સેક્સ એજ્યુકેશન કેવા સમાજ માટે છે? આ આર્ટિકલ વાંચીને સમજો શું આપણો સમાજ એ લોકો જેવો છે…

સેક્સ એજ્યુકેશન

આ કોઈ મનઘડંત વાત નથી કરતો, નેટફ્લિક્સના સેક્સ એજ્યુકેશનના 20 એપિસોડ જોઈને ત્યાંના સમાજ અને આપણા સમાજની કમ્પેરિજન કરીને લખું છું.

સેક્સ એજ્યુકેશન કેવા સમાજ માટે હોય છે ખબર છે?

જ્યાં એવરેજ પાંચ પાંચ જેટલે લગ્ન થતા હોય. હવે 5 લગ્ન કરતા હોય તો સગાઈ કમસેકમ 15 સાથે થઈ હોય ને તૂટી હોય. હવે 15 સાથે સગાઈ થઈ હોય તો કમસેકમ 25 બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ હોય. 25 બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ હોય તો કમસેકમ 50 વન ટાઈમ નાઈટ સ્ટેન્ડ વાળા પાર્ટનર હોય.

સરળ ભાષામા કહીએ તો પશુઓની જેમ બસ મન ફાવે એની સાથે મંડી પડે, વેશ્યાઓ મજબૂરીમા જે કામ કરે તે આ શોખ માટે વેશ્યાઓ જેવું જીવન બનાવે એવી સોસાયટી હોય કે બનાવવા માંગતા હોય ત્યાં સેક્સ એજ્યુકેશનની જરૂર હોય છે. આવા સમાજમા કોઈ પરિવાર કે કોઈ માબાપ, દાદાદાદી, ફઇ ફુવા, માસા માસી,…. જેવા કોઈ સંબંધો ના હોય, મિન્સ એ બદલાયા જ કરે આજે કોઈ માસી, કાલે બીજું, કાલે કોઈ બાપ, પરમ દિવસે કોઈ ત્રીજો, મતલબ પરિવાર તોડવા વાળી સિસ્ટમ.

આવી સોસાયટીમા સેક્સ એજ્યુકેશનની જરૂર કેમ હોય?

આ જરૂર કેમ હોય એ જાણતા પહેલા એ જાણી લો સેક્સ એજ્યુકેશન એટલે શું?

સેક્સ એજ્યુકેશનની શરૂઆત થાય છે એ સમજાવવા કે જ્યારે સેક્સ કરો ત્યારે સાવધાની રાખવાની જરૂર છે. સેક્સ વખતે પ્રોટેક્શન વાપરો, જેથી ગર્ભ રહી ના જાય. પ્રોટેકશન વાપરવાનું શીખવવા માટે સ્કૂલના કલાસમા છોકરો અને છોકરીની જોડીયો બેસાડીને સામે પુરુષના લિંગનું ડેમો મોડલ મૂક્યું હોય, તેની પર કોન્ડોમ પહેરાવતા શીખવવાનું પ્રેક્ટિકલ કરવામા આવે છે. અને બીજી બધી સમજ પાડવામા આવે કે કોન્ડોમ એ 100% ગેરંટી નથી આપતો કે ગર્ભ નહિ જ રહે. આ પ્રોટેક્શન તમને એઇડ્સ જેવા કે અન્ય જાતીય રોગથી બચાવી શકે.

હવે આમા જ સવાલ આવે જો ગર્ભ રહી જાય તો શું?

તો એના માટે ગર્ભ પડાવવાના સેન્ટર (ગર્ભહત્યા કેન્દ્ર)બનાવેલા હોય, જ્યા જઈને એક ફોર્મ ભરીને એપોઈટમેન્ટ લો જે દિવસે નક્કી થાય ત્યારે હોસ્પિટલ માંથી પાછા જતી વખતે તમારે કોઈ એક વ્યક્તિને લઈને આવવાનું, જે તમને ધ્યાનથી ઘરે મૂકી જાય, કારણ નાની સર્જરીથી થોડી અશક્તિ જેવું હોય એટલે પડી ના જાય કે બેહોશ થઈ જાય તો કેર કરવા માટે કોઈ સાથે લાવવા ના, બાકી આ સેન્ટર ફ્રી મા ગર્ભ પાડી આપે.

