શનિના વક્ર થવાથી કેટલીક રાશિને થશે ફાયદો જ્યારે કેટલીક રાશિને થશે નુકશાન.

શનિનું રાશિ પરિવર્તન જયોતિષમાં એક મહત્વપૂર્ણ ઘટના ક્રમ છે. જયોતિષ શાસ્ત્રમાં શનિને કર્મ, નોકરી અને લોકતાંત્રિક સંસ્થાઓનો કારક ગ્રહ માનવામાં આવે છે. આથી આ મનુષ્યની કારકિર્દી અને આજીવિકાને પ્રભાવિત કરે છે. જયોતિષશાસ્ત્રમાં શનિને સૂર્યપુત્ર, શનિષ્ચર, છાયાપુત્ર અને મંદ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. શનિ મકર અને કુંભ રાશિના સ્વામી છે. સૂર્ય, ચંદ્ર અને મંગળને શનિ શત્રુ માનવામાં આવે છે. જયારે બુધ અને શુક્રને મિત્ર તેમજ બૃહસ્પતિની સાથે તે સમ ભાવ રાખે છે.

શનિ વર્ષ 2019 માં ધનુ રાશિમાં સ્થાયી રહેશે. આ દરમ્યાન 30 મી એપ્રિલે શનિ વક્ર ગતિ કરશે અને 18 મી સપ્ટેમ્બરે ધનુ રાશિમાં ફરી માર્ગમાં આવી જશે. આ વર્ષમાં શનિ 20 જાન્યુઆરી સુધી અસ્ત રહેશે અર્થાત તેનો પ્રભાવ ઓછો થઈ જશે. અને આજ વર્ષના અંતમાં 27 ડિસેમ્બરના દિવસે શનિ ફરી અસ્ત થશે, અને 31 જાન્યુઆરી 2020 સુધી આજ સ્થિતિમાં રહેશે. આ વર્ષમાં શનિ મોટેભાગના સમયમાં પૂર્વાષાધા નક્ષત્રમાં સ્થાયી રહેશે, અને 27 મી સપ્ટેમ્બર 2019 ના દિવસે ઉત્તરાષાધા નક્ષત્રમાં પ્રવેશ કરશે .

વક્ર હોવાથી ચંદ્ર રાશિ અનુસાર તમારી પ્રવૃત્તિઓ પર કેવો રહેશે પ્રભાવ?

વક્ર એટલે કે ગ્રહો ઊંધા ચાલવા લાગશે. ત્યારબાદ 18 સપ્ટેમ્બરના દિવસે શનિ પાછો તેના માર્ગમાં આવી જશે, અને સીધો ચાલવા લાગશે. ધનુ રાશિના શનિને કારણે વૃષભ અને કન્યા રાશી પર અડચણ રહેશે. વૃષિક, ધનુ અને મકર રાશિ પર સાડાસાતીની અસર રહેશે. આ રાશિફળ ચંદ્ર રાશિના આધારે જણાવવામાં આવે છે.

મેષ :

શનિ દશમાં અને અગિયારમાં ભાવના સ્વામિ છે. આ ભાવ ક્રમશઃ વ્યવસાય, પગાર, વૃદ્ધિ અને કર્મ વગેરેને સંબધિત છે. તમારે સંયમની સાથે કામ લેવું પડશે. જૂન માહિના સુધી તમારી કારકિર્દીની ગતિ થોડી નબળી રહી શકે છે. જૂનથી ઓક્ટોબરની વચ્ચે કારકિર્દી અને આવકમાં કંઈક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ઓક્ટોબર પછી પરિસ્થિતિઓ બદલાઈ જશે અને તમને તમારા નસીબનો સાથ મળશે. તમે કોઈ પણ પ્રકારની પ્રતિસ્પર્ધામાં વિજયી થશો. ઓક્ટોબર પછી પરિસ્થિતિ બદલાઈ જશે અને તમારા ભાગ્યનો સાથ તમને મળશે. તમે કોઈ પણ રીતે પ્રતિસ્પર્ધામાં વિજયી થશો. સાથે તમે તમારા વિરોધીઓને હરાવી દેશો.

ઉપાય : ગાયને ઘી વાળી રોટલી ખવડાવો.

