શરદી, સુકી ખાંસી અને છાતીમાં જામેલા કફના રામબાણ દેશી ઘરેલું ઉપચાર.

જો તમે પણ શરદી, સુકી ખાંસી અને છાતીમાં જામેલા કફથી છો પરેશાન, તો આ રામબાણ ઘરેલું નુશખા તમારા માટે જ છે.

આજે આપણે જાણીશું કે છાતી અને ગળામાં જામેલા ફક કાઢવાના ઘરેલુ ઉપચાર વિષે.

1. આદુ અને મધ :

તેના માટે 100 ગ્રામ આદુને પીસી લો અને તેમાં 2 કે 3 ચમચી મધ મિક્ષ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને દિવસ દરમિયાન 2 વાર બે-બે ચમચી જેટલું હાથની આંગળીઓ વડે ચાટો, આ રીતે એક અઠવાડિયા સુધી કરવાથી છાતી અને ગળામાં જામેલો કફ છૂટો પડશે અને બહાર નીકળી જશે.

2. સફેદ મરી

મિત્રો અડધી સફેદ મરી લઈને તેને પીસી લો. ત્યાર બાદ તેમાં એક ચમચી મધ મિક્ષ કરી લો. અને આ મીક્ષ ને 10 થી 15 મિનિટ માઇક્રોવેવમાં રાખો. ત્યાર બાદ આ પેસ્ટને દિવસમાં એકવાર સેવન કરો. તેનાથી છાતી અને ગળામાં જામેલો કફ છૂટો પડશે અને બહાર નીકળી જશે

3. દ્રાક્ષનો રસ

તેના માટે બે ચમચી દ્રાક્ષનો રસ લેવો ત્યાર બાદ તેમાં બે ચમચી મધ મિક્ષ કરી લો. આ મિશ્રણને એક અઠવાડિયા સુધી નિયમિત દિવસમાં ત્રણ વખત સેવન કરો. તેનાથી છાતી અને ગળામાં જામેલો કફ સરળતાથી નીકળવા લાગશે.

4. ગાજર

તેના માટે તમારે 3 થી 4 તાજા ગાજર લઇ તેનો રસ કાઢી લેવો. ત્યાર બાદ તેમાં પાણી અને બે થી ત્રણ ચમચી મધ મિક્ષ કરીને આ મિશ્રણને સરખું મિક્ષ કરી લેવું. આ મિશ્રણને દિવસમાં 2 થી 3 વખત પીવાથી કફ અસરળતાથી નીકળવા લાગશે.

5. લસણ અને લીંબુ

એક કપ પાણી ઉકાળી લેવું અને તેમાં ત્રણ લીંબુનો રસ નાખવો ત્યાર બાદ તેમાં થોડુંક વાટેલું લસણ નાખવું અને સાથે જ તેમાં અડધી ચમચી કાળા મરીનો પાઉડર નાખો અને જરૂર મુજબ સિંધવ મીઠું નાખવું ત્યાર બાદ તેનું સેવન કરવાથી કફની સમસ્યાથી છુટકારો મળશે.

6. હળદર :

એક ગ્લાસ ગરમ દૂધમાં હળદર અને અડદી ચમચી કાળા મરીનો પાઉડર મિક્ષ કરો. હવે તેમાં એક ચમચી મધ પણ નાખો. ત્યાર બાદ તેને પીવાથી છાતી અને ગળામાં જામેલો કફ સરળતાથી નીકળવા લાગશે અને આરામ મળશે.

7. ડુંગળી અને લીંબુ :

ડુંગળી અને લીંબુના ઘરેલુ ઉપચાર માટે એક કપ પાણીમાં એક ડુંગળી અને લીંબુનો રસ કાઢીને મિક્ષ કરો, ત્યાર બાદ દિવસમાં 1 વખત તે પણ એક અઠવાડિયા સુધી સેવન કરો તેનાથી છાતી અને ગળામાં જામેલો કફ સરળતાથી નીકળશે અને આરામ મળશે.

8. લેમન ટી :

છાતી અને ગળામાં વધુ સમયથી જામેલો કફ કાઢવા માટે બ્લેક ટી બનાવી અને તેમાં એક ચમચી તાજા લીંબુનો રસ અને એક ચમચી મધ મિક્ષ કરીને આ લેમન ટીનું સેવન કરવાથી સરળતાથી છાતી અને ગળામાં જામેલો કફ નીકળવા લાગશે.