શા માટે ક્યારેય પણ ઈંડા ન ખાવા જોઈએ, શા માટે ડોકટરો ઈંડા ખાવાની સલાહ આપે છે.

આજકાલ મને એ જોઈને ઘણું દુ:ખ અને આશ્ચર્ય થાય છે કે ઈંડા શાકાહારનું પર્યાય બની ગયું છે. બ્રાહ્મણોથી લઇને જૈનો સુધી બધાએ જાહેરમાં ઈંડા ખાવાનું શરુ કરી દીધું છે. જેવી રીતે છોકરીઓ ૧૦ થી ૧૫ વર્ષની ઉંમરમાં પોતાના અંડાશયમાં દર મહીને એક વિકસિત ડીંબ (ઈંડું) ઉત્પન્ન કરવાનું શરુ કરી દે છે.

તે ઈંડું અંડવાહિકા નળી (ફૈલાપીયન ટ્યુબ) દ્વારા નીચે જાય છે. જો કે અંડાશયને ગર્ભાશય સાથે જોડે છે. જયારે ઈંડું ગર્ભાશયમાં પહોચે છે, તેનું અસ્તર લોહી અને તૈલી પદાર્થથી ઘટ્ટ બની જાય છે.

એવું એટલા માટે થાય છે કે જો ઈંડું ઉર્વરીત થઇ જાય, તો તે વધી શકે અને શિશુને જન્મ માટે તેના સ્તરમાં વિકસિત થઇ શકે. જો તે ડીંબનું પુરુષના વીર્યના શુક્રાણું સાથે એકત્રિત ન થાય તો તે સ્ત્રાવ બની જાય છે. જે યોની માંથી બહાર આવી જાય છે. તે સ્ત્રાવને માસિક ધર્મ, રજોધર્મ કે માહવારી કહે છે.

છોકરીઓની જેમ બીજા માદા સ્તન ધરાવતા (વાંદરા, બિલાડી, ગાય) માં પણ એક ચોક્કસ સમય પછી થાય છે. જેને માહવારી કે માસિક ધર્મ કહે છે. તે દિવસોમાં સ્ત્રીઓને પૂજા પાઠ ચૂલો રસોડું વગેરેથી દુર રાખવામાં આવે છે. ત્યાં સુધી કે સ્નાન પહેલા કોઈને સ્પર્શ કરવું પણ મનાઈ છે. ઘણા પરિવારો માં શાસ્ત્રોમાં પણ આ નિયમનું વર્ણન છે.

માસિક સ્ત્રાવ દરમિયાન સ્ત્રીઓમાં માદા હાર્મોનનું મોટા પ્રમાણમાં ઉત્સર્જીત થાય છે અને આખા શરીર માંથી તે નીકળતું રહે છે, તેની પુષ્ટિ માટે એક નાનો એવો પ્રયોગ કરો. એક કુંડા કે કોઈ પણ છોડ છે. તો તેની ઉપર રજસ્વલા સ્ત્રી પાસે બે ચાર દિવસ સુધી પાણી પિવરાવો. તે છોડ સુકાઈ જશે.

હવે આવે છે મરઘીના ઈંડાની અને પક્ષીના ઈંડાની વાત :-

૧. પક્ષીઓ (મુરઘીઓ) માં પણ છોકરીઓની જેમ અંડોત્સર્જન એક ચક્રના રૂપમાં હોય છે અંતર માત્ર એટલું જ છે કે તે તૈલી રૂપમાં ન હોઈને નક્કર રૂપમાં બહાર આવે છે.

૨. સીધી રીતે કહેવામાં આવે તો ઈંડા મરઘીની માહવારી કે માસિક ધર્મ છે અને માદા હાર્મોનથી ભરપુર છે અને ઘણું જ નુકશાનકારક છે.

૩. વધુ પૈસા કમાવા માટે આધુનિક ટેકનીકની ઉપયોગ કરી આજકાલ મરઘીઓને ભારતમાં પ્રતિબંધ ડ્રગ ઓક્સીટોસીનનું (oxytocin) ઇન્જેક્શન લગાવવામાં આવે છે. જેને મુરઘીઓ સતત અનીષેચીત (unfertilized) ઈંડા આપે છે.

૪. આ ભ્રુણો (ઈંડા) ખાવાથી પુરુષોમાં સ્ત્રીઓના હાર્મોનના વધવાને કારણે ઘણા રોગો ઉત્પન્ન થઇ રહ્યા છે. જેવા કે વીર્યમાં શુક્રાણુઓની ખામી, નપુસંકતા અને સ્તનોનું વધવું, હાર્મોન અસંતુલનને કારણે ડીપ્રેશન વગેરે. તે સ્ત્રીઓમાં અનિયમિત માસિક, વંધ્યત્વ, ગર્ભાશય કેન્સર વગેરે રોગ થઇ રહ્યા છે.

