શ્રાવણ માસ 2020 : ઝૂમ એપથી થશે મહાકાલની ભસ્મ આરતી, રાશિઓ અનુસાર આવી રીતે કરો પૂજન, થશે લાભ.

આ વખતે પાંચ સોમવાર વાળો હશે શ્રાવણ માસ, કોરોના સંક્રમણની થશે અસર, શ્રદ્ધાળુ મંદિરમાં નહિ વગાડી શકશે ઘંટ.

શ્રાવણ માસ 2020 આ વખતે પાંચ સોમવાર વાળો રહેશે શ્રાવણ માસ. કોરોના ચેપની અસર જોવા મળશે ભક્તો મંદિરમાં નહિ વગાડી શકે ઘંટ.

શ્રાવણ માસ 2020 : ભગવાન શિવની પૂજાનો શ્રાવણ માસ આ વખતે વિશેષ રહેશે. 6 જુલાઇ સોમવારથી શરૂ થાય છે અને 3 ઓગસ્ટ સોમવારે સમાપ્ત થાય છે. રક્ષાબંધન પણ છેલ્લા દિવસે આવશે. કોરોના ચેપને કારણે એક તરફ જ્યાં મંદિરોમાં જય જયકારના સુત્રોચાર ઉપર પ્રતિબંધ રહેશે ત્યારે કેટલાક મંદિરો તરફથી આરતી ફેસબુક અને એપ્લીકેશન ઉપરથી જીવંત પ્રસારણ કરવાની તૈયારી ચાલી રહી છે.

રાજધાની લખનૌમાં મનકામેશ્વર મંદિરના દ્વાર પણ મહંત દેવ્યા ગિરી દ્વારા આરતી સાથે ખોલવામાં આવશે, પરંતુ શારીરિક અંતરનું પાલન કરવું ફરજિયાત રહેશે.

એક સમયે પાંચથી વધારેને પ્રવેશ નહીં

શારીરિક અંતરની સાથે જ મફત ગંગાજળનું વિતરણ કરવામાં આવશે. એક સમયે પાંચથી વધુ ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં. રાજેન્દ્રનગરના મહાકાલ મંદિરમાં સોમવારે યોજાનારી ભસ્મ આરતી કોરોના ચેપને કારણે ઝૂમ એપથી કરવામાં આવશે.

કન્વીનર અતુલ મિશ્રાએ જણાવ્યું કે સોમવારે તેનું રિહર્સલ કરવામાં આવશે. તેના દ્વારા ભક્તોને તેની લીંક આપવામાં આવશે. કોનેશ્વર મંદિરના વરિષ્ઠ સભ્ય ઉત્તમ કપૂરે જણાવ્યું હતું કે સુરક્ષા વ્યવસ્થા સાથે દર્શન થશે. સદરના દ્વાદશ જ્યોતિર્લિંગ મંદિરમાં પણ જિલ્લા વહિવટી તંત્રના નિયમો હેઠળ પૂજાની કામગીરી પ્રારંભ થઇ ગઈ છે.

સુરક્ષા વ્યવસ્થાને લઇને મંથન

બંગલાબાજારના શ્રી રામજાનકી મંદિર, ઈન્દ્રેશ્વર મંદિર, મૌની બાબા મંદિર અને ગુલાચીન મંદિર ઉપરાંત સિદ્ધેશ્વર મંદિર, સૈસોવીર મંદિર, ગોમેતેશ્વર મંદિર અને વિંધ્યાચલ મંદિર સિવાય શહેરના તમામ શિવ મંદિરોમાં સુરક્ષા વ્યવસ્થા અંગે મંથન શરૂ થઈ ગયું છે.

બુદ્ધેશ્વર મહાદેવ, સ્વપ્નેશ્વર મહાદેવ મંદિર, ઇન્દિરાનગર ભૂતનાથ મંદિર, મહાનગરનું સિદ્ધેશ્વર મંદિર, બક્ષીના તળાવના મા ચંદ્રિકા દેવી મંદિરના ચંદ્રકેશ્વર મહાદેવ મંદિર, કાલેશ્વર મહાદેવ મંદિર, ઇટોંજાનું રત્નેશ્વર મહાદેવ મંદિર, ટીકેશ્વર મહાદેવ મંદિર તેમજ તમામ નાના મોટા ઉપર તૈયારીઓ માટે મંથન ચાલુ છે.

