અધિક માસમાં થઈ શકે છે આ 7 પ્રકારના સંસ્કાર, જાણો વિસ્તારથી.

તમે ચિંતા મુક્ત થઈને અધિક માસમાં પણ કરી શકો છો આ સાત પ્રકારના સંસ્કાર, નહિ આવે કોઈ મુશ્કેલી. અધિક માસની શરૂઆત થઈ ચુકી છે. આ મહિનો 18 સપ્ટેમ્બરે શરૂ થયો છે અને 16 ઓક્ટોબરે સમાપ્ત થશે. અધિક માસને મલ માસ અને પુરુષોત્તમ માસના નામથી પણ ઓળખવામાં આવે છે. અધિક માસને કારણે આ વખતે બે આસો મહિના આવ્યા છે. સાથે જ ચતુર્માસ પણ પાંચ મહિનાનો થઈ ગયો છે, અને નવરાત્રી જે શ્રાદ્ધ પક્ષની સમાપ્તિ સાથે શરૂ થતી હતી, તે પણ એક મહિના પાછળ જતી રહી છે.

હિંદુ પંચાંગની ગણતરી અનુસાર, સૂર્ય વર્ષ લગભગ 365 દિવસનું અને ચંદ્ર વર્ષ 354 દિવસનું હોય છે. બંનેમાં લગભગ 11 દિવસનું અંતર હોય છે જેને પૂરું કરવા માટે 32 મહિનામાં અધિક માસની યોજના બનાવવામાં આવી છે, જે સંપૂર્ણ રીતે વિજ્ઞાન સાથે સંમત છે.

vishnudev

‘પુરુષોત્તમ’ એ ભગવાન વિષ્ણુનું જ એક નામ છે. એટલા માટે અધિક માસને પુરુષોત્તમ માસના નામથી પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, આ મહિનામાં જે ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે, તેને કેટલાય ગણા વધારે ફળની પ્રાપ્તિ થાય છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર અધિક માસમાં દરેક પ્રકારના માંગલિક કાર્યો પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. આ મહિનામાં લગ્ન, સગાઇ, બાબરી, ગૃહ નિર્માણની શરૂઆત, ગૃહપ્રવેશ, મુંડન, સંન્યાસ અથવા શિષ્ય દીક્ષા લેવી, નવવધૂનો પ્રવેશ, દેવી-દેવતાની પ્રાણ-પ્રતિષ્ઠા, મોટી પૂજા-પાઠની શરૂઆત, કૂવો, બોરવેલ, જળાશય ખોદવા જેવા પવિત્ર કાર્ય નથી કરવામાં આવતા. જોકે આ મહિને અમુક એવા સંસ્કાર છે, જેને કરવાથી લોકોને તેનો સૌથી વધારે લાભ પણ મળે છે.

શાસ્ત્રો અનુસાર, પુરુષોત્તમ માસમાં પુંસવન (ગર્ભિણીને પુત્રપ્રસવ કરાવવાના અભિપ્રાયથી ગર્ભાધાનના ત્રીજા મહિને કરવામાં આવતો સંસ્કાર.) શ્રીમંત, જાતકર્મ (સંતાનનો જન્મ થાય ત્યારે તેની સુરક્ષા તથા ગર્ભસ્રાવજન્ય દોષો દૂર કરવા માટે કરવામાં આવતો સંસ્કાર.), નામકરણ, અન્નપ્રશન વગેરે સંસ્કાર કરવામાં આવે છે. હકીકતમાં ગર્ભાધાનના બીજા અથવા ત્રીજા મહિનામાં પુંસવન સંસ્કાર અને છઠ્ઠા કે આઠમા મહિનામાં શ્રીમંત સંસ્કાર કરવામાં આવે છે.

baby
baby

તેમજ બાળકને સોનાની ચમચીથી મધ-માખણ ચટાવવા માટે જાતકર્મ સંસ્કાર કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર નામકરણ જન્મના 11 માં દિવસે કરવામાં આવે છે, જયારે અન્નપ્રશન સંસ્કારમાં સંતાનની કમરમાં સુતરનો દોરો (કટિ સૂત્ર) બાંધવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે, અધિક માસ અથવા મલ માસમાં જે કોઈ વ્યક્તિ સત્યનારાયણની કથા સાંભળે છે, તેને વધારે લાભ થાય છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. કારણ કે અધિક માસમાં પદ્મિની એકદાશી આવે છે, જે ભગવાન વિષ્ણુને ઘણી પ્રિય છે.

અધિક માસમાં ભગવાન વિષ્ણુની સ્તુતિ માટે સૌથી ઉત્તમ ઉપાય વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ માનવામાં આવે છે. તેમન જ્યોતિષના જાણકારો માને છે કે, વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોતના પાઠથી કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત થાય છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.