લગ્નના લાડવા ખાવા છાનામાના પાકિસ્તાન પહોંચ્યા શત્રુઘ્ન સિન્હા પરંતુ વાયરલ થઇ ગયો વિડીયો

પાડોશી દેશ પાકિસ્તાન સાથે છેલ્લા ઘણા વર્ષોથી ભારતના સંબંધો કાંઈ સારા નથી. જેના કારણે જ બંને દેશો વચ્ચે તણાવનું વાતાવરણ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો દિવસેને દિવસે બગડતા જોવા મળી રહ્યા છે. તેવા સમયે, હાલના દિવસોમાં શત્રુઘ્ન સિંહાનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે છાનામાના પાકિસ્તાનના એક લગ્નમાં પહોંચી ગયા છે અને તે લગ્નનો આ વિડીયો છે. આ વિડીયોને સોશિયલ મીડિયા ઉપર જોરદાર શેયર કરવામાં આવી રહ્યો છે, અને લોકો તેની ઉપર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે થોડા ઘણા સમયથી વેપાર પણ બંધ થઇ ગયો છે. એટલું જ નહિ, બંને દેશોમાં એક બીજાના કલાકારો ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને પુલવામા હુમલા પછી ભારતમાં પાકિસ્તાનનો જોરદાર વિરોધ થયો હતો. ત્યાર પછી ભારતે પાકિસ્તાની કલાકાર ઉપર પ્રતિબંધ લગાવી દીધો, અને હવે તે અહિયાં ફિલ્મો નથી કરતા અને ન તો કોઈ ભારતીય કલાકાર પાકિસ્તાનમાં જઈને કોઈ અભિનય કરે છે.

તેવામાં આ અંગે પાકિસ્તાને પણ બોલીવુડ કલાકારો ઉપર પ્રતિબંધ લગાવી દીધો, જેના કારણે જ હવે બંને દેશો વચ્ચે કોઈ પણ પ્રકારના સંબંધ નથી રહ્યા. પરંતુ હવે શત્રુઘ્ન સિન્હાનું ત્યાં જવું ઘણા પ્રશ્ન ઉભા કરી રહ્યું છે.

સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, અને આ વિડીયોને લઈને આ દાવો કરવામાં આવ્યો હતો, કે શત્રુઘ્ન સિન્હા પાકિસ્તાનમાં લગ્નનો આનંદ માણી રહ્યા છે. ખાસ કરીને પાકિસ્તાનના પરવેજ મુગલ નામના ફોટોગ્રાફરના ઈંસ્ટાગ્રામ ઉપર આ વિડીયો શેયર કરવામાં આવ્યો છે, જેમાં તેમણે લખ્યું કે હના અને અહમદની કવ્વાલી નાઈટ ઉપર રીમા અને શત્રુઘ્નજી. હેપનિંગ નાઉ. તેવામાં આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, અને લોકો શત્રુઘ્ન સિંહાને ટ્રોલ કરી રહ્યા છે.

આ વિડીયોના વાયરલ થવા ઉપર એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, ખરેખર શત્રુઘ્ન સિન્હા પાકિસ્તાન ગયા હતા? અને જો તેને જવું પણ હતું તો છાનામાના કેમ ગયા? આમ તો આ વિડીયો ઉપર શત્રુઘ્ન સિન્હા તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યા નથી, અને ન તો કોઈ રાજકીય પાર્ટીએ આ મુદ્દાને ચગાવ્યો. પરંતુ સોશિયલ મીડિયા ઉપર આ મુદ્દો ગરમાયો છે અને લોકો તેની ઉપર શત્રુઘ્ન સિન્હાના આ વિડીયો ઉપર શું જવાબ આવે છે અને તે તેને કેવી રીતે રજુ કરે છે?

વર્ષ ૨૦૧૪ માં બીજેપી તરફથી ચૂંટણી લડનારા શત્રુઘ્ન સિન્હાએ વર્ષ ૨૦૧૯ ની લોકસભા ચૂંટણી આવતા આવતા તેમણે પાર્ટી છોડી દીધી. ત્યાર પછી તે કોંગ્રેસ પાર્ટીમાં ભળી ગયા. કોંગ્રેસ પાર્ટીની ટીકીટ ઉપર તેમણે ચૂંટણી લડી, પરંતુ આ વખતે તેને હારનો સામનો કરવો પડ્યો. તેવામાં હવે તે લોકસભાના સાંસદ નથી રહ્યા. શત્રુઘ્ન સિન્હાને હંમેશા સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ કરવામાં આવે છે. પરંતુ કલાકાર તરીકે લોકો તેને ઘણા પસંદ કરે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.