શાળાની ફી ન ભરી શક્યા વાલી, તો બાળકી સાથે એ થયું જે તેણે સપનામાં પણ નહિ વિચાર્યું હોય.

મધ્ય પ્રદેશનું રાજધાની છે ભોપાલ. ત્યાં રહે છે સોનાલી (નામ બદલવા માં આવ્યું છે). ભોપાલની સરસ્વતી કો-એડ હાયર સેકંડરી સ્કૂલમાં ભણે છે. 9 માં ધોરણમાં ભણે છે. માર્ચ મહિનો છે, તો આ સમયે દરેક શાળામાં પરીક્ષા હોય છે. સોનાલીની શાળામાં પણ ફેબ્રુઆરીના છેલ્લા દિવસોમાં પરીક્ષા શરૂ થઈ.

તે સારી રીતે તૈયારી કરીને પેપર આપવા પણ ગઈ. પરંતુ શાળા પહોંચ્યા પછી તેની સાથે જે કંઇ થયું, તે તેણે સપનામાં પણ નહી વિચાર્યું હોય. તેને ઉભા રહીને પેપર આપવાની સજા કરવામાં આવી.

સજા કેમ?

આવું એટલા માટે, કેમ કે સોનાલીના પિતા પરીક્ષા પહેલા સંપૂર્ણ ફી ન જમા કરાવી શક્યા હતા. એ કારણે શાળા સંચાલક દ્વારા બાળકીને જ ઉભા રહીને પેપર આપવાની સજા આપી દીધી. અમારા રિપોર્ટર રવિશ પાલ સિંહ એ જણાવ્યું હતું કે સોનાલીના પિતાને શાળામાં વર્ષ આખાના 37,000 રૂપિયા જમા કરાવવાનું કહ્યું હતું.

તેમણે 20 હજાર તો જેમ-તેમ કરી ને જમા કરાવ્યા. પરંતુ 17 હજાર બાકી રહી ગયા હતા. જેના માટે તેમણે શાળાના સંચાલક પાસે સમય માંગ્યો હતો.

પરીક્ષાના સમય પહેલા તો શાળા વાળા સોનાલીને પરીક્ષા પણ આપવા દેતા ન હતા. પરંતુ તેના પિતાએ હાથ-પગ જોડ્યા, પછી જઈને સોલાલીને પરીક્ષા આપવાની પરવાનગી મળી. પરંતુ તે તેને આખા વર્ગમાં બધાની સામે ઊભી રહીને પેપર લખવું પડ્યું.

પહેલું પેપર હતું સાયન્સનું. સોનાલીએ પહેલું પેપર ઉભા રહીને આપ્યું. તે બે કલાક સુધી ઉભી રહી. બીજું હતું સંસ્કૃતનું. તે પણ સોનાલીએ ઉભા ઉભા આપી. પરંતુ ત્રીજા પેપર વખતે, જો કે હિન્દીનું હતું. સોનાલી પ્રિન્સપલ પાસે પહોચી ગઈ. તેણીએ એ માંગણી કરી કે તેને બેસીને બીજા બાળકોની જેમ પેપર આપવા દે. પરંતુ પ્રિન્સિપલ એ તેનું કાંઈ ન સાંભળ્યું. કહ્યું કે તેના પિતાએ સંપૂર્ણ ફી ભરી નથી, તેથી તેને ઉભા રહીને પેપર આપવા પડશે.

આ કેસ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ પાસે પહોંચી. તો તેમણે શિક્ષણ વિભાગ દ્વારા આ કેસ પર પગલાં લેવાનું કહ્યું. શાળાના પ્રિન્સપલનું નામ છે અજય ખડાયન. તેમને જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ વાત કરી. પછી પ્રિન્સિપલ તેણે એવું કહ્યું કે બાળકીને બે પેપર માટે નહિ, પણ માત્ર અડધો કલાક માટે ઉભી રાખવામાં આવી હતી.

શિક્ષણ અધિકારીનું કહેવું છે કે ભલે અડધા કલાક માટે જ કેમ ન ઉભી રાખી હોય, પણ એ પણ શારીરિક સતામણી છે. જે એક બાળકી સાથે ન થવી જોઈતી હતી. શિક્ષણ અધિકારીનું કહેવું છે કે આ બધું જ જે પણ સોનાલી સાથે થયું, તે યોગ્ય ન હતું. તે અંગે ઉપર શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડે તો શાળાની માન્યતા પણ રદ કરવામાં આવશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.