શ્રીદેવીના મૃત્યુ પછી દુબઈ ગયા હતા અર્જુન કપૂર, 1 વર્ષ પછી સામે આવ્યું સાચું કારણ.

અર્જુન કપૂર અને શ્રીદેવી વચ્ચે હંમેશા અંતર રહ્યું. બન્ને ક્યારેકને ક્યારેક પણ એક સાથે જોવા નથી મળ્યા. આમ તો શ્રીદેવીના અવસાનના સમયે અર્જુન કપૂર ફિલ્મનું શુટિંગ અધવચ્ચે છોડીને દુબઈ આવી ગયા હતા. તે એક એવો સમય હતો જેણે બધાને સરપ્રાઈઝ કરી દીધા હતા. શ્રીદેવીના અવસાનને ફેબ્રુઆરીમાં એક વર્ષ થઇ ગયું છે. તેની વચ્ચે પહેલી વખત કલાકારએ જણાવ્યું કે દુબઈ જવાનો નિર્ણય તેમણે ક્યા સંબંધિઓને કારણે લીધો.

વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુંમાં અર્જુન કપૂરે એ વાતનો ખુલાસો કર્યો. અર્જુન કપૂરે જણાવ્યું કે જયારે મને આ દુ:ખદ સમાચાર મળ્યા, તો હું તરત અર્ચના શૌતી માસીને મળવા ગયો. તેમણે કહ્યું જે આત્મા કહે તે કર. ત્યાર પછી મેં અંશુલા સાથે વાત કરી. બન્ને સાથે વાત કર્યા પછી હું પિતા બોની કપૂર પાસે દુબઈ ગયો.

અર્જુન કપૂરે કહ્યું હું અને અંશુલા હંમેશા જાહનવી અને ખુશી સાથે છીએ. મને આનંદ છે કે મેં તેવા સમયે મારા આત્માનો અવાજ સાંભળ્યો. મને હવે કોઈ પણ વાતનો કોઈ પછતાવો નથી. આ એવી તકલીફ છે, જે હું મારા દુશ્મનો માટે પણ નથી માગી શકતો.

અર્જુને આગળ કહ્યું – મારી માં મારા પિતાને ખુબ પ્રેમ કરતી હતી. તે પણ ઇચ્છતી હતી કે એવા સમયમાં પોતાના પિતાની પાસે રહું. તેમના નજીકના લોકો પાસે રહ્યા. તે ઘડી ઘણી મુશ્કેલ હતી. મેં પણ તે બધું સહન કર્યું છે. મારી અંદર જે ખાલીપણું છે, તે માત્ર અંશુલાને અનુભૂતિ થાય છે અને તે જ તેને ભરી શકે છે.

જે સમયે શ્રીદેવીનું અવસાન થયું હતું તે સમયે અર્જુન નમસ્તે ઇગ્લેન્ડનું શુટિંગ કરી રહ્યા હતા. અર્જુને ૭ દિવસની રજા લીધી હતી અને આ મુશ્કેલ ઘડીમાં પરિવાર સાથે હતો. ત્યાં સુધી કે બન્ને બહેનો જાહનવી અને ખુશીને પણ સંભાળી હતી.

અર્જુનને લઇને બોની કપૂરે પણ નિવેદન આપ્યું હતું. બોની કપૂરે કહ્યું હતું, અર્જુન ઘણો સમજુ છે અને ચારે બાળકો એક સાથે છે. અર્જુનને પોતાની જવાબદારીઓનું ભાન છે. શ્રીદેવીના અવસાન પછી તે બધું જ છોડીને સીધો મારી પાસે દુબઈ પહોચી ગયો હતો. તેની વચ્ચે અંશુલાએ જાહનવી અને ખુશીનું ધ્યાન રાખ્યું હતું. માત્ર અર્જુન જ નહિ પરંતુ મારા બધા બાળકો પોતાની જવાબદારી સારી રીતે સમજે છે.

શ્રીદેવીના અવસાન પછી અર્જુન કપૂર અને અંશુલાનું અંતર જાહનવી અને ખુશી સાથે વધી ગયું છે. હંમેશા આ ચારેને એક સાથે જોવામાં આવ્યા. ત્યાં સુધી કે અર્જુન એ જાહનવીની ‘ધડક’ રીલીઝ થવા ઉપર સોશિયલ મીડિયા ઉપર ભાવુક પોસ્ટ પણ કરી હતી. ત્યાં સુધી કે અર્જુન જાહનવી સાથે કર્ણ જોહરના શો ‘કોફી વિદ કરણ’ માં પણ સાથે ગયા હતા. ત્યાર પછી આખું પરિવાર હાલમાં થયેલા ‘ફિલ્મ ફેયર એવોર્ડ’ માં એક સાથે જોવા મળ્યા હતા.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.