શિરડીના સંત સાંઈ બાબાના જીવનના રહસ્યો, જેના વિષે તમે ક્યારે પણ નહિ જાણ્યું હોય.

એક એવા સંત જે એક વાત હંમેશા કહ્યા કરતા હતા, કે બધાના પાલનહાર એક છે, તેની હાજરીથી કડવી ઊંઘ પણ એકદમ મીઠી બની જાય છે, આ સંત લાખો કરોડો માણસોના અંતકરણમાં વસેલા છે, તેમણે તેમનું આખું જીવન એક ફકીરની જેમ પસાર કર્યું, પણ સંસારને માનવતાનો વિશાળ ખજાનો આપીને જતા રહ્યા, તે તમામ પ્રકારના જાત, પાત, દ્વેષ અને ગુસ્સાથી પર હતા, તે માનવતા ઉપર વિશ્વાસ રાખતા હતા.

તેમનું જીવન ઘણું સામાન્ય અને ગરીબીથી ભરેલું હતું, ઘણા ઓછી બુદ્ધીના લોકો તેની સાથે દ્વેષ રાખતા હતા, અને તેને દુ:ખ આપતા રહેતા હતા, પણ સમય સમયે આ ફકીર સંતના ચમત્કારો એ બધાની આંખો ખોલી નાખી. મિત્રો તમે એ વાત જાણી ગયા હશો કે અમે ખરેખર કોની વાત કરી રહ્યા છીએ?

જી હા, અમે વાત કરી રહ્યા છીએ સાંઈ બાબાની, જેણે શિરડીના સાંઈ બાબા પણ કહેવામાં આવે છે. પણ શું તમે જાણો છો? કે તેમનું જીવન ઘણું જ રહસ્યમય હતું? તેમના ચમત્કારો એ આખી દુનિયાને દંગ કરી મૂકી હતી,

મિત્રો, આજે અમે સાંઈ બાબાના જીવનના એ રહસ્યો વિષે જણાવીશું જેના વિષે ઘણા ઓછા લોકો જ જાણે છે. અને જે જાણીને તમે દંગ રહી જશો, અને એવું વિચારશો કે આપણી ભારતની ભૂમિ ઉપર ખરેખર શરૂઆતના સમયથી જ પુણ્ય આત્માઓની પ્રાપ્તિ થતી રહી છે. અને આપણે ખરેખર નસીબદાર છીએ કે આપણે તે ધરતી ઉપર જન્મ લીધો છે.

શિરડી વાળા સાંઈ બાબા એક ભારતીય યોગી અને ફકીર હતા, જેણે તેમના ભક્તો દ્વારા સંત કહેવામાં આવે છે. અને આજે આપણે તેને ભગવાન તરીકે પૂજીએ છીએ, મિત્રો શું તમે જાણો છો? કે સાંઈ બાબાનું સાચું નામ, જન્મ ક્યારે થયો? સરનામું અને માતા પિતા કોણ હતા? તેના સંદર્ભે આજ સુધી કોઈ પણ માહિતી ઉપલબ્ધ નથી. આમ તો સંત સાંઈના જન્મ વિષે અમુક લોકોએ અનુમાન લગાવ્યું છે, પણ તે માત્ર તેમનું અનુમાન જ છે.

તમને જાણી ને નવાઈ થશે કે તેમને જયારે તેમના જીવન વિષે પૂછવામાં આવતું હતું, તો તે ગોળ ગોળ જવાબ આપતા હતા, સાંઈ ક્યારે પણ પોતાના જીવન વિષે સ્પષ્ટ જવાબ આપતા ન હતા, સાંઈ શબ્દ તેમને ભારતના પશ્ચિમ વિસ્તારમાં મહારાષ્ટ્રના શિરડી નામના ગામમાં ગયા પછી મળ્યો, ત્યાર પછી તેઓ સાંઈ નામથી ઓળખવા લાગ્યા.

તેમણે ઘણા સમય સુધી મુસ્લિમ ફકીરો સાથે સમય પસાર કર્યો પણ માનવામાં આવે છે કે તેમણે કોઈ પણ સાથે કોઈ પણ વ્યવહાર ધર્મના નામે નથી કર્યો. તેમના એક શિષ્ય દ્વારા તેમના બાળપણ વિષે માહિતી મેળવવામાં આવી જેમાં તેમના નાનપણ વિષે જાણવા મળ્યું. સાંઈ બાબાના શિષ્ય તાસગુણના જણાવ્યા મુજબ તેમનું નાનપણ પથરી ગામમાં શોધ કરવામાં આવી જેમાં સાંઈના નાનપણને પુનઃ નિર્મિત કરવામાં આવ્યું, જેણે સાંઈ ગુરુ ચરીત્ય પણ કહેવામાં આવે છે.

