Jio ગ્રાહકોને ઝાટકો, હવે આ આઉટ ગોઈંગ કોલીગ પર લાગશે આટલો ચાર્જ, જાણો શું થઇ ગયું

મુકેશ અંબાણીની ટેલીકોમ કંપની રિલાયન્સ જીઓએ બુધવારે ગ્રાહકો પાસેથી વોઇસ કોલ માટે 6 પૈસા પ્રતિ મિનિટના દરથી ચાર્જ વસૂલવાની જાહેરાત કરી છે. આ પહેલી વાર થયું છે જયારે જીઓ તરફથી વોઇસ કોલ માટે ગ્રાહકો પાસેથી પૈસા લેવામાં આવશે. અત્યાર સુધી જીઓ ફક્ત ઇન્ટરનેટ ડેટાના પૈસા લેતી હતી, અને કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ મફત વોઇસ કોલ ઉપલબ્ધ કરાવતી હતી. હવે જીઓ સિવાય બીજા મોબાઈલ ઓપરેટર પર આઉટગોઈંગ કોલ કરવા માટે જીઓના ગ્રાહકોને એક વધારાનું આઈયુસી ટોપઅપ વાઉચર ખરીદવું પડશે.

જીઓના ગ્રાહકોએ ખરીદવું પડશે વાઉચર :

IUC ટોપઅપ વાઉચર એમાઉન્ટ (રૂપિયામાં) : IUC મિનિટ (નોન જીઓ મોબાઈલ) : ફરી ડેટા (જીબીમાં)

10 : 124 : 1

20 : 249 : 2

50 : 656 : 5

100 : 1362 : 10

મફત ડેટા આપીને ચાર્જની ચુકવણી કરશે :

જો કે, હવે જીઓ દ્વારા ટેલીકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) તરફથી કોલ ટર્મિનેશન ચાર્જને ખતમ કરવાને લઈને કરવામાં આવેલી સમીક્ષામાં થઈ રહેલા વિલંબ વચ્ચે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ જીઓ તરફથી ભરોષો આપવામાં આવ્યો છે કે, તે જીઓના ગ્રાહકોને વોઇસ કોલના ચાર્જના વળતરના રૂપમાં એટલી જ કિંમતનો મફત ડેટા આપશે.

જીઓથી જીઓ વોઇસ કોલ રહેશે મફત :

કંપનીના જણાવ્યા અનુસાર જીઓ સિવાય અન્ય કંપનીઓના નેટવર્ક પર કોલ કરવા પર 6 પૈસા પ્રતિ મિનિટના દરથી ચાર્જ વસુલવામાં આવશે. તેમજ જીઓ યુઝર તફરથી બીજા જીઓના ફોન અને લેન્ડલાઈન પર કોલ કરવા પર કોઈ ચાર્જ નહિ લાગે. સાથે જ વોટ્સઅપ, ફેસ ટાઈમ અને અન્ય એવા પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવતા કોલ પર પણ ચાર્જ નહિ લાગે. તેમજ બીજા નેટવર્ક તરફથી આવનારા ઇનકમિંગ કોલ પહેલાની જેમ મફત રહેશે.

ટ્રાઈ IUC ચાર્જમાં કરી શકે છે પરિવર્તન :

ટેલિકોમ નિયામક ટ્રાઈએ 2017 માં ઇન્ટરકનેક્ટ યુઝેજ ચાર્જ (IUC) ને 14 પૈસા ઘટાડીને 6 પૈસા પ્રતિ મિનિટ કરી દીધા હતા, અને કહ્યું હતું કે આ ચાર્જ જાન્યુઆરી 2020 સુધીમાં સંપૂર્ણ રીતે ખતમ કરી દેવામાં આવશે. પણ હવે ટ્રાઈએ પરામર્શ પત્ર જાહેર કરી કહ્યું છે કે, હવે આ સમય સીમાને આગળ વધારવાની જરૂર છે. જો ટ્રાઈ તરફથી જુના IUC ની ડેડલાઈન નહિ વધારવામાં આવે, તો રિલાયન્સ જીઓ પર IUC ચાર્જનો બોજ ભારે પડશે. એવામાં કંપનીએ અત્યારથી એની ચુકવણી શરુ કરી દીધી છે.

IUC ચાર્જના રૂપમાં જીઓએ આપ્યા 13,500 કરોડ રૂપિયા :

જીઓ કંપનીએ IUC ચાર્જના રૂપમાં ત્રણ વર્ષમાં પોતાની પ્રતિસ્પર્ધી કંપનીઓ જેવી કે ભારતી એયરટેલ અને વોડાફોન આઈડિયાને 13,500 કરોડ રૂપિયાની ચુકવણી કરવી પડી છે. ટ્રાઈના આ પગલાંને કારણે થતા નુકશાનથી બચવા માટે જીઓએ અન્ય નેટવર્ક પર કરવામાં આવેલા પ્રત્યેક કોલ માટે 6 પૈસા પ્રતિ મિનિટના દરે ચાર્જ વસૂલવાનો નિર્ણય લીધો છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.