ચોરો માટે સ્વર્ગ બની ગયું છે શાહીન બાગ, જાણો કઈ વસ્તુની થઈ રહી છે ચોરી

શાહીન બાગનું પ્રદર્શન વાહન ચોરો માટે ભેટ જેવું બની ગયું છે. નોએડા અને અન્ય સ્થાનો પરથી આવીને શાહીન બાગમાં નોકરી કરવા વાળા 15 લોકોના ટુ-વ્હીલર વાહન પર ચોર લોકો હાથ સાફ કરી ચુક્યા છે. અહીં સુધી કે સુરક્ષા વ્યવસ્થા સંભાળતા માટે આવેલા પોલીસ કર્મચારીનું વાહન પણ તેમણે ચોરી કરી લીધું.

રસ્તા બંધ હોવાને કારણે શાહીન બાગમાં નોકરી કરવા આવતા લોકો કાલિંદી કુંજ મેટ્રો લાઈન નીચે પોતાના વાહન મૂકીને કામ કરવા જતા રહે છે. આસપાસ ભીડભાડ જોઈને તેમને લાગે છે કે, આવા વાતાવરણમાં ભલું કોણ વાહન ચોરી કરશે. પછી જયારે તેઓ પાછા આવ્યા તો વાહન ગાયબ હતા. સ્થાનિક પોલીસનું કહેવું છે કે, બંધ રસ્તા પર ગાડી ઉભી રાખીને લાવારિસ છોડવાને કારણે ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે. પ્રદર્શનની ભીડનો ફાયદો ઉઠાવીને વાહન ચોર સક્રિય થઈ ગયા છે.

શાહીન બાગમાં એક મોબાઈલ કંપનીના સ્ટોરમાં કામ કરતા પ્રદીપે એક વર્ષ પહેલા જ નોકરી પર આવવા-જવા માટે બાઈક ખરીદી હતી. તે રોજ ફરીદાબાદથી શાહીન બાગ આવતો-જતો હતો. પ્રદર્શનને કારણે તેની ઓફિસનો રસ્તો બંધ હોવાથી પ્રદીપે કાલિંદી કુંજ મેટ્રો સ્ટેશન નીચે પોતાની બાઈક પાર્ક કરવી પડતી હતી. ગયા બુધવારે તેની બાઈક ચોરી થઈ ગઈ, જેની ફરિયાદ પોલીસે કરી.

એના સિવાય અનસ નોએડાથી શાહીન બાગ એક રેસ્ટોરંટમાં નોકરી કરવા માટે આવતો હતો. તેની બાઈક પણ કાલિંદી કુંજ પાસેથી ચોરી થઈ ગઈ. તેના સિવાય બીજા ઘણા લોકોના વાહન પણ ચોરી થયા છે.

આ બનાવનો રિપોર્ટ દાખલ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચેલા વાહન માલિકોને પોલીસે નિયમોના એટલા પાઠ ભણાવ્યા કે, તે બીજા ક્ષેત્રોમાં જઈને મુકદ્દમો દાખલ કરવા પર મજબુર છે. પોલીસનો તર્ક એ છે કે, જ્યારે પ્રદર્શનને કારણે રસ્તા બંધ છે, તો આ લોકો બેરિકેડિંગ પાસે પોતાના વાહન ઉભા કરીને કેમ ગયા.

તો, પીડિતોનું કહેવું છે કે, તેમણે ઘણો લાંબો ચક્કર લગાવીને આવવું પડે છે. એટલા માટે તે પોતાના વાહનોને મેટ્રો સ્ટેશન પાસે પાર્ક કરી દેતા હતા.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.