ન જાણતા હોય તો જરૂર જાણી લો, આપણા જીવનમાં શોપિંગનું જ્યોતિષ કનેક્શન

તમારા જીવનમાં ઘણો શુભ અને અશુભ પ્રભાવ પાડે છે શોપિંગ, જાણો શોપિંગનું જ્યોતિષ કનેક્શન? આપણે શોપિંગ ક્યારેય પણ અને ક્યાંયથી પણ કરી લઈએ છીએ. આપણે એ નથી વિચારતા કે આજે દિવસ કયો છે? કે સમય શું છે? બસ બજારમાંથી આપણી જરૂરિયાત મુજબ ખરીદી કરી લઈએ છીએ. પરંતુ એવું કરવું આપણા માટે કેટલું હિતકારી હોય છે, તેની ઉપર તમે ક્યારેય વિચાર કર્યો છે? તમે પણ એવું વિચારતા હશો કે, તેના વિષે શું વિચારવાનું? તેનો કોઈ મતલબ જ નથી રહેતો. પરંતુ અમે તમને જણાવી દઈએ કે ત્યાં તમે ભૂલ કરી રહ્યા છો.

જો તમે શોપિંગ તમારી રાશી મુજબ કરશો તો તમને તેનો લાભ થશે. સાથે જ તમારા દોષ પણ દુર થશે. જે કોઈ કારણો સર જીવનમાં મહત્વનું છે. આ સમયે તમારા મનમાં શું ચાલી રહ્યું છે તેની અમને ખબર છે, પરંતુ વિશ્વાસ રાખો કે રાશીના હિસાબે ખરીદી કરવાથી તમારી ઘણી સમસ્યાઓ દુર થઇ શકે છે. જેના વિષે અમે આ લેખમાં જાણીશું.

રાશીની આપણા જીવન ઉપર અસર : જ્યોતિષ શાસ્ત્રનું અભિન્ન અંગ છે રાશી. તે આપણા બધા ઉપર પોતાની વ્યાપક અસર કરે છે. એટલી કે તે આપણી દશા અને દિશા બદલે છે. જ્યોતિષ શાસ્ત્રમાં રાશી અનુસાર કોઈ વ્યક્તિના ભવિષ્યની મહત્વની ઘટનાઓ જાણી શકાય છે. તેની સાથે જ રાશીના સ્વામીની વ્યક્તિ ઉપર કેટલી શુભ અસર રહેશે. તેની જાણકારી પણ જ્યોતિષ આપે છે.

જ્યોતિષ જણાવે છે કે રાશી પણ ત્રણ પ્રકારની છે, જે આપણા જીવનને પોતાની અસર અને સ્થિતિના આધારે પ્રભાવિત કરે છે. વ્યક્તિ જીવનમાં શું કરશે અથવા તેણે શું કરવું જોઈએ તે કોઈ જ્યોતિષ રાશી સ્વામીના ગુણ અને શક્તિની ગણતરી કરી જણાવે છે. જેનાથી વ્યક્તિ પોતાના જીવનમાં સફળ થાય છે. તે નિયમ શોપિંગ એટલે કે ખરીદી ઉપર પણ લાગુ પડે છે.

શોપિંગનું રાશી કનેક્શન : જેવી રીતે રાશીનો આપણા જીવનની દરેક બાબતો સાથે સંબંધ છે. તેવી રીતે રાશીનું આપણા શોપિંગ સાથે પણ કનેક્શન છે. બસ આપણે તેની ઉપર ધ્યાન નથી આપતા. જ્યોતિષાચાર્યોનું કહેવું છે કે, લોકો પોતાના મન મુજબ ખરીદી કરે છે, અને કરવી પણ જોઈએ. પરંતુ જો આ ખરીદી લોકો જ્યોતિષમાં વિશ્વાસ કરીને પોતાની રાશી, વાર, અને મૂળાંક મુજબ કરે તો એવું કરીને તે પોતાના જીવનમાંથી ઘણા પ્રકારની સમસ્યાઓ દુર કરવામાં સફળ થઇ શકે છે.

પરંતુ આજની પેઢી તેની ઉપર વધુ ધ્યાન નથી આપતી. એવું નથી કે કોઈપણ તેમાં નથી માનતા. ઘણા લોકો છે જે એવું કરે છે અથવા આવું કર્યું છે, અને તેમના જીવનમાં સકારાત્મક ફેરફાર થતા પણ અનુભવ્યા છે. દિવસના હિસાબે શોપિંગ કરીને જેવી રીતે દોષોથી બચી શકાય છે, તેવી રીતે જ રાશી મુજબ પણ શોપિંગ કરી ઘણી તકલીફોમાંથી છુટકારો મેળવી શકાય છે.

શું છે જ્યોતિષનું શોપિંગ કનેક્શન? જ્યોતિષાચાર્યોના માનવા મુજબ, રાશી અનુસાર શોપિંગ કરવાથી વ્યક્તિની રાશિના સ્વામી પ્રબળ બનશે. જેથી આપણેને લાભ થશે. કોઈ કારણસર રાશીના સ્વામી નબળા છે, તો તેને તેનાથી રાહત મળશે. તે ઉપરાંત વાત કરીએ જ્યોતિષ અને ખરીદીની કે તેમનું શું કનેક્શન છે? કુંડળી અને રાશી મુજબ જ્યોતિષ અને શોપિંગનો શું સંબંધ છે? જાણવા માટે વાત કરીએ દેશના જાણીતા જ્યોતિષાચાર્યો સાથે.

જ્યોતિષાચાર્યોના માનવા મુજબ જ્યોતિષીય માર્ગદર્શનથી આપણે આપણા જીવનની ઘણી સમસ્યાઓ દુર કરી શકીએ છીએ. બસ તેને અપનાવવાની જરૂર છે. રાશી તમારા જીવનની મહત્વની બાબતો સાથે જ સામાન્ય બાબતો ઉપર પણ અસર કરે છે. અને તમે જ્યોતિષ પરામર્શથી તમારા જીવન ઉપર પડતી નકારાત્મક અસરોને રોકી શકો છો, કે સંપૂર્ણ રીતે સમાપ્ત કરી શકો છો. પરંતુ તેના માટે તમારે તેને અપનાવવું પડશે.

આ માહિતી એસ્ટ્રો યોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.