શૌર્ય ગાથા : જયારે કમાન્ડર અશોકે પાક સેનાને પાછા પાડવા માટે કરી દીધા હતા મજબુર

જાણો કેવી રીતે કમાન્ડો અશોકે પાકિસ્તાની સેનાને ઉભી પૂંછડીએ ભગાડ્યા હતા.

છેતરપિંડી, દ્રોહ, વચન નહિ પાળવું આ બધી વિશેષતાઓથી પાકિસ્તાની સેના લાંબા સમયથી આચ્છાદિત છે. સીઝ ફાયરની શરતો પછી પણ પાકિસ્તાની સેનાએ ભારતીય વીરો પર હુમલો કર્યો હતો. તેમ છતાં કમાંડો અશોક અને ભારતીય વીરોએ તેમના હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે પાકિસ્તાનના બે સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા. ભારતીય વીરોના વળતા હુમલાનો પાકિસ્તાની જવાનો સામનો નહિ કરી શક્યા, અને પીઠ દેખાડીને ભાગવા માટે મજબુર થઇ ગયા હતા.

ગૌતમબુદ્ધ નગરના શાહપુરખુર્દ ગામના રહેવાસી અશોકે કુશ્તીની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પોતાની કુશળતા દેખાડી હતી. 11 ફેબ્રુઆરી 1999 ના રોજ સ્પોર્ટ્સ કોટમાંથી તેમને ભારતીય સેનાના રાજપૂત રેજિમેન્ટમાં જગ્યા મળી. તે જણાવે છે કે, 2003 ની આસપાસ તેમની પોસ્ટિંગ કશ્મીરની પલ્લનવાલા યુનિટમાં હતી. તે ત્યાંની સૌથી ખતરનાક બાંધ પોસ્ટ પર પોતાના સાથી સાથે ફરજ બજાવી રહ્યા હતા. પોસ્ટથી લગભગ 2 કિલોમીટર આગળથી પાકિસ્તાની સરહદ શરૂ થતી હતી.

આ કારણ સર ઘણીવાર ગોળીબાર થતો રહેતો હતો. દરેક ક્ષણે સચેત રહેવું પડતું હતું. 2004 માં ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર થયું. સમાધાન મુજબ બંને દેશની સેનાએ એક-બીજા પર ફાયરિંગ કરવાનું ન હતું. અશોક જણાવે છે કે, તેમને આશા હતી કે પાકિસ્તાન આ સમાધાનનું પાલન કરશે. નવેમ્બરની એક સાંજે લગભગ 6 વાગ્યે અંધારું થવા લાગ્યું. તે પોતાના સાથી જવાનો સાથે આરામ કરી રહ્યા હતા. અમુક જવાન ખાવાનું બનાવવાની તૈયારીમાં લાગ્યા હતા. પોસ્ટથી લગભગ 50 મીટર આગળ ગાઢ જંગલ શરૂ થતું હતું. ટાવર પર એક જવાન હાજર હતો.

ત્યારે તે જવાનને જંગલમાં કોઈ હલનચલન થવાનો અનુભવ થયો. તેણે બીજા જવાનોને સચેત કરી દીધા, પણ તે સીઝ ફાયરથી આશ્વસ્થ હતા. તેમને લાગ્યું કે, કોઈ જંગલી પ્રાણી હશે. થોડી જ સેકન્ડ પછી શત્રુએ ટાવર પર હાજર જવાન પર ગોળી ચલાવી પણ તેમનો નિશાનો ચુકી ગયો. તેમજ ગોળીનો અવાજ સાંભળતા જ અન્ય જવાન હથિયાર લેવા ભાગ્યા. આ દરમિયાન શત્રુએ સતત ફાયરિંગ શરૂ કરી દીધું.

બંકરમાં જવું પણ મુશ્કેલ હતું. અલગ અલગ વસ્તુઓની મદદ લઈને આપણા જવાનોએ તેમને જડબાતોડ જવાબ આપ્યો. ક્વાર્ટર પર હુમલાની સૂચના મોકલી દેવામાં આવી. બંને તરફથી લગભગ અડધા કલાક સુધી ફાયરિંગ થતું રહ્યું. દરેક સાથીઓએ બહાદુરી દેખાડીને શત્રુના બે જવાનોને માર્યા. સાથે જ અમુક ઘાયલ પણ થયા. હુમલાએ શત્રુના પગ ધ્રુજાવી દીધા. તે ઊંધા પગે પોતાની સીમામાં ભાગી ગયા. સેનાના અધિકારીઓએ દરેક જવાનોની વીરતાની પ્રશંસા કરી.

અશોક જણાવે છે કે, તે સેનાની શૂટિંગ ટીમમાં હતા. તે સેનાની અલગ અલગ સ્પર્ધાઓમાં 15 પદક જીત્યા છે. સાથે જ કમાંડોની ટ્રેનિંગ પણ લીધી છે. આફ્રિકા ખંડના ઈથોપિયામાં 2003 માં ગૃહ યુદ્ધ ચાલી રહ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મોકલવામાં આવેલી શાંતિ સેનામાં તે પણ શામેલ હતા.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.