શ્રાવણના સોમવારનું હોય છે વિશેષ મહત્વ

આચાર્ય શક્તિધર ત્રિપાઠીએ જણાવ્યું કે શ્રાવણ મહિનામાં સોમવારનું વિશેષ મહત્વ હોય છે. પહેલા સોમવારે મહામાયાધારી સદાશિવના સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પૂજા કરવાથી લક્ષ્મી નોકરી, ધંધાની વૃદ્ધિ, દેવા મુક્તિ, ભૌતિક સુખ, મકાન, વાહન અને આર્થિક સુસંગતતા પ્રાપ્ત થાય છે.

બીજા સોમવારની પૂજા કરવાથી સુખી લગ્ન જીવન, પતિ-પત્નીની પ્રાપ્તિ, પારિવારિક તકરાર માંથી મુક્તિ અને પિતૃ દોષ દૂર થાય છે. ત્રીજા સોમવારે અર્ધનારીશ્વર સદાશિવના રૂપમાં પૂજા કરવામાં આવે છે. પૂજાથી અખંડ સૌભાગ્ય, સંતાન સુખ, કન્યા લગ્ન અને આકસ્મિક ધન મળવાના યોગ ઉભા થાય છે. ચોથા સોમવારે તંત્રેશ્વર સદાશિવના રૂપમાં પૂજા કરવામાં આવે છે.

પૂજાથી જીવનના અવરોધો દુર થાય છે, ભવિષ્યની મુશ્કેલીઓથી મુક્તિ મળે છે, અકાળ મૃત્યુથી રક્ષણ મળે છે, પૂર્ણ રોગ મુક્તિ મળે છે, સુખ અને સમૃદ્ધિ મળે છે. પાંચમા સોમવારે દેશ અને સમાજના કલ્યાણની કામના કરવામાં આવે છે. આ સમયે કોરોના ચેપથી છુટકારો મેળવવાની ઇચ્છા રાખવી શ્રેષ્ઠ રહેશે.

આથી જ વિશેષ છે શ્રાવણ માસ

આચાર્ય જિતેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે શાસ્ત્રો અનુસાર શિવ પૂજાનો આ મહિનો ખૂબ જ વિશેષ હોય છે. શ્રાવણ મહિનામાં આવતા સોમવાર અને મંગળવારનું પણ વિશેષ મહત્વ હોય છે આ મહિનાના સોમવારને વન સોમવાર પણ કહેવામાં આવે છે. મંગળવાર મંગલા ગૌરીના નામથી ઓળખાય છે. આ દિવસે મંગળ ગ્રહની શાંતિ નિમિત્તે અને મા પાર્વતીને પ્રસન્ન કરવા માટે વિશેષ પૂજા અર્ચના અને વ્રત કરવું શ્રેષ્ઠ હોય છે.

દંતકથા અનુસાર, જ્યારે સનદ કુમારોએ મહાદેવને તેમને શ્રાવણ માસ પ્રિય હોવા પાછળનું કારણ પૂછ્યું ત્યારે મહાદેવ શિવે કહ્યું હતું કે જ્યારે દેવી સતીએ તેમના પિતા દક્ષના ઘરમાં યોગ શક્તિથી શરીરનો ત્યાગ કર્યો હતો, તે પહેલાં દેવી સતીએ મહાદેવને દરેક જન્મમાં પતિના રૂપમાં પામવાનું વચન લીધું હતું, તેના બીજા જન્મમાં દેવી સતીએ પાર્વતીના રૂપમાં હિમાલય રાજના ઘરે પુત્રી તરીકે જન્મ લીધો.

પાર્વતીએ તરુણાવસ્થાના શ્રાવણ મહિનામાં નકોરડા ઉપવાસ કર્યા અને તેમણે શિવને પ્રસન્ન કરી તેમની સાથે લગ્ન કર્યા, ત્યાર પછી જ મહાદેવ માટે શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય બની ગયો. આ મહિને પૂર્ણિમાના દિવસે શ્રવણ નક્ષત્ર અસ્તિત્વમાં હોય છે, તેના લીધે તેને શ્રાવણ માસ કહેવામાં આવે છે.