વૃષભ :

આ રાશિ પર શનિની આપત્તિ રહેશે. વ્યવહારિક જીવનમાં તણાવ વધી શકે છે. ખર્ચમાં વધારો થશે. ઘર-પરિવારમાં ઝગડો થઇ શકે છે. અશાંતિને કારણે કામ બરાબર નહિ કરી શકાય. ધીરજથી કામ લેશો તો ખરાબ સમય દૂર થઈ શકે છે.

શનિ નવમાં અને દસમાં ભાવનો સ્વામી છે, આ ભાવ ભાગ્ય, પ્રસિદ્ધિ, વ્યવસાયિક અને કર્મસંબંધિત હોય છે. માટે એ તમારી કારકિર્દી માટે સારું રહેવાનું છે. રોકાણ માટે આ સમય બિલકુલ સારો નહિ હશે. ધનનું નુકસાન થશે. બાળકોના શિક્ષણ પર વધારે ધ્યાન આપવાની જરૂરત ઉભી થશે. કારણો વગરના વિવાદોથી બચવાના પ્રયત્ન કરો. પિતાની સાથે સારા સંબંધ બનાવી રાખો અને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

ઉપાય : કાળા કપડાં અને બુટનું દાન કરો.

મિથુન :

શનિ આઠમાં અને નવમાં ભાવના સ્વામી છે. આ ભાવ દીર્ધાયું, મોટું પરિવર્તન, ભાગ્ય અને પ્રસિદ્ધિથી સંબંધિત હોય છે. મિથુન રાશિના લોકો માટે સમય લાભકારી રહેવાનો છે. વિવાદોનો અંત આવી જશે. કાનૂની બાબતોમાં આ વર્ષ તમારાં માટે સારું રહેવાનું છે.

ઉપાય : વચ્ચેની આંગળીમાં કાળા ઘોડાની નાળની વીંટી પહેરો.

કર્ક :

શનિ સાતમાં અને આઠમાં ભાવનો સ્વામી છે. સાતમો ભાવ લગ્ન, જીવનસાથી અને ભાગીદારીની બાબતો સંબંધિત હોય છે, જયારે આઠમો ભાવ મોટું પરિવર્તન અને દીર્ધાયુંનું પ્રતિનિધિત્વ કરે છે. વિવાદોથી બચવાનો પ્રયત્ન કરવો. સતત યાત્રા કરવી પડી શકે છે. માનસિક તણાવનો સામનો પણ કરવો પડી શકે છે. કડવી વાણી ન વાપરતા, નહીતો વિવાદની સ્થિતિ ઉભી થઈ શકે છે. વિષમ પરિસ્થિતમાં ધીરજ સાથે કામ કરો, ભાઈ બહેનને તમારી મદદની જરૂરત પડી શકે છે. ઘર અને ઓફિસમાં જરૂરિયાત વગરના કામ અને વિવાદોથી બચો. તમારે વધુ સારા આયોજનો સાથે આગળ વધવું પડશે.

ઉપાય : પક્ષીને સાત જાતના અનાજ ખવડાવો.

સિંહ :

શનિ છઠ્ઠા અને સાતમાં ભાવના સ્વામી છે. કુંડળીમાં છઠ્ઠો ભાવ સંઘર્સ, શત્રુ અને રોગ સાથે સંબંધિત છે. ત્યાં જ સાતમો ભાવ વિવાહ, જીવનસાથી અને ભાગીદારીને દર્શાવે છે. ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે. આ વર્ષ બિઝનેસ માટે એકદમ સારું રહેશે. નોકરી કરનાર લોકો માટે પ્રમોશનની ભેટ મળી શકે છે, અથવા તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. જે અભ્યાસ કરી રહ્યા છે તેમને કોઈ મોટી સફળતા મળી શકે છે. અપરણિત છો કે પછી પ્રેમ સંબંધમાં છો, તો આ વર્ષે લગ્નના બંધનમાં બંધાઈ શકો છો.

ઉપાય : પીપળાના વૃક્ષની નીચે સરસિયાના તેલનો દીવો સળગાવો.

