શ્રાવણમાં શનિવારે આ ઉપાયો કરવાથી શનિદેવ રિઝશે, અપાવશે દરેક કષ્ટોથી મુક્તિ

શ્રાવણ મહિનામાં શનિવારે કરો આ ઉપાય, શનિદેવ થશે રાજી, અપાવશે દરેક કષ્ટોથી મુક્તિ

શ્રાવણ મહિનો દેવોના દેવ મહાદેવની વિશેષ પૂજાનો શુભ સમય માનવામાં આવે છે, તેના સિવાય શ્રાવણ મહિનાના શનિવારનું પણ ઘણું ખાસ મહત્વ માનવામાં આવ્યું છે. જો તમે શ્રાવણના શનિવારના દિવસે અમુક સરળ ઉપાય કરો છો, તો તેનાથી શનિ દોષથી મુક્તિ મળી શકે છે. તમને જણાવી દઈએ કે, 01 ઓગસ્ટના રોજ શનિ પ્રદોષ વ્રત છે અને આ દિવસ ઘણો જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ વખતે શ્રાવણ મહિનામાં શનિ પ્રદોષ વ્રતના દિવસે અદ્દભુત સંયોગ બની રહ્યો છે. જો તમે આ દિવસે અમુક સરળ ઉપાય કરો છો, તો તેનાથી શનિદેવની કૃપા દૃષ્ટિ તમારા ઉપર હંમેશા બની રહેશે. શ્રાવણના શનિવારે આ ઉપાય શનિ દોષોથી છુટકારો અપાવશે.

શનિના પ્રકોપથી બચવા માટે આ વાતોનું રાખો ધ્યાન :

તમે શનિ પ્રદોષ વ્રતના દિવસે સવારના સમયે જલ્દી ઉઠીને ભગવાનનું ધ્યાન ધરો.

આ દિવસે તમે પરિવારના દરેક સભ્યો સાથે હળીમળીને રહો.

શનિની સાડાસાતીથી બચવા માટે તમે દારૂ અને અન્ય નશીલા પદાર્થોથી દૂર રહો.

પારકી સ્ત્રીઓ સાથે સંબંધ ના રાખો અને ન તો કોઈ પારકી સ્ત્રી પર ખરાબ નજર રાખો.

તમે કોઈનું પણ દિલના દુભાવો. તમે એવું કોઈ પણ કામ ના કરો, જેનાથી વ્યક્તિનું મન દુઃખી થાય.

શનિ પ્રદોષ વ્રતના દિવસે આ ખાસ ઉપાયોથી શનિદેવ થશે પ્રસન્ન.

તમે શનિ પ્રદોષ વ્રતના દિવસે સવારે અને સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરો.

જો નોકરીમાં કોઈ પ્રકારની અડચણ ઉત્પન્ન થઈ રહી છે, તો તમે શનિ પ્રદોષ વ્રતના દિવસે નાવડીની ખીલીની વીંટી ધારણ કરો.

જો તમે શનિના અશુભ પ્રભાવથી બચવા ઈચ્છો છો, તો આ દિવસે શનિ મંત્ર “ૐ પ્રાં પ્રીં પ્રૌં સ: શનૈશ્ચરાય નમઃ” નો જાપ કરો.

જો તમારા પરિણીત જીવનમાં મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ રહી છે, તો તેને દૂર કરવા માટે શનિ પ્રદોષ વ્રતના દિવસે ઘરની આસપાસ કોઈ પણ હનુમાન મંદિરમાં જાવ અને ત્યાં ભગવાન હનુમાનજીને સિંદૂર અર્પણ કરો.

જો તમે શનિ પ્રદોષ વ્રતના દિવસે સુંદરકાંડનો પાઠ કરો છો, તો તેનાથી જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે અને તમારા પરિણીત જીવનમાં ખુશીઓ આવે છે.

કારોબારની મુશ્કેલીથી છુટકારો મેળવવા માટે શનિ પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવનો અભિષેક કરો.

જો તમે શનિ પ્રદોષ વ્રતના દિવસે શનિ સ્ત્રોતનો પાઠ કરો છો, તો તેનાથી જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે અને શનિદેવની પણ કૃપા બની રહે છે.

જો કોઈ વ્યક્તિ શનિની સાડાસાતીથી પીડિત છે, તો તેણે શનિ પ્રદોષ વ્રતના દિવસે શનિદેવને તેલ અર્પણ જરૂર કરવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો આ દિવસે શનિ મહારાજને તેલ અર્પણ કરવામાં આવે તો ગ્રહોના દોષોથી પણ છુટકારો મળે છે.

આ મંત્રથી શનિદેવ થશે ખુશ :

જો તમે શનિ મહારાજને પ્રસન્ન કરવા ઈચ્છો છો, તો તેના માટે શનિ પ્રદોષ વ્રતના દિવસે શનિ વૈદિક મંત્ર “ૐ શં નો દેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતયે. શં યોરભિ સ્રવન્તુ ન:” નો જાપ જરૂર કરો.

તમે શનિ પ્રદોષ વ્રતના દિવસે શિવના પંચાક્ષર મંત્ર “નમઃ શિવાય” નો જાપ કરો. જો તમે આ મંત્રમાં “ૐ” લગાવી દો છો તો તે ષડક્ષર મંત્ર એટલે કે, “ૐ નમઃ શિવાય” થઈ જાય છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.