્રો કંપનીમાં પ્રેમજી પરિવાર અને અન્ય કંપનીઓની ભાગીદારી 74.30 ટકા છે. અજીમ પ્રેમજી દ્વારા કરવામાં આવેલી જાહેરાત પછી સોશિયલ મીડિયા ઉપર તેમની ઘણી પ્રશંસા થઈ. લોકોએ તેમને ‘કોર્પોરેટ રોબિનહુડ’ નું ઉપનામ આપી દીધું.

જો કે તે પહેલી વખત નથી જ્યારે અજીમ પ્રેમજી દ્વારા મોટી રકમ દાન કરવાની જાહેરાત કરવામાં આવી હોય. સમયે સમયે અજીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા જરૂરીયાતમંદ લોકોને મદદ કરવામાં આવતી રહે છે. તેમના ફાઉન્ડેશન દ્વારા એક યુનિવર્સિટી પણ ચલાવવામાં આવે છે.

તેઓ દેશના સૌથી પછાત વિસ્તારોમાં શિક્ષણના પ્રસાર માટે ઓળખવામાં આવે છે. આ ફાઉન્ડેશન ઘણી રાજ્ય સરકારો સાથે જોડાઈને કામ કરે છે. હમણાં કર્નાટક, ઉત્તરાખંડ, રાજસ્થાન, છતીસગઢ, પોંડીચેરી, તેલંગાણા, મધ્ય પ્રદેશ અને ઉત્તર પૂર્વી વિસ્તારોમાં અજીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે.

પરોપકારી અબજોપતિ લોકોની યાદી રજૂ કરનારી એક એજન્સી બેન એન્ડ કંપની દ્વારા છેલ્લા અઠવાડિયામાં એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લાં પાંચ વર્ષમાં પ્રેમજીને છોડીને 10 કરોડથી વધુ રૂપિયા દાન કરવા વાળાની સંખ્યા ચાર ટકા ઘટી છે.

અહેવાલમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, તે દરમિયાન 35 કરોડથી વધુ સંપત્તિ ધરાવતા લોકોની સંખ્યામાં 12 ટકાનો વધારો થયો છે.

ભારતના સૌથી મોટા દાનવીર અજીમ પ્રેમજી વિશે ઘણી રસપ્રદ વાતો જાણીતી છે. મુંબઈમાં એક ગુજરાતી મુસ્લિમ કુટુંબમાં જન્મેલા અજીમ પ્રેમજી અત્યંત સરળ સ્વાભાવના વ્યક્તિ છે. તેઓ વારંવાર ફ્લાઇટના ઇકોનમી ક્લાસમાં મુસાફરી કરે છે. એટલું જ નહીં, તેઓ લકઝરી ફાઇવ સ્ટાર હોટેલ્સની જગ્યાએ કંપનીના સામાન્ય ગેસ્ટ હાઉસમાં રહેવાને મહત્વ આપે છે. તેઓ 1999 થી લઇને 2005 સુધી ભારતના સૌથી વધુ સમૃદ્ધ વ્યકિત રહી ચુક્યા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.