કન્યા :

આ વર્ષે નોકરીના નવા અવશર મળશે. ધન સંપત્તિમાં લાભ થઇ શકે છે. ઘર પરિવારમાં સુખદ વાતાવરણ થઇ શકે છે. યાત્રાઓ થશે, વાહન ઉપર ખર્ચ થશે. કન્યા રાશિવાળા માટે શનિ પાંચમાં અને છઠ્ઠા ભાવનો સ્વામી છે. આ ભાવ ક્રમશ: શિક્ષણ, પિતૃત્વ, રોગ, સંઘર્ષ અને શત્રુ સંબંધિત હોય છે. નિવાસ સ્થાનમાં પરિવર્તન થઇ શકે છે. કેરિયરમાં પણ પ્રમોશન અને વૃદ્ધિ જોવા મળી શકે છે.

કોઈ પણ પ્રકારના રોકાણ કરવાથી બચો. તેમજ પ્રોપર્ટી સાથે જોડાયેલી બાબતોમાં પણ વિવાદની સ્થિતિ ઉભી થઇ શકે છે. આ વર્ષે બધા જ પડકાર વચ્ચે વિધાર્થીને મોટી સફળતા મળી શકે છે. ઈશ્વરની ભક્તિ અને સત્સંગ કાર્યક્રમોમાં જોડાવું તમારા માટે લાભકારી થઇ શકે છે.

ઉપાય : શનિવારના દિવસે હનુમાનજીને સિંદુર ચડાવો.

તુલા :

શનિ ચોથા અને પાંચમાં ભાવના સ્વામી છે. આ ભાવ ક્રમશ: માતા, ખુશી, વાહન, શિક્ષણ, પિતૃત્વ વગેરે સંબંધિત છે. શનિ યોગ કારક ગ્રહ છે, જે તમારા માટે લાભકારી છે. વિધાર્થીઓને ઉચ્ચશિક્ષાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ અવસર મળી શકે છે. પોતાના બિઝનેસને વિસ્તારવાની યોજના બનાવી શકો છો. રોકાણ કરવાથી શ્રેષ્ઠ રીટર્ન મળી શકે છે. આવક અને ખર્ચ બંનેમાં વધારો થશે. લાંબી યાત્રાએ જવાની સંભાવના થઇ શકે છે

ઉપાય : વાંદરાને લાડવા ખવડાવો.

વૃશ્ચિક :

વૃશ્ચિક રાશિના લોકો માટે શનિની સાડાસાતી ધન લાભ કરાવી શકે છે. ઘર પરિવારમાં સુખ શાંતિ રહેશે. જુના સમયના અટકેલા કામ આ વર્ષે પુરા થઇ શકે છે. શનિ ત્રીજા અને ચોથા ભાવના સ્વામી છે. આ ભાવ જીવનમાં પ્રયત્ન, માતા, ભાઈ બહેન, સંચાર અને ખુશી સંબંધિત હોય છે. કેરિયરમાં સારા અવસર મળી શકે છે. અથવા તો કામકાજ માટે તમને વિદેશ યાત્રાનો અવસર પણ મળી શકે છે. પરિવાર સાથે જોડાયેલા વિવાદ અને મુદ્દાઓમાં ના ગુંચવાશો. પોતાના પ્રિયજનોથી દુર રહેવું પડી શકે છે. જુદા જુદા માધ્યમોથી એમની સાથે સંપર્ક બનાવી રાખવાનો પ્રયત્ન કરતા રહો.

ઉપાય : રોગીની સેવા કરવી.

ધનુ :

શનિની સાડાસાતી શુભ રહેશે. જમીન અને મકાનનો લાભ મળી શકે છે. ઘર પરિવાર અને સમાજમાં માન સમ્મ્માન મળશે. શાસનકીય કાર્યમાં અડચણ આવી શકે છે, પરંતુ ધેર્યથી કામ લો. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. બીજો અને ત્રીજો ભાવ ભાષા, ધન, પરિવાર, ભાઈ બહેન, પ્રયત્ન, અને સંચાર સાથે સંબંધિત હોય છે.

