શેકેલા ચણા સાથે ગોળ ખાવાથી મહિલાઓની એનિમિયા રોગ માં થતી આયરન ની ઉણપ થશે દૂર

 

શેકેલા ચણા ખાવાથી આરોગ્યને ઘણો ફાયદો થાય છે પણ જયારે તેની સાથે ગોળ પણ ખાઈએ તો તે શરીર માટે ખુબ ફાયદાકારક સાબિત થાય છે.

પુરુષો માટે ચણા ગોળ ખાવું ખુબ સારું છે. ઘણી વાર પુરુષ બોડી બનાવવા માટે જીમમાં જઈને કસરત કરતા હોય છે એલોકો એ ગોળ અને ચણા ને ખાવામાં અવશ્ય લેવું જોઈએ. તેનાથી મુસલ્સ મજબૂત બને છે અને શરીરને પણ ઘાણા ફાયદા થાય છે.

નીચે જાણો ગોળ ને ચણા સાથે ખાવા થી કયા કયા ફાયદા થાય છે.

1 મસલ્સ –

ગોળ અને ચણામાં ઘણી માત્રામાં પ્રોટીન મળે છે જે મસલ્સને મજબૂત બંનાવવામાં મદદ કરે છે. પુરુષોએ દરરોજ તેનું સેવન કરવું જોઈએ.

2  ચેહરો

આમાં ઝીંક હોય છે જે ચામડીમાં ચમક લાવવા માટે મદદ કરે છે. પુરુષોએ યુબાનોયે દરરોજ તેનું સેવન કરવું જોઈએ જેનાથી તેમના ચેહરાની ચમક વધસે અને તે પહેલા કરતા વધારે સ્માર્ટ અને સુંદર લાગશે.

3 જાડાપણું મોટાપો

ગોળ અને ચણાને એક સાથે ખાવાથી શરીરમાં મેટાબોલિઝમ વધે છે જે જાડાપણું ઓછું કરવામાં મદદ કરે છે. કેટલાક પુરુષો વજન ઓછુ કરવા માટે જીમ જઈને કસરત કરતા હોય છે તેમણે ગોળ અને ચણાનું સેવન જરૂર કરવું જોઈએ.

4 કબજિયાત

શરીરમાં પાચનક્રિયા ખરાબ હોવાના કારણે કબજિયાન અને એસિડિટીની સમસ્યા થઇ જાય છે. આવી પરિસ્થિતિ માં ગોંળ અને ચણા ખાવા, તેમાં ફાઈબર હોય છે જે પાચનશક્તિને સારી રાખે છે.

5 મગજ

ગોળ અને ચણાને મેળવીને ખાવાથી મગજ તેજ બને છે. તેમાં વિટામિન બી6 હોય છે. જે યાદશક્તિ વધારે છે.

6 દાંત

તેમાં ફોસ્ફરસ હોય છે જે દાંત માટે ઘણું ફાયદાકારક છે. તેના સેવેનથી દાંત મજબૂત બને છે અને જલ્દી તૂટતાં નથી.

7 હૃદય

જે લોકોને હૃદય સંબંધી કોઈ સમસ્યા હોય છે, તેના માટે ગોળ અને ચણાનું સેવન ખુબ ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ હોય છે જે હાર્ટ એટેક થી બચાવે છે.

8 હાડકા

ગોળ અને ચણામાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત કરે છે. તેના દરરોજના સેવનથી ગાંઠના રોગવાળા વ્યક્તિઓને ઘણું ફાયદાકારક છે.

9 લોહીની ઉણપમાં ફાયદાકારક

કેટલીક વાર કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે લોકો ગોળ અને ચણા ખાવાનું પસંદ કરે છે. પણ તેના સિવાય ગોળ અને ચણા અનીમીયા રોગ દૂર કરવા માટે પણ ઘણો ઉપયોગી સાબિત થયો છે.

  • શું છે એનીમીયા રોગ ?

લોહીમાં હિમોગ્લોબીનની ઉણપથી થતો એનિમિયા રોગ મોટા ભાગે મહિલાઓમાં જોવા મળે છે. ખાસ કરીને આયરનની ઉણપને કારણે આ સમસ્યા ઉભી થાય છે, જેમાં થાકી જવું અને નબળાઈનો અનુભવ થવો સામાન્ય વાત છે. આવી પરિસ્થિતિમાં મહિલાઓને પોતાના ખોરાકમાં આયર્નથી ભરપૂર એવો ખોરાક લેવાની સલાહ અપાતી હોય છે તેથી હિમોગ્લોબીનનું પ્રમાણ ઓછું ન થાય.

  • આયર્નની માત્રાથી છે ભરપૂર

ગોળ અને ચણા આયર્નથી ભરપૂર હોય છે અને આ જ કારણ છે કે અનિમિયાથી બચવા માટે આ ખુબ જ મદદગાર સાબિત થયો છે. ગોળમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે અને સેકેલા ચણામાં આયરનની સાથે સાથે પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળે છે. આવી જ રીતે ગોળ અને ચણાનું મિશ્રણ કરીને જરૂરી તત્વોની ઉણપ પુરી કરાય છે, જે એનિમિયા રોગ માટે જવાબદાર હોય છે.

  • શરીરને મળે છે ભરપૂર શક્તિ

ગોળ અને ચણા તમને માત્ર અનીમિયાથી બચાવાનું જ કામ નથી કરતા, પણ તામારા શરીર માં જરૂરી ઉર્જાની પૂર્તિ પણ કરે છે. શરીરમાં આયરનનું અવશોષણ થાય ત્યારે શક્તિનો સંચાર થાય છે, જેનાથી થાકી જવું અને નબળાઈનો અનુભવ થતો નથી.

જો કે વધારે માત્રામાં આનું સેવન તમારા ભોજનની આદત પર અસર કરી શકે છે.એટેલે આ નિયમિત રૂપે અને નિયંત્રિત માત્રા માં ખાવું ફાયદાકારક રહે છે.