શોધમાં પણ માનવામાં આવ્યું કે ધીમું ઝેર છે આ 10 ખાદ્ય પદાર્થ, માટે ઓછું ખાવ અથવા છોડી દો.

આજકાલ લોકો માત્ર ફાસ્ટ ફૂડને પોઈઝન માને છે. પરંતુ એ ઘણા ઓછા લોકો જાણે છી કે આપણે રોજીંદા જીવનમાં એવી ઘણી બધી વસ્તુ ખાઈએ છીએ, જે આપણેને લાગે છે આરોગ્યપ્રદ પરંતુ હકીકતમાં તે હોય છે ઘણી ખતરનાક. તેમાંથી એક વસ્તુ છે ખાંડ. ભલે લોકો મોઢાની મીઠાસ માટે ખાંડનો ઉપયોગ ઘણા હોંશથી કરે છે. પરંતુ એ ઘણા ઓછા લોકો જાણે છે કે ખાંડ પણ આપણા શરીર માટે ખતરનાક હોઈ શકે છે.

શોધ માં કર્યો છે દાવો :

ખાસ કરી ને બ્રિટેન ના પ્રોફેસર જોન યુડકિન એ પોતાના રીસર્ચ થી એ વાત સાબિત કરી છે કે સાકર ‘સફેદ પોયઝન’ છે જે આરોગ્ય માટે નુકશાનકારક છે. શોધ ના જણાવ્યા મુજબ તે ખાવા થી લોહી માં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધે છે. જેથી લોહી વાહિકાઓ ની દીવાલ જાડી થઇ જાય છે અને હ્રદય નો હુમલો આવવાની શક્યતા ઘણી વધી જાય છે.

આમ તો શોધમાં માત્ર ખાંડ જ પોઈઝન તરીકે નથી ગણવામાં આવતું પરંતુ એવા બીજા પણ ખાદ્ય પદાર્થ છે. જેની અસર શરીર ઉપર ઝેર ની જેમ થાય છે, ભલે તેની અસર ની ઝડપ ધીમી હોય છે. તો આવો જાણીએ એ ખાદ્ય પદાર્થ વિષે જે ખરેખર માં આપણા શરીર માટે કોઈ ઝેર થી ઓછા નથી.

ખાંડ : શોધમાં ખાંડને સફેદ ઝેર માનવામાં આવે છે. તે ખાવાથી લીવરમાં ગ્લાઈકોજનનું પ્રમાણ ઓછું હોય છે. જેથી મોટાપો, થાક, માઈગ્રેન, અસ્થમા અને ડાયાબીટીસ ની તકલીફ વધી શકે છે અને તેને વધુ ખાવાથી ગઢપણ વહેલા આવે છે.

ફણગાવેલા બટેટા :

ઘણા લોકો ફણગાયેલા બટેટાને પણ ખાવાથી દુર નથી રહી શકતા. પરંતુ તમને જાણી ને નવાઈ થશે કે તેમાં ગ્લાઈકોઅલ્કેલાઈડસ હોય છે, જેથી ડાયરિયા થઇ શકે છે, એટલું જ નહિ, એવી રીતે બટેટા સતત ખાવાથી જ માથાનો દુ:ખાવો કે બેભાન ની શક્યતા રહે છે.

રાજમાં :

દિલ્હી વાળાનું રાજમાં સૌથી વધુ પસંદગી નું ભોજન હોય છે. પરંતુ તમને એ જાણી ને નવાઈ થશે કે કાચા રાજમાં માં ગ્લાઇકોપ્રોટીન કેકટીન હોય છે, જેથી ઉલટી કે ઇનડાઈજેશન ની તકલીફ ઇભી થવાની શક્યતા ઉભી થાય છે. જો તેની અસર ને ઓછી કરવી છે, તો રાજમાં ને હંમેશા સારી રીતે ઉકાળીને ખાવા જોઈએ.

કોલ્ડ ડ્રીંક :

યુવાનો થી લઈને વડીલો સુધી કોલ્ડ ડ્રીંક નો જોરદાર ક્રેજ જોવા મળે છે. તેમાં ખાંડ અને ફોસ્ફોરીક એસીડ નું પ્રમાણ વધુ હોય છે. એવું શોધ માં મળી આવ્યું છે કે વધુ કોલ્ડ ડ્રીંક પીવા થી મગજ ડેમેજ કે હ્રદય નો હુમલો આવવાનો ભય વધુ રહે છે. સાથે જ તેનાથી મોટુ આંતરડુ પણ સડી શકે છે.

મેંદો :

મેંદો વધુ ખાવાની વસ્તુ નથી. મેંદો બનાવવાની પ્રક્રિયામાં ફાઈબર નીકળી જાય છે. શોધમાં એવું મળી આવ્યું છે કે વધુ મેંદો ખાવાથી પેટ ની સમસ્યા વધવા ની શક્યતા રહે છે. મેંદા માં બ્લીચીંગ તત્વ હોય છે, જે લોહી ને પાતળું કરે છે અને તેનાથી હ્રદય ની બીમારી થવાનો ભય હંમેશા બની રહે છે.

આયોડીન મીઠું :

શોધ માં એ પણ જાણવા મળ્યું છે કે તેમાં સોડીયમનું પ્રમાણ વધુ હોય છે. વધુ ખાવાથી ઊંચા લોહી ના દબાણ ની શક્યતા વધી જાય છે. એટલું જ નહિ, તેના વધુ પ્રમાણ માં સેવન કરવાથી કેન્સર અને આસ્તીયોપોરોસીસ થવા ની શક્યતા વધે છે.

જાયફળ :

શોધ માં એ પણ જાણવા મળ્યું છે કે તેમાં myristicin હોય છે. તેના કારણે વારંવાર હ્રદય ના ધબકારા વધે છે. તેના સેવન થી ઉલટી અને મોઢું સુકાવા ની તકલીફ સતત બનેલી રહે છી. એટલું જ નહિ, વધુ ખાવા થી બ્રેન પાવર ઓછો થાય છે.

ફાસ્ટ ફૂડ :

ફસ્ત્ફૂદ વિષે તો કોઈ ને જણાવવાની જરૂર પણ નથી. તે આપણા શરીર માટે કેટલું ખતરનાક છે. તે વાત ને ઘણી શોધો એ સાબિત પણ કર્યું છે. તેમાં મોનોસોડીયમ ગ્લુટામેટ હોય છે, જેથી બ્રેન પાવર ઓછો થાય છે અને મોટાપો ઝડપ થી વધે છે. સાથે જ હ્રદય ની તકલીફ નો ભય વધે છે.

મશરૂમ :

કાચા મશરૂમ ક્યારે પણ ન ખાવા જોઈએ. કેમ કે કાચા મશરૂમમાં કાર્સીનોજેનીક કંપાઊંડ હોય છે. તેનાથી કેન્સર ની શક્યતા વધે છે. એ કારણ છે કે કહેવામાં આવે છે કે મશરૂમ ને સારી રીતે ઉકાળ્યા પછી જ ઉપયોગ માં લેવા જોઈએ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.