જાણો CBI ડિરેક્ટરનું સિલેકશન અને હટાવવાની પ્રક્રિયા શું છે?

જાણો કેવી રીતે CBI ડિરેક્ટરનું થાય છે સિલેકશન થી લઈને કાઢવા સુધીની સંપૂર્ણ પ્રક્રિયા.

કેન્દ્રીય તપાસ બ્યુરો કે CBI, ભારતમાં કેન્દ્ર સરકારની એક તપાસ એજન્સી છે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ થતા ગુન્હા જેવા કે હત્યા, ગોટાળા અને ભ્રષ્ટાચારના કેસ અને રાષ્ટ્રીય હિતો સાથે જોડાયેલા ગુન્હાની ભારત સરકાર તરફથી જ તપાસ કરે છે.

CBI એજન્સીની સ્થાપનાની ભલામણ ભ્રષ્ટાચારને અટકાવવા માટે સંગઠિત ‘સંથાનામ સમિતિ’ ની ભલામણના આધાર ઉપર 1963 માં ગૃહ મંત્રાલય હેઠળ કરવામાં આવી હતી. પરંતુ પાછળથી તેને કાર્મિક મંત્રાલયના અંતર્ગત સ્થાનાંતરીત કરી દેવામાં આવી હતી. તેની મુખ્ય કચેરી નવી દિલ્હીમાં છે.

CBI કોઈ વૈધાનિક સંસ્થા (વિધાન સંબંધી) નથી. દિલ્હી ખાસ પોલીસ પ્રતિષ્ઠાન અધિનિયમ, 1946 એ CBIને તપાસની સત્તા આપી છે. ભારત સરકાર, રાજ્ય સરકારની મંજુરીથી રાજ્યમાં કેસની તપાસ કરવાના આદેશ CBI આપે છે.

આમ તો સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય, રાજ્ય સરકારની મંજુરી વગર દેશના કોઈ પણ રાજ્યમાં ગુનાહિત કેસની તપાસ માટે CBI ને આદેશ આપી શકે છે.

cbi
cbi

વર્ષ 2013 સુધી CBI ની નીચે જણાવેલી 7 શાખાઓ હતી.

1. ભ્રષ્ટાચાર નિરોધક શાખા

2. આર્થિક ગુન્હા શાખા

3. વિશેષ ગુન્હા શાખા

4. કેન્દ્રીય ફોરેંસીક વિજ્ઞાન પ્રયોગશાળા

5. પ્રશાસનીક શાખા

6. નીતિગત અને ઇન્ટરપોલ સહયોગ શાખા

7. અભિયોગ નિદેશાલય (Prosecuting directorate)

CBI ડિરેક્ટરને કેવી રીતે નિયુક્ત કરવામાં આવે છે?

CBI ના ડિરેક્ટરને કેવી રીતે નિયુક્ત કરવામાં આવે છે, તેના વિષે લોકપાલ એક્ટમાં જોગવાઈ છે. આ જોગવાઈ હેઠળ બનેલી કમિટી CBI ડિરેક્ટરની નિયુક્તિ કરે છે. CBI ડિરેક્ટરને નિયુક્ત કરવાની પ્રક્રિયા આ મુજબ છે.

1. CBI ડિરેક્ટર નિયુક્ત કરવાની પ્રક્રિયા ગૃહ મંત્રાલયમાંથી શરુ થાય છે.

2. ગૃહ મંત્રાલય તે બાબતમાં આઈપીએસ અધિકારીઓની એક યાદી બનાવે છે. આ યાદી અનુભવ અને સીનીયોરેટીના આધારે તૈયાર કરવામાં આવે છે.

3. ગૃહ મંત્રાલય આ યાદીને ‘કાર્મિક અને તાલીમ વિભાગ’ ને મોકલે છે. ત્યાર પછી અનુભવ, સીનીયોરીટી અને ભ્રષ્ટાચારના કેસની તપાસમાં અનુભવના આધારે એક ફાઈનલ યાદી બનાવવામાં આવે છે.

4. સર્ચ કમિટી આ નામ ઉપર ચર્ચા કરે છે અને પોતાની ભલામણો સરકારને મોકલે છે.

5. ત્યાર પછી CBI ડિરેક્ટરની પસંદગી એક ઉચ્ચ કક્ષાની કમિટી કરે છે. આ કમિટીના સભ્ય પ્રધાનમંત્રી, ચીફ જસ્ટીસ ઓફ ઇંડિયા અને લોકસભાના વિપક્ષના નેતા જોડાયેલા હોય છે.

લોકપાલ એક્ટ આવ્યા પછી આ પ્રક્રિયા વર્ષ 2014 થી અમલમાં છે. આ પહેલા CBI ડિરેક્ટર પસંદ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સમિતિ બનાવવામાં આવતી હતી જેના અધ્યક્ષ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર હોતા હતા, અને તે સમિતિમાં કેબીનેટ સચિવાલયના સચિવ અને ગૃહ મંત્રાલયના સચિવ તેના સભ્ય હોતા હતા.

cbi
cbi

નોંધ 1 : જો ચીફ જસ્ટીસ ઓફ ઇંડિયા કમિટીમાં ભાગ નથી લઇ રહ્યા તો તે સુપ્રીમ કોર્ટના કોઈ જજને પોતાની જગ્યાએ મોકલી શકે છે.

નોંધ 2 : જો લોકસભામાં વિપક્ષના નેતા નથી તો સદનમાં સૌથી મોટા વિપક્ષી પાર્ટીના કોઈ સભ્ય સર્ચ કમિટીની મીટીંગમાં ભાગ લે છે.

CBI ડિરેક્ટરને કેવી રીતે દુર કરવામાં આવે છે?

વર્ષ 1997 થી પહેલા સરકાર CBI ડિરેક્ટરને પોતાની મરજીથી ક્યારેય પણ હટાવી શકતી હતી. પણ વર્ષ 1997 માં વિનીત નારાયણ કેસ પછી સુપ્રીમ કોર્ટે તેના કાર્યાલયને ઓછામાં ઓછું બે વર્ષ કરી દીધું હતું. જેથી ડિરેક્ટર મુક્ત થઈને પોતાનું કામ કરી શકે.

વકીલ પ્રશાંત ભૂષણ કહે છે, ‘CBI ડિરેક્ટરને દુર કરવા માટે ‘કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ’ એ હાઈ લેવલ કમિટી પાસે જ કેસને લઇ જવો પડશે. તેના માટે એક બેઠક બોલાવવામાં આવશે. ત્યાં જણાવવામાં આવશે કે તે આ આરોપ છે. તમે જણાવો કે તેને દુર કરવા છે કે નહિ. તે નિર્ણય ત્રણ સભ્યોની કમિટી જ કરે છે, જેના સભ્ય પ્રધાનમંત્રી, ચીફ જસ્ટીસ ઓફ ઇંડિયા અને વિપક્ષના નેતા હોય છે.

આ રીતે ઉપર આપવામાં આવેલી પ્રક્રિયાથી તે સ્પષ્ટ થઇ જાય છે કે, CBI ડિરેક્ટરની પસંદગી ઘણી ચકાસણીની પછી કરવામાં આવે છે, જેથી આ પ્રતિષ્ઠિત હોદ્દા ઉપર યોગ્ય વ્યક્તિને જ નિયુક્ત કરી શકાય.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.