હા સાથે તમને એક વાત કહેવાની બાકી રહી ગઈ કે ગર્ભ પાડવાના સેન્ટર પણ સેક્સ એજ્યુકેશન આવે એટલે સાથે જ એ આવી જાય. એટલે સેક્સ એજ્યુકેશન એટલે પશુઓની જેમ મુક્ત પણે સેક્સ કરો, બસ પ્રોટેકશન વાપરો અને ના વાપરો તો પણ કાંઈ ચિંતા નઇ અમે ગર્ભ પાડવાના સેન્ટરો પણ ખોલેલા છે, ત્યાં આવી જાઓ.

હવે પાછા આવીએ પેલા સવાલ પર કે સેક્સ એજ્યુકેશનની જરૂર કેમ?

ઉપર તમે સેક્સ એજ્યુકેશન એટલે શું સમજી ગયા હશો, એટલે હવે સરળ બનશે સમજવું કે એની જરૂર કેમ

સેક્સ એજ્યુકેશન એવા સમાજ માટે છે, જયાં એક જ જિંદગીમા 100 મિન્સ ઘણા બધા જેટલા અલગ અલગ વ્યક્તિઓ એટલે કે સેક્સ પાર્ટનર હોય. હવે આટલા બધા સેક્સ પાર્ટનર હોય એટલે ઘણી બધી અનેક સેક્સને લગતી બીમારીઓ પણ થાય એ સ્વાભાવિક છે.

એ બીમારીઓને દૂર કરવા માટે એમને આવા એજ્યુકેશનની જરૂર જણાઈ, જ્યા નાના હોય ત્યારથી જેમ એકડો બગડો એમ બેઝીક ગણિત શીખવે એટલે મોટો થાય એટલે મોટાને ઘણા બધા દાખલા ગણતો થઈ શકે ક્યાંય પાછો ના પડે એમ નાનપણથી આવી શિક્ષા આપે એટલે પાછો ના પડે 100 ને હજાર અલગ અલગ પાર્ટનર બનાવે, તો પણ માબાપને ચિંતા નઇ કારણ એના માબાપ બે પાંચ વર્ષે બદલાઈ જતા હોય એમને ખબર જ ના હોય છોકરો શું કરે છે વગેરે વગેરે…

આ રિસર્ચ પરથી તમને સમજ તો પડી જ હશે, આપણો સમાજ આવો નિમ્ન કક્ષાનો નથી. આપણે 10,000 વર્ષ જૂની સભ્યતા છીએ જ્યારે આ સેક્સ એજ્યુકેશન ચલાવનારા હજુ બે ત્રણ સદી પહેલા મહિલાને સજીવ મિન્સ માણસ પણ નહોતા માનતા.

સફારી મેગેજીનમા વિસ્તાર પૂર્વક વાંચ્યું છે એટલે કહી શકું છું એ લોકો જેમ ખુરસી ટેબલ વસ્તુ છે એમ જ મહિલાને એક વસ્તુ માનતા પણ પછી મહિલાઓએ આંદોલન કર્યું પછી માન્યતા મળી. કહેવાનો મતલબ માણસને માણસ માનતા હજુ હમણાં હમણાં શીખ્યા છે. લગ્નનો કોન્સેપટ પણ શરૂ થયો તે એમના માટે વધુ જૂનો નથી. એમની ભાષામા માસા માસી ફુઆ ફઈ, વગેરે સંબંધ માટે એક જ શબ્દ છે અંકલ આંટી. મહિલાઓને મતાધિકાર એટલે કે મત આપવાનો અધિકાર પણ થોડા વર્ષો પહેલા મળ્યો. ગુગલ કરી શકો છો.