શનિ તમારી ચંદ્ર રાશિમાં ગોચર કરી રહ્યો છે, અને તેનો તમારા જીવનમાં બહુ ઊંડો પ્રભાવ રહેશે. બની શકે કે જીવનસાથી સાથે તમારો સંબંધ પ્રભાવિત થઇ જાય. વૈવાહિક જીવનમાં થવા વાળા દરેક વિવાદોને શાંતિ પૂર્વક ઉકેલો. જીવનસાથીની તંદુરસ્તી બાબતમાં સમસ્યા થઇ શકે છે. એટલા માટે એમનું ખાસ ધ્યાન રાખો.

ઉપાય : માંસાહાર અને દારૂના સેવનથી દુર રહો.

મકર :

શનિની સાડાસાતી મકર રાશિ માટે ચિંતા વધારશે. ધન સંબંધિત કામોમાં નુકશાન થઇ શકે છે. યાત્રામાં નુકશાન થવાના યોગ ઉભા થઇ રહ્યા છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. ઘર પરિવારમાં કજિયા થઇ શકે છે. બિન જરૂરી વિવાદોથી દુર રહેશો તો સારું રહેશે. શનિ લગ્ન અને દ્વિતીય ભાવનો સ્વામી છે. કુંડળીમાં લગ્ન અને દ્વિતીય ભાવ ચરિત્ર, દીર્ધાયું, વ્યક્તિત્વ, પરિવાર, ધન, અને ભાષા સંબંધિત હોય છે. વિદ્યાર્થી છો તો ઉચ્ચશિક્ષણ માટે વિદેશ જઈ શકો છો.

વિદેશ યાત્રા થવાની પણ સંભાવના બની રહી છે. આ યાત્રા કામકાજ કે અન્ય બાબતો માટે પણ થઇ શકે છે. નોકરી કરતા લોકો માટે પ્રમોશન થઇ શકે છે. ને પાછું ઓફિસમાં તમારી માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઇ શકે છે. કાનૂની વિવાદોથી દુર રહેવા પ્રયત્ન કરો.

ઉપાય : શિખા વાળું નારિયેળ નદીમાં વહેવડાવો, હનુમાન ચાલીસાનો પાઠ કરો.

કુંભ :

શનિ કુંભ રાશી માટે લગ્ન અને બારમાં ભાવનો સ્વામી છે. બારમો ભાવ નુકશાન, ખર્ચ, દવાખાનું અને શયન સુખ સંબંધિત હોય છે. એમાં લગ્ન ભાવ એટલે કે પ્રથમ ભાવ મનુષ્યના ચરિત્ર, દીર્ધાયું અને વ્યક્તિત્વને દર્શાવે છે. ઓફિસમાં અનેક તક મળશે. આ સમય તમારા માટે બધી રીતે ખુબ સારો સાબિત થશે. પહેલાની સરખામણીમાં તમે પોતાને વધુ શક્તિશાળી અનુભવ કરશો. તમારું ચિત્ત આધ્યાત્મિક કાર્ય તરફ વધારે વધશે. કોઈ મોટા ધન લાભ થવાની શક્યતા છે. આ દરમિયાન કાઈક નવું થવાની સંભાવના ઓછી છે.

ઉપાય : મંદિરમાં સરસિયાના તેલનું દાન કરો.

મીન :

મીન રાશિ માટે શનિ અગિયારમાં અને બારમાં ભાવનો સ્વામી છે. અગિયારમો ભાવ સફળતા, વૃદ્ધિ અને આવક સંબધિત છે. ત્યાં બારમો ભાવ નુકશાન, ખર્ચ, રોગ અને શયન સુખને બતાવે છે. રોકાણ માટે આ સમય ન તો સારો છે, અને ન તો ખરાબ. આ વર્ષે નોકરીમાં પરિવર્તન થવું તમારા પ્રોફેશન માટે સારું સાબિત થશે. દેશ વિદેશની યાત્રા કરી શકો છો. આવકની સરખામણીમાં તમારા ખર્ચ વધી શકે છે. જીવન સાથી સાથે નકામા વિવાદો કરવાથી બચો. મિત્રો અને પરિવારજનો સાથે રજા ઉપર જવા માટે આ સમય ખુબ સારો સાબિત થશે.

ઉપાય : શનિવારના દિવસે કાળા કુતરાને રોટલી ખવડાવો.

આ માહિતી ધ ઇન્ડિયન પોસ્ટ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.