સાંઈ બાબાના શિષ્ય તાસગુણ મુજબ તેમનું નાનપણ પથરી ગામમાં એક ફકીર અને તેમની પત્ની સાથે પસાર થયું. લગભગ ૧૬ વર્ષની ઉંમરમાં તે અહેમદનગર મહારાષ્ટ્રના શિરડી ગામમાં પહોચ્યા, અને મૃત્યુ સુધી ત્યાં જ રહ્યા,

દ્વારકામાઈ મસ્જીદ હતી. જ્યાં તેમણે સૌથી વધુ રાત પસાર કરી, સાંઈ બાબાએ જ તેનું નામ દ્વારકામાઈ મંદિર રાખ્યું. દ્વારકામાઈ સમાધી મંદિરની જમણી તરફ છે, સાંઈ બાબા હંમેશા અહિયાં રાત્રે દીવડો પ્રગટાવતા હતા, અને ધૂણી પ્રગટાવતા હતા. આજે પણ દ્વારકામાઈમાં એક મોટો એવો પથ્થર રાખવામાં આવેલો છે, જ્યાં સાંઈ બાબા બેસતા હતા.

આજે પણ એ મસ્જીદમાં સાંઈ બાબાનો મોટો ફોટો લાવવામાં આવેલો છે. સાંઈ ધામમાં એક બીજું ધામ છે, જ્યાં સાંઈ બાબાની લોટ દળવાની ઘંટી અને બાબા જે વાસણમાં ભિક્ષા માંગતા હતા, તે રાખવામાં આવેલું છે. ખંડવા મંદિર અહેમદનગરમાં આવેલું છે, આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર શિરડીમાં સૌથી પ્રાચીન છે. અને આ મંદિરને સાંઈ સાથે જોડવામાં આવે છે, અને કહેવામાં આવે છે કે સાંઈ ભોલેનાથનું રૂપ હતા, એ તે સ્થળ છે, જેને આજે શિરડી ધામમાં ગુરુ સ્થાન કહેવામાં આવે છે.

ગુરૂ સ્થાનનું નિર્માણ ૩૦ સપ્ટેમ્બર ૧૯૪૮ માં કરવામાં આવ્યું. અહિયાં સાંઈ બાબાની એક મૂર્તિ પણ રાખવામાં આવી છે. અહિયાં શિવલિંગ અને નદીની પણ છે. અને ભગવાન શિવની ૧૨ જ્યોર્તિલિંગ પણ લગાવવામાં આવી છે. અહિયાંના માધ્યમથી સાંઈને શિવ તરીકે જોવામાં આવે છે. અને ઘણાનું કહેવું છે કે શિવ જ સાંઈ છે.

આવો હવે અમે તમને સાંઈ બાબા સાથે જોડાયેલા ચમત્કારો વિષે જણાવીએ. આજે જયારે લોકો સાંઈ ધામના દર્શન કરવા માટે આવે છે, અહિયાં રહેલા લીમડાના ઝાડના પાંદડા ખાઈને જરૂર ચોંકી જાય છે. પણ એવું કેમ? તો તેનું કારણ છે કે તે લીમડાના ઝાડના પાંદડા મીઠા હોય છે. હકીકતમાં એવું કહેવામાં આવે છે કે સાંઈ બાબાની કૃપાથી આ કડવો લીમડો પણ મીઠો થઇ ગયો છે.

પણ કેમ? સાંઈ બાબા જ્યારે ૧૬ વર્ષની ઉંમરના હતા, ત્યારે શિરડી પહેલી વખત આવ્યા હતા. ત્યારે તે એક લીમડાના ઝાડ નીચે આરામ કરતા રહેતા હતા. હકીકતમાં કહેવામાં આવે છે કે સાંઈને અહિયાં જ દાટવામાં આવ્યા હતા. અને એવી માન્યતા છે કે આ લીમડાના ઝાડના પાંદડા સાંઈના પુણ્યને લીધે મીઠા થઇ ગયા હતા. આ હતી વાત સાંઈ બાબા વિષે.