આ રીતે પૂજા કરો

શ્રાવણ માસ દરમિયાન શિવની પૂજા કરવાથી બધા પાપો દૂર થઇ જાય છે. આચાર્ય રાકેશ પાંડેયે જણાવ્યું કે વ્રત કરતી મહિલાઓ વિશેષ કૃપા માટે તેમના મન મુજબ ઘરમાં પૂજા કરી શકે છે. ગંગા જળ, દૂધ, મધ, ઘી, ખાંડ, પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. કપડાં, યજ્ઞોપવીત, સફેદ અને રક્તચંદન, ભસ્મ, સફેદ મદાર, કનેર, બેલા, ગુલાબ તેમજ બીલ્લીપત્ર, ધતુરાના પાન અર્પણ કરીને ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરવી શ્રેષ્ઠ હોય છે.

બહેનો આખો દિવસ રાખડી બાંધી શકે છે

આચાર્ય એસ.એસ. નાગપાલે જણાવ્યું હતું કે પહેલો સોમવાર 6 જુલાઈએ આવશે અને પુર્ણાહુતી 3 ઓગસ્ટના દિવસે રક્ષાબંધનનો દિવસ આવશે. 13 જુલાઇના રોજ બીજો, 20 ના રોજ ત્રીજો, 27 ના રોજ ચોથો અને 3 ઓગસ્ટે છેલ્લો સોમવાર આવશે. છેલ્લા દિવસે પૂજા સાથે બહેનો ભાઈઓના રક્ષણ માટે રાખડી પણ બાંધશે.

રક્ષા બંધનનો શુભ સમય સવારે 9: 27 થી રાત્રે 9: 11 સુધી છે. બપોરે 1: 45 થી સાંજે 4: 23 વાગ્યા સુધી અને પ્રદોષ કાળ 7: 01 થી 9: 00 વાગ્યા સુધી રાખડી બાંધવી વિશેષ ફળદાયી રહેશે. આચાર્યએ જણાવ્યું હતું કે શ્રાવણમાં રાશિઓ પ્રમાણે પૂજા કરવાનો નિયમ છે.

રાશિઓ પ્રમાણે કરો પૂજા

મેષ – શિવજીને લાલ ચંદન અને લાલ ફૂલ ચડાવવા જોઈએ, નાગેશ્વરાય નમઃ નો જાપ કરવો જોઈએ.

વૃષભ – શિવજીને ચમેલીના ફૂલો ચડાવીને રુદ્રાષ્ટકના પાઠ કરવાથી વિશેષ લાભ મળે છે.

મિથુન – શિવજીએ ધતુરા, ભાંગ ચળાવીને પંચાક્ષરી સ્ત્રોતના પાઠ કરવા જોઈએ.

કર્ક – શિવજીને ભાંગ વાળા દૂધ સાથે અભિષેક કરવો શ્રેષ્ઠ રહેશે.

સિંહ – શિવજીને કણેરના ફૂલ અર્પણ કરવા સાથે શિવ ચાલીસાના પાઠ કરો.

કન્યા – શિવજીને બિલ્લીપત્ર ધતુરા, ભાગ વગેરે અર્પણ કરો અને પંચાક્ષરી મંત્રનો જાપ કરો.

તુલા – ભક્તો શિવલિંગને મિશ્રિત દૂધથી અભિષેક કરતી વખતે શિવ સહસ્ત્રનાથ સ્ત્રોતના પાઠ કરે.

વૃશ્ચિક – શિવજીને ગુલાબના ફૂલો અને બિલ્લીપત્ર ચડાવો અને રુદ્રાષ્ટકના પાઠ કરો.

ધન – શિવજીને પીળા ફૂલ ચડાવો અને ખીર ચડાવો અને તાંડવ સ્ત્રોતના પાઠ કરો.

મકર – શિવજીને ધતુરો, ભાંગ, બિલ્લીપત્ર, કમળનું ફૂલ અર્પણ કરીને ગૌરીના પાઠ કરો.

કુંભ – શિવજીનો શેરડી અને મધથી અભિષેક કરો, પંચાક્ષરી મંત્રના જાપ કરો.

મીન – શિવજીને પંચામૃત અને પીળા ફૂલો અને સફેદ ચંદનની માળા અર્પણ કરો અને પંચાક્ષરીના પાઠ કરો.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.