શરદી- ખાંસી અને કોલ્ડ માટે આ વસ્તુઓ ને ગરમ કરીને પછી મધ નાંખી ને લો

 

નમસ્કાર મિત્રો, અહીં તમને રાજીવજી દ્વારા કીધેલા દરેક પ્રકારના ઘરેલુ ઉપાય તથા ઔષધિઓ મળશે. તો મિત્રો આજે અમે તમને રાજીવજી દ્વારા કીધેલ શરદી-ખાંસી અને કોલ્ડ ના ઉપાય કહીશુ. તો જેવું કે આપણે જાણીએ છીએ કે આ ત્રણ રોગો ની એક સામાન્ય દવા છે જે લગભગ દરેક રસોડામાં હાજર હોય છે.

આ દવા બીજી કોઈ નહિ પરંતુ આદું છે.આદું નું બીજું નામ સૂંઠ છે આદું સુકાઈ જાય તો સૂંઠ બની જાય છે. તો આદું એકમાત્ર આ રોગની સૌથી સારી દવાઓમાંની એક છે.

આદું પછી બીજી દવા આ રોગમાં ઉપયોગી છે તે છે હળદર. ત્રીજી સારી દવા શરદી-ખાંસી અને કોલ્ડ ની ચૂનો છે, ચોથી સારી દવા કિસમિસ છે અને પાંચમી દવા તજ છે. આમાં તમે મેથીના દાણા નો ઉપયોગ પણ કરી શકો છો.
આપણા રસોડામાં એટલી દવાઓ છે અને એની સાથે કેટલીક કોમ્પ્લિમેન્ટરી મેડિસિન્સ પણ છે જે આ દવાની સાથે મિક્ષ કરીને ઉપયોગ કરાય છે.

કાળા મરી તુલસીના પાન આ કોમ્પ્લિમેન્ટરી છે. આપણે કાળા મરી નો ઉપયોગ પણ કરી શકીએ છીએ પરંતુ સૌથી ખાસ દવા છે આદું, તજ, મેથીના દાણા અને ચૂનો. તેને લેવાની રીત ખુબ જ સરળ છે. હવે આદું નો રસ કાઢી લો તેને થોડું ગરમ કરી ને પછી ઉતારી તેમાં થોડું મધ મેળવીને પી જાઓ.

બીજી રીત છે આદુંનો રસ કાઢીને તેમાં તુલસીનો રસ મેળવી લો અને થોડું ગરમ કરીને મધ નાંખી ને પી જાઓ. આ બીજી રીતમાં ગરમ કર્યા બાદ જ મધ નાખવાનું હોય છે. મધ નાખી ને કોઈ વસ્તુ ગરમ કરાતી નથી જો મધ નથી તો ગોળ લો.

આદું નો રસ, તુલસી નો રસ અને મધ ત્રણેય મેળવીને એક ચમચી સવારે ખાલી પેટે લઇ લો. એક વાર બપોરે પણ લઇ લો અને એક વાર સાંજે. આ દિવસમાં ત્રણ વખત લઇ શકાય છે.

શરદી-ખાંસી અને કોલ્ડ માટે હળદર નો પણ ઉપયોગ કરી શકાય છે. હળદરને દૂધમાં નાખીને તેને ગરમ કરવું પડે છે પછી તેની અસર થાય છે. જો કોઈ કારણોસર દૂધ ઉપલબ્ધ નથી તો પાણી માં પણ હળદર ને ગરમ કરીને લઇ શકાય છે.

આ વિડિઓ માં જુઓ આ બધાને કેવી રીતે લેવાનું છે

વિડીયો