29 સપ્ટેમ્બરથી શનિ ચાલશે સીધી ચાલ, આ રાશિ વાળાઓને શનિના પ્રભાવથી મળશે રાહત

શનિની સીધી ચલના કારણે આ રાશિને શનિની સાડાસાતીનો પ્રભાવ જોવા મળશે અને આ રાશિને થશે લાભ  આવનારી 29 સપ્ટેમ્બરથી ન્યાયના ગ્રહ કહેવાતા શનિ સીધી ચાલ ચાલવાના છે. કુલ 142 દિવસ પછી એટલે કે 29 સપ્ટેમ્બરે સવારે 10 વાગીને 45 મિનિટ પર તે વક્રીમાંથી માર્ગી થઈ રહ્યા છે. શનિના માર્ગી થવાથી જે રાશિ પર પણ શનિનો પ્રભાવ હતો, તે ઘણી હદ સુધી ઓછો થઈ જશે. તમને જણાવી દઈએ કે શનિ 11 મે 2020 ના રોજ વક્રી થયા હતા.

આ પહેલા 24 જાન્યુઆરીએ શનિએ ધનુમાંથી મકર રાશિમાં ગોચર કર્યું હતું. તમને જણાવી દઈએ કે, શનિનું માર્ગી થવું એક મોટી ઘટના છે. શનિના માર્ગી થવાથી મિથુન, કન્યા, કર્ક, ધનુ અને વૃશ્ચિક રાશિવાળાને ફાયદો થશે. શનિ અઢી વર્ષમાં એક રશિમાંથી રાશિમાં જાય છે. તેનાથી શનિની સાડાસાતી અને અઢી વર્ષનો પ્રકોપ શરૂ થાય છે.

શનિના આ રાશિ પરિવર્તનથી કુંભ રાશિવાળા પર શનિની સાડાસાતીનું પહેલું ચરણ શરુ થઈ ગયું છે. તેમજ ધનુ અને મકર રાશિમાં પહેલાથી જ શનિની સાડા-સાતીનો પ્રભાવ ચાલી રહ્યો હતો, તે પણ આ વર્ષના અંત સુધીમાં સમાપ્ત થઈ જશે. તમને જણાવી દઈએ કે, શનિના વક્રી થવાથી જે લોકો પર શનિનો અઢી વર્ષનો પ્રકોપ અને સાડાસાતી હતી, તેમણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, હવે શનિ તે લોકોને રાહત આપશે. મેષ રાશિવાળાને પણ રાહત મળશે. આ રાશિ પર આઠમનો પ્રકોપ હતો, જે હવે દૂર થશે. મિથુન રાશિવાળાએ પારિવારિક સમસ્યાઓ સામે લડવું પડી શકે છે.

ધનુ રાશિવાળા પર શનિની સાડાસાતીનો પ્રભાવ હવે જોવા મળશે. આ વર્ષના અંત સુધી આ પ્રભાવ પણ ઓછો થઈ જશે. મકર અને કુંભ રાશિવાળા પર પણ શનિની સાડાસાતી શરૂ થશે. તમને જણાવી દઈએ કે, કુંડળી જોઈને જ વ્યક્તિગત રીતે તેમના વિષે શનિના અશુભ અને શુભ પ્રભાવ વિષે જણાવવામાં આવી શકે છે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.