2000 વર્ષથી વધારે જુનું છે આ શનિ ધામ, અહિયાં તેલ ચડાવીને શ્રદ્ધાળુ શનિ પીડામાંથી મેળવે છે મુક્તિ

આપણા ભારત દેશની વાત કરીએ તો આખા દેશમાં ઘણા બધા દેવી દેવતાઓના મંદિર રહેલા છે, અને આ બધા મંદિરોની પોતાની અલગ અલગ ઓળખાણ બનેલી છે. જો આ મંદિરોના ઈતિહાસ વિષે જાણીએ તો ઘણી બધી રસપ્રદ વાર્તાઓ સાંભળવા મળે છે. ઘણી વખત તો આ મંદિરો વિષે જાણીને લોકોને આશ્ચર્ય પણ થવા લાગે છે. આ મંદિરોમાં થતા ચમત્કારો આગળ લોકોનો વિશ્વાસ ઘણો વધી જાય છે. આ મંદિરો સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. પરંતુ આજે અમે તમને જે મંદિર વિષે જણાવવાના છીએ તે મંદિર વિષે આમ તો ઘણા ઓછા લોકો હશે જેને ખબર હશે.

દેશ આખામાં શનિદેવના મંદિર તમે લોકોએ ઘણા બધા જોયા હશે, અને આ મંદિરોમાં દર્શન કરવા માટે જરૂર ગયા હશો. પરંતુ આજે અમે તમને જે મંદિર વિષે જાણકારી આપી રહ્યા છીએ, તે મંદિર મધ્ય પ્રદેશના ઉજ્જેનમાં આવેલું છે, જેને શનિ મંદિરના નામથી લોકો ઓળખે છે. આ મંદિરને નવગ્રહ મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે, શનિદેવનું આ મંદિર શિપ્રા નદીના કાંઠે આવેલું છે. આ મંદિર વિષે કહેવામાં આવે છે કે, આ મંદિર લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાથી અહિયાં સ્થાપિત છે, આ મંદિરની સ્થાપના રાજા વિક્રમાદિત્યએ કરાવી હતી.

શનિદેવના આ મંદિરમાંથી વિક્રમ સંવંતનો પણ ઈતિહાસ જોડાયેલો છે. એટલું જ નહિ પરંતુ આ મંદિર પહેલુ મંદિર હશે જ્યાં મંદિરની અંદર ન્યાયધીશ શનિદેવ શિવના રૂપમાં બિરાજમાન છે. અહિયાં મુખ્ય શનિદેવની મૂર્તિની સાથે સાથે ઢેચ્યા શનીની પણ મૂર્તિ સ્થાપિત છે. આ મંદિરમાં લોકો દુર દુરથી શનિદેવ ઉપર તેલ અર્પણ કરવા માટે આવે છે. બધા શ્રદ્ધાળુ પોતાની ઇચ્છાઓ પૂરી કરવા માટે શનિદેવ ઉપર તેલ અર્પણ કરે છે, અને તેમને શનિની સાડાસાતી અને ઢેચ્યા(અઢી વર્ષનો પ્રકોપ) માંથી મુક્તિ મળે છે.

જેમ કે તમે બધા લોકો જાણો છો કે શનિદેવને ન્યાયધીશનું સ્થાન આપવામાં આવ્યું છે. અને તે વ્યક્તિ સાથે હંમેશા ન્યાય જ કરે છે. આ મંદિરની અંદર લોકો પોતાના જીવનની તમામ મુશ્કેલીઓ લઈને આવે છે, અને શનિદેવ ઉપર તેલ અર્પણ કરીને પોતાના દુઃખોમાંથી છુટકારો મેળવવાની પ્રાર્થના કરે છે. આ મંદિરમાંથી કોઈ પણ શ્રદ્ધાળુ નિરાશ થઈને નથી જતા, બધા ભક્તોના દુઃખ શનિદેવ જરૂર દુર કરે છે. શનિદેવનું આ ધામ દુનિયાભરમાં ઘણું પ્રસિદ્ધ છે, અને અહિયાં દર્શન કરવા માટે લોકો દુર દુરથી મોટી સંખ્યામાં આવે છે.

શનિદેવના આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે, શનિ અમાસના દિવસે અહિયાં પાંચ ક્વિન્ટલથી પણ વધુ તેલ શનિદેવને અર્પણ કરવામાં આવે છે. આ મંદિરનું તંત્ર તેના માટે ઘણી ટાંકીઓની વ્યવસ્થા કરે છે, ત્યાર પછી તે તેલની હરાજી પણ કરવામાં આવે છે. શનિ અમાસના દિવસે શ્રદ્ધાળુ શિવ રૂપમાં શનિદેવને તેલ અર્પણ કરીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. એવું કહેવામાં આવે છે કે, જે શ્રદ્ધાળુ પોતાના સાચા મનથી શનિદેવ ઉપર તેલ અર્પણ કરીને તેમને પ્રસન્ન કરી દે છે, તેના જીવનના તમામ દુઃખ શનિદેવ દુર કરી દે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.