૫. ઈંડામાં પોષક પદાર્થના લાભથી વધુ આ રોગોથી નુકશાની વધુ રહે છે.

૬. ઈંડાની અંદર પીળો ભાગ લગભગ ૭૦% કોલેસ્ટ્રોલ છે. જે હ્રદય રોગનું મુખ્ય કારણ છે.

૭. પક્ષીઓનું માસિક (ઈંડા) ખાવા અને શાસ્ત્રો વિરુદ્ધ, અપ્રાકૃતિક, અને અપવિત્ર અને ચંડાલ કર્મ છે. તેની જગ્યાએ તમે દૂધ પીવો જે પોષક, પવિત્ર અને શાસ્ત્ર સંમત પણ છે. ખાસ કરીને એલોપેથી ડોક્ટર ઘણું કહે છે કે ઈંડા ખાવા ઘણા સારા છે અને તેના હિસાબે પ્રોટીન વાળું છે. તે કહે છે પ્રોટીન તેમાં વધુ છે વિટામીન ‘એ’ વધુ છે.

પરંતુ તે એવું કેમ કહે છે? કેમ કે તેમણે પોતાના પુસ્તકમાં વાચ્યું છે. પરંતુ શું વાચ્યું છે? ખાસ કરીને આપણા ડોક્ટર જે અભ્યાસ કરે છે જેમ કે MBBS, MS તે સંપૂર્ણ બહારથી અભ્યાસક્રમ આવે છે એટલે યુરોપ માંથી આવી છે, યુરોપના દેશોમાં વર્ષના ૮ મહિના તો બરફ હોય છે. ખાવા પીવાની કુદરતી વસ્તુ તેમની પાસે વધુ નથી અને જે છે તે બધું આપણે ત્યાંથી જાય છે. જેમ કે ફળ, શાકભાજી આયુર્વેદિક ઔષધિઓ વગેરે.

હવે ત્યાં જે લોકો હશે જયારે પણ એલોપેથી સારવારનું પુસ્તક લખ્યું હશે તેમની પાસે માંસ અને ઈંડા સિવાય કાંઈ નહિ હોય. તો તેમનું જે પુસ્તક છે. તેમાં તે જ લખવામાં આવશે જે ત્યાં હાજર છે. અને યુરોપમાં આખો વિસ્તાર ઘણો ઠંડો છે. શાકભાજી હોતા નથી, દાળ(કઠોળ) હોતા નથી.

પણ ઈંડા ઘણા મળે છે કેમ કે મરઘીઓ વધુ છે. હવે આપણા દેશમાં પણ તે જ સારવાર ભણાવી રહ્યા છે. કેમ કે આઝાદીના ૬૭ વર્ષ પછી પણ કોઈ કાયદા બદલાયા નથી. પણ આ સારવારને આપણે આપણા દેશની જરૂરિયાતના હિસાબે બદલી નથી.

એટલે કે આ પુસ્તકમાં ફેરફાર હોવા જોઈએ. તેમાં લખેલું હોવું જોઈએ ભારતમાં ઈંડાની જરૂર નથી કેમ કે ભારતમાં ઈંડાનો વિકલ્પ ઘણો બધો અને ઘણો સારો છે. પણ આ ફેરફાર થયા નથી અને આપણા ડોક્ટર તે પુસ્તક વાચીને નીકળ્યા છે. અને કહેતા રહે છે ઈંડા ખાવ માંસ ખાવ.

આયુર્વેદનો અભ્યાસ કરીને જે ડોક્ટર નીકળે છે તે ક્યારે પણ નહિ કહે કે ઈંડા ખાવ. ઈંડામાં પ્રોટીન છે પણ સૌથી વધુ પ્રોટીન તો અડદની દાળમાં ને મગની દાળમાં પણ છે. પછી ચણાની દાળ, મસુરની દાળ, ઈંડામાં વિટામીન ‘એ છે પણ તેનાથી વધુ દૂધમાં છે.

નોંધ : આ આર્ટીકલમાં આપવામાં આવેલી માહિતી રીસર્ચ ઉપર આધારિત છે. તેને લઇને અમે દાવો નથી કરતા કે આ સંપૂર્ણ રીતે સત્ય અને સચોટ છે, તે અજમાવવા અને અપનાવતા પહેલા સંબંધિત વિસ્તારમાં નિષ્ણાંતની સલાહ જરૂર લો.