કહેવાનો મતલબ આ પળે ભલે વૈજ્ઞાનિક સિદ્ધિઓ મેળવવામા પાછળ રહી ગયા છીએ પણ સામાજિક જીવન પરિવાર સંબન્ધમા એમનાથી ખૂબ ખૂબ આગળ છીએ. આજે એ લોકો પરિવારની અહેમીયત સમજવા લાગ્યા છે અને તેમની ફિલ્મો અને સિરિયલો હવે પરિવાર તરફ વળતી બનવા લાગી છે, ધીમે ધીમે કદાચ તે એક લગ્નને જિંદગીભર નિભાવતા શીખી જશે. પણ આપણે એમની બીમારીના લઈ લઈયે તે વિચારજો.

બાકી મારા જેવા સિંગલ લોકો માટે સેક્સ એજ્યુકેશન વાળો સમાજ સ્વર્ગ સમાન છે, પણ પોતાના ફાયદા માટે હજારો વર્ષની પ્રગતિ ધૂળમા મળી જશે.

ઉપર બધી ઓવર ઓલ સાર લખ્યો બાકી સિરિયલમા પાત્રો દ્વારા રજુઆત કરાઈ છે, જેમાં એક છોકરો છે અને એની મોમ છે. જે સેક્સ રિલેટેડ બીમારીઓની ડોકટર છે એના ડિવોર્સ થઈ ગયા હોય છે, તે પોતાના છોકરા સાથે રહે છે. રોજ સવારે કોઈ નવી વ્યક્તિ છોકરાના રૂમમા ભૂલથી બાથરૂમ સમજી ઘુસી જાય છે. કારણ એની મોમ રોજ નવા નવા વ્યક્તિ સાથે રાત માણતી હોય છે.

છોકરો સ્કૂલમા ભણે છે, ત્યાં એક આ છોકરાથી મોટી ટપોરી ટાઈપની છોકરી સાથે સ્કૂલમા એક વિરાન જગ્યા પર જે છોકરા છોકરીઓને સેક્સ કરતા કોઈ પ્રોબલમ્સ આવતા હોય એ સેક્સ પ્રોબ્લમ દૂર કરવાના ડોકટર તરીકે સલાહ સૂચનો આપીને પૈસા કમાવા લાગે છે.

એટલે આ બધા એપિસોડ આ છોકરો પ્રોબલમ્સ સોલ્વ કરી આપે એમાં જ પુરા થાય છે. અને એની વ્યવસાયિક પાર્ટનર છોકરી કેવી રીતે ફસ્ટ ટાઈમ ગર્ભપાત સેન્ટરમા જાય છે, ત્યાં એક મોટી ઉમરની મહિલા મળે છે. જે ઘણી બધી વાર ગર્ભપાત કરાવા આવતી રહેતી એ આને પૂછે છે, તારે ફસ્ટ ટાઈમ આવવા નું થયું? છોકરી હા પાડે પછી એ જવાબ આપે છે કાંઈ નઈ હવે આવતા જતા રહેવાનું થશે.

ગર્ભપાત સેન્ટરની બહાર ખ્રિસ્તી છોકરો છોકરી અંદર જતા હોય એને સમજાવે છે ગર્ભપાતના કરાવો આ દ્રશ્ય સેક્સ એજ્યુકેશન આપતા દેશોની હકીકત છે. આની પરથી સમજાય સેક્સ એજ્યુકેશનની તરફદારી કરતા લોકો માણસ નથી પશુથી પણ બદદતર છે. પશુઓ પણ પોતાના ગર્ભને મારવાની ક્રૂરતા નથી કરતા.

એટલું બધું છે લખવા પણ હવે વિરામ આપી દઉં.

ઇનશોર્ટ એટલું કહી શકાય કે સેક્સએજ્યુકેશન એ કલાસરૂમમા સાર્વજનિક ભણાવાની વસ્તુ નથી. આના વિશે જાણકારી ફક્ત એ વિષયના નિષ્ણાત ડોકટર અથવા તમારા માબાપ સિવાય કોઈ ના